Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Today's History
 

ટુન્ડ્ર બરફ પ્રદેશમાં રહેતી એક પ્રાચીન માનવ પ્રજાતિ

 
Source: Bhaskar Pidia   |   Last Updated 1:06 AM [IST](11/02/2012)
 
 
 
 
Advertisement
 
પૂર્વ સાઈબેરિયાના ટુન્ડ્ર વિસ્તારમાં બરખોયાન્સ્ક તથા સ્ટેનોબાય પર્વતમાળાના ઉત્તર ભાગ સુધી કોલિગા, યાના, ઇન્ડિગિરિકા નદીઓના ક્ષેત્રમાં વિશેષ રીતે મળતા રેન્ડિયરનો શિકાર કરનારા યુકાધિર લોકોનો નિવાસ છે. આ ક્ષેત્રમાં વર્ષના આઠ મહિના બરફ જામેલો રહે છે. યુકાધિરોનું જીવન મુખ્યત્વે આ ક્ષેત્રમાં મળતાં હરણ જેવા જીવ રેન્ડિયર પર આધારિત હોય છે. યુકાધિર મંગોલાયટ પ્રજાતિ સાથે સંકળાયેલા છે. તેમના દરેક સમૂહનું એક ચોક્કસ ક્ષેત્ર હોય છે, જેમાં રહીને જ તેઓ શિકાર કરે છે.

તેઓ વિચરતી જાતિ જેવા છે. તેઓ આવવા-જવા માટે સ્લેજ ગાડીનો પ્રયોગ કરે છે. આખું વર્ષ તેઓ પશુઓના ચામડાંમાંથી બનેલા શંકુ આકારના તંબુઓમાં નિવાસ કરે છે. તેમના સમુદાયમાં સૌથી વૃદ્ધ પુરુષ તેમનું નેતૃત્વ કરે છે. તેમનાં તંબુ, જાળ, હોડીઓ વગેરે સંપૂર્ણ સમુદાયની સામૂહિક સંપત્તિ હોય છે. તેમના વિવિધ સમુદાયો વચ્ચે વિવાદ અથવા તો લડાઈ-ઝઘડો ક્યારેય થતો નથી. જોકે દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં રહેતા રેન્ડિયરના પશુપાલક તુંગુસ અને કોરયાક સમુદાયની સાથે તેમને વર્ષો જુની દુશ્મની છે. અત્યારે તેમની સંખ્યા ઘટી રહી છે. જેનું કારણ તેમનું રેન્ડિયર પશુપાલકોના સમૂહોમાં સામેલ થઈ જવું છે.

ભાસ્કર પીડિયા
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.