કળા અને વિજ્ઞાન ક્ષેત્રો મનુષ્ય દ્વારા પાડવામાં આવેલા વિભાગ છે. ‘નડ્ર્સ’ અને ‘લડર્સે’ પોતાની લડાઈને વિરામ આપવો જોઈએ અને એક-બીજા પાસેથી કંઈક શીખવું જોઈએ.
જે રીતે ટેક્નિકલ શિક્ષણ મેળવનારો દરેક વિદ્યાર્થી નર્ડ નથી હોતો એ જ રીતે લિબરલ આર્ટ્સનો અભ્યાસ કરનારી દરેક વ્યક્તિ લર્ડ નથી હોતી. જોકે હવે એ વાત સ્વીકારવાનો સમય આવી ગયો છે કે બંને શ્રેણીમાં બુદ્ધિશાળી પરંતુ અકુશળ વ્યક્તિઓ રહેલી છે.
વિજ્ઞાન અને તકનિકી પૃષ્ઠભૂમિ ધરાવતા વિશેષ પ્રકારના લોકોની નીંદા કરવા માટે ‘નર્ડ’ (ધૂની) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. નડ્ર્સ એવા લોકો હોય છે જે માત્ર પોતાના શૈક્ષણિક કાર્યમાં જ ડૂબેલા હોય છે. તેમને ઇન્ટેલજિન્ટ માનવામાં આવે છે પરંતુ સામાજિક બાબતોમાં તેઓ સાવ અજ્ઞાની હોય છે. તે વાસ્તવિક દુનિયાથી દૂર સમીકરણો અને ફોમ્યુંલાઓમાં જ ખોવાયેલા રહે છે. જોકે આ વાત ટેક્નિકલ પૃષ્ઠભૂમિ ધરાવતી દરેક વ્યક્તિ પર લાગુ પડતી નથી.
દુનિયામાં નડ્ર્સની સંખ્યા એટલી બધી છે કે તેમને માટે એક સામાન્ય સિદ્ધાંતની રચના કરી શકાય. નડ્ર્સ માટે ઘણી વખત દુનિયાની વાસ્તવિક ગતિવિધિઓ સાથે તાલમેલ બેસાડવો મુશ્કેલ થઈ જાય છે. તેઓ સમસ્યાઓને ઉકેલવાનું પસંદ કરે છે પરંતુ જો નક્કી કરેલાં સ્ટેપ બાદ જો તેઓ જવાબ શોધી શકે નહીં તો મુંઝાઈ જાય છે.
નર્ડ માટે એ શોધવું સરળ કામ હોય છે કે સ્પેસમાં રોકેટ કેવી રીતે લોન્ચ કરવામાં આવે છે, પરંતુ ‘ફલાણી છોકરીને કેવી રીતે પટાવી શકાય?’ એ સવાલનો જવાબ શોધવો તેને માટે અઘરો સાબિત થાય છે. અથવા તો ગંભીર મુદ્દાઓની વાત કરીએ કે, ‘ભ્રષ્ટાચારની સમસ્યાનું સમાધાન કેવી રીતે શોધવામાં આવે?’ કે ‘દેશની અર્થવ્યવસ્થા અને રાજકારણમાં આટલી બધી ગડબડ શા માટે છે?’
હવે હું નર્ડ જેવી જ એક નવી શ્રેણી એટલે કે ‘લબિરલ આર્ટ્સ’ની પૃષ્ઠભૂમીવાળા અમારા ભાઈ-ભાંડુ ‘લડ્ર્સ’ અંગે વાત કરવા માગું છું. લડ્ર્સ તથાકથિત ‘લબિરલ આર્ટ્સ’ કે ‘આર્ટ્સ’ના વિદ્યાર્થીઓ છે, જેમના અંગે સામાન્ય માન્યતા એવી છે કે તેઓ સામાજિક સમસ્યાઓ પ્રત્યે ખુલ્લા વિચારો ધરાવે છે અને દૂરંદેશી હોય છે.
તેઓ થિન્ક ટેન્ક સમિતિઓમાં બેસે છે અને ગંભીર સમસ્યાઓનું સમાધાન શોધવા માટે ચર્ચા કરે છે. દુનિયાના વિષયો અંગે થતી કોન્ફરન્સોમાં ૪૫ મિનિટનું ભાષણ આપનારા પણ લડ્ર્સ જ હોય છે. લડ્ર્સ તમને અંગ્રેજી ચેનલોમાં થતી ચર્ચાઓમાં જોવા મળશે, પરંતુ મનોરંજન ચેનલો પર ક્યારેય જોવા નહીં મળે.
નડ્ર્સ જાહેર મંચ પર જઈને બોલવાના વિચારમાત્રથી ધ્રુજવા લાગે છે, જ્યારે તેનાથી વિરુદ્ધ લડ્ર્સ કોઈ પણ વિષય પર ધુંઆધાર બોલી શકે છે. તેઓ જ્યારે બોલે છે તો તેમની વાતો બુદ્ધિજીવીઓ જેવી લાગે છે, જોકે તેમના મુદ્દે હંમેશાં સ્પષ્ટ હોતા નથી. તેઓ જ્યારે ‘વર્તમાન સમયની જરૂરિયાત’ જેવા શબ્દો બોલે છે ત્યારે શ્રોતાઓ રોમાંચિત થઈ જતા હોય છે. લડ્ર્સ ગુંચવણભરી બાબતોને સારી રીતે સમજી શકે છે જેને કોઈ નર્ડ ક્યારેય પણ સમજી શકતો નથી.
નડ્ર્સ સમાધાન સાથે પ્રેમ કરે છે, તેનાથી વિરુદ્ધ લડ્ર્સ બુદ્ધિશાળી અને જ્ઞાની હોવા છતાં પણ સમાધાનોની ઘ્úણા કરતા હોય છે, કેમકે સમાધાનનો અર્થ છે કે કોઈ સમસ્યાને ઉકેલવા માટેના સૂચનોનો એક સેટ તૈયાર છે અને જો આમ છે તો પછી ચર્ચા કરવાથી શો ફાયદો? આથી જો ભ્રષ્ટાચારની સમસ્યાના સમાધાન માટે લોકપાલ બિલને એક પ્રારંભિક તબક્કો કહેવામાં આવે છે ત્યારે લડ્ર્સને આ વાત ગમતી નથી, કેમ કે તેમના મતે ‘વર્તમાન સમયની જરૂરિયાત’ એ છે કે ભ્રષ્ટાચારને જડમળૂથી નાબૂદ કરી દેવામાં આવે. જોકે આ કેવી રીતે થશે એ તેમની ચિંતાનો વિષય નથી.
આથી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકારી સબસિડીમાં કાપ અને મૂળભૂત માળખા સંબંધિત ઉત્પાદકતા વધારનારા પ્રોજેક્ટ પસાર કરવામાં આવે તો લડ્ર્સ તેને એમ કહીને ફગાવી દેશે કે ‘આ મુદ્દો એટલો સરળ નથી’ અથવા ‘ભારત આટલી સરળતાથી તેને સમજી શકે એમ નથી’. લડ્ર્સનું કામ સમસ્યાઓને સમજવાનું છે પરંતુ સમાધાન સાથે તેમનો સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. આ કામ તો નડ્ર્સનું છે. લડ્ર્સની ઉત્પત્તિ ક્યાં થાય છે?
તે આપણી દોષપૂર્ણ શિક્ષણપદ્ધતિની પેદાશ હોય છે, જે કોઈ વસ્તુને અમલમાં મૂકવા માટે તેના અંગે જાણવા પર ભાર મૂકે છે. આપણા શિક્ષણનાં ઉપકરણ અને પદ્ધતિઓ પૌરાણિક છે. સમાજશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર જેવા અદભૂત વિષયોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવનારા લોકો પાસે જ્ઞાન તો ઘણું બધું હોય છે પરંતુ તેઓ ભારતીય સંદર્ભમાં તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવતા હોયછે અને એક ચોક્કસ સમાધાન શોધવું તેમને માટે અઘરું કામ બની જાય છે.
જે રીતે ટેક્નિકલ શિક્ષણ મેળવનારો દરેક વિદ્યાર્થી નર્ડ નથી હોતો એ જ રીતે લબિરલ આર્ટ્સનો અભ્યાસ કરનારી દરેક વ્યક્તિ લર્ડ નથી હોતી. જોકે હવે એ વાત સ્વીકારવાનો સમય આવી ગયો છે કે બંને શ્રેણીમાં બુદ્ધિશાળી પરંતુ અકુશળ વ્યક્તિઓ રહેલી છે. નડ્ર્સે સમસ્યાઓનું સમાધાન કરવાની પોતાની ક્ષમતાનો ઉપયોગ વાસ્તવિક જીવનમાં કરવો જોઈએ.
એ જ રીતે લડ્ર્સે પણ ઉપદેશ આપવા ઉપરાંત સમસ્યાઓનું સમાધાન કરવાનું પણ શીખવું જોઈએ. કળા અને વિજ્ઞાન ક્ષેત્રો મનુષ્ય દ્વારા પાડવામાં આવેલા વિભાગ છે, પરંતુ આગળ વધવા માટે આપણે ભારતીયોએ બંને ક્ષેત્રોના ગુણોનો સ્વીકાર કરીને તેમને આપણા જીવનમાં ઉતારવા જોઈએ. હું તો એટલું જ કહીશ કે નડ્ર્સ અને લડ્ર્સ પોતાની લડાઈને વિરામ આપવો જોઈએ અને એકબીજા પાસેથી કંઈક શીખવું જોઈએ. આખરે, ‘વર્તમાન સમયની જરૂરરિયાત’ પણ એ જ છે.