પરસ્પરના કટ્ટર હરીફ (નહીં દુશ્મન!) શાહરુખ અને સલમાન ઉપરાંત આમિર ખાન યશ ચોપરાના સ્ટુડિયોમાં શૂટિંગ-ડબિંગ વખતે સામસામા ટકરાશે.
એક સમયે દિલીપકુમાર અને રાજ કપૂરમાં પણ જોરદાર સ્પર્ધા હતી અને તેમાં મહિલાઓ પણ સામેલ હતી. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન પ્રતિદ્વંદ્વી હતા, પણ એ સમયે સૌહાર્દ અને સદ્ભાવના હતી ને આજે?
યશ ચોપડા થોડા દિવસોમાં જ પોતાના યશરાજ સ્ટુડિયોમાં શાહરુખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા ચોપડા સાથે એક ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે અને આ જ સંસ્થાએ બનાવેલી તથા કબીરખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એક થા ટાઈગર’ માટે સલમાન ખાન પણ અહીં જ શૂટિંગ કરવાનો છે. એટલે જે એક જ પરિસરમાં બે હરીફ કામ કરશે. આમિર ખાને ‘ધૂમ-૩’ નું શૂટિંગ થોડા દિવસો માટે અટકાવી દીધું છે, કારણ કે આ ભૂમિકા માટે તેણે કસાયેલું શરીર બનાવવાનું છે. એ પણ શક્ય છે કે સલમાન ખાન જ્યારે ‘ટાઈગર’ માટે ડબિંગ કરશે, ત્યારે બીજા બે ખાન યશરાજમાં જ કામ કરતા હશે. એટલે કે ત્રણેય ખાન એક સ્થળે હાજર હશે. એ વખતે ત્યાંના વાતાવરણમાં વીજળીનો એક પ્રવાહ પસાર થશે અને જે કેટરિના કૈફના જન્મદિવસની પાર્ટીમાં બે ખાનોની ટક્કર થઈ હતી, એ જ કેટરિના ત્રણેય ખાનોની નાયિકા હશે.તેને કારણે શાહરુખ-સલમાનના કપાળે વળ જરૂર પડશે. આજે એ વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે કે ક્યારેક આ બંને ગાઢ મિત્રો હતા અને ‘કરણ-અર્જુન’માં ભાઈઓની ભૂમિકા હતી. સંઘર્ષના દિવસોમાં શાહરુખ ઘણો બધો સમય સલમાનને ત્યાં પસાર કરતો હતો.
આ મિત્રો વચ્ચે ‘દેવદાસ’ના સમયે તિરાડ પડી હતી, જ્યારે સલમાનને લાગ્યું કે શાહરુખ અને ઐશ્વર્યામાં કંઈક અંતરંગતા છે. આ ઝઘડો વધુ સમય ચાલ્યો ન હતો કેમકે ખુદ સલમાને જ ગૌરી ખાનને વિશ્વાસ અપાવ્યો હતો કે તેના પતિ અને ઐશ્વર્યા વચ્ચે કંઈ ન હતું. હકીકતમાં બંને ખાનોનો મિજાજ એક-બીજાથી તદ્દન જુદો છે અને જો તેઓ એક ક્ષેત્રમાં ન હોત તો તેમના વચ્ચે ક્યારેય પણ દોસ્તીની સંભાવના ન હોત. જ્યારે શાહરુખની ફિલ્મો સફળ થઈ રહી હતી ત્યારે સલમાનની ફિલ્મો પીટાઈ રહી હતી, પરંતુ તાજેતરમાં સલમાને ચાર સુપરહિટ ફિલ્મો આપી છે અને શાહરુખની છેલ્લી ત્રણ ફિલ્મોને અપેક્ષિત સફળતા મળી નથી. જ્યારે તેઓ એક-બીજાના મિત્ર હતા, ત્યારે એક-બીજા અંગે એટલું મોટું વિચારતા નહીં હોય જેટલું દુશ્મનીના સમયમાં વિચારે છે. દુશ્મનીની આ જ ખાસિયત છે, જેમાં અંતર પેદા થવાને બદલે લોકો વધુ નજીક આવી જતા હોય છે. દુશ્મનને પોતાના વિચારોમાંથી હાંકી શકાતો નથી.
એક સમયે દિલીપકુમાર અને રાજ કપૂરમાં પણ જોરદાર હરીફાઈ હતી અને આ ખેલમાં મહિલાઓ પણ સામેલ હતી. ધર્મેન્દ્ર અને મનોજકુમાર પણ કટ્ટર હરીફ હતા. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન તથા વિનોદ ખન્ના પણ એકબીજાના પ્રતિદ્વંદ્વી હતા. એ સમયે સૌહાર્દ અને સદ્ભાવના હતી, આજે સંબંધોમાં ખટરાગનો પ્રભાવ છે. એ વખતમાં આજના જેટલાં નાણાં પણ નહોતા. શાહરુખનું વ્યક્તિત્વ જટિલ છે. તેની સરખામણીએ સલમાન સરળ અને બર્હિમુખી સ્વભાવ ધરાવે છે. બુદ્ધિ ભમરાઓને પણ ગહન-ગંભીર બનાવે છે. ફાની બદાયુનીનો એક શેર છે, ‘એક મુઅમ્મા હૈ સમજને કા, ના સમજાને કા. જિંદગી કાહે કો હૈ, ખ્વાબ હૈ દીવાને કા.’