બેયર કંપની સરકારોમાં વગ વાપરવા પોતાની લોબી ઊભી કરવાની ટેવવાળી છે. ૧૯૨૦થી જ જર્મન પોલિટિકલ પાર્ટીઓને મદદ કરતી હતી. બેયરના કેટલાય મેનેજરો જર્મન સરકારમાં પ્રધાનો બનેલા.
બેયર કેમિકલ કંપની એક રાક્ષસી માયા જેવી કંપની છે તેવા આક્ષેપો થયા છે. જર્મનીના લીવરકુસેનમાં ૧૮૬૩માં જન્મેલી આ કંપનીને શરૂમાં તમે એસ્પીરાન બનાવતી કંપની તરીકે જાણતા હતા, પણ પછી તે કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ પેસ્ટિસાઈડ્ઝ અને પ્લાસ્ટિક પણ બનાવે છે. કંપનીના જગતભરમાં ૧,૨૦,૦૦૦ (લગભગ સવા લાખ) કર્મચારી છે અને વર્ષે ૨૮ અબજ ડોલરનું વેચાણ છે. બેયર કંપની ભારતમાં આજકાલ ખૂબ ગાજે છે, પણ આ કંપનીના ભૂતકાળનાં ‘પાપો’ને આપણે જાણતા નથી તે વિવિધ સંસ્થા પ્રકાશમાં લાવે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં કંપનીએ જર્મન સરકારને કેમિકલ યુદ્ધ માટે ઝેરી ગેસ પૂરો પાડેલો. ૧૮૯૮માં બેયરે કફ મેડિસિન તરીકે હેરોઈનને ખુલ્લેઆમ વેચવા માંડ્યું, એનાથી એડિકશન થાય છે તેની જાણ છતાં કરોડોનો વેપાર કર્યો. હેરોઈનને પોતાની બ્રાન્ડ બનાવેલી.
૧૦ વર્ષ પહેલાં એઈડ્ઝના જંતુયુકત લોહીના ગઠ્ઠા જમાવતી ચીજો વેચી તેનાથી ઘણાને હાનિ થઈ તેવો આક્ષેપો થયેલો. હાનિવાળા દરેકને R ૫૦ લાખ આપવા પડ્યા હતા. ૧૯૯૭માં બેયકોલ અને લીપોબેય નામની કોલેસ્ટરોલ ઘટાડવાની દવા બનાવી તેનાથી ૧૦૦ મરણ થયાં હતાં તેવો આક્ષેપ છે પછીથી દવા પાછી ખેંચી હતી.
બેયર કંપની સરકારોમાં વગ વાપરવા પોતાની લોબી ઊભી કરવાની ટેવવાળી છે. ૧૯૨૦થી જ જર્મન પોલિટિકલ પાર્ટીઓને મદદ કરતી હતી. બેયરના કેટલાય મેનેજરો જર્મન સરકારમાં પ્રધાનો બનેલા. આજે ૨૧મી સદીમાં બેયર કંપની પાસે સેંકડો લોબિસ્ટો છે જે કોઈ પણ સરકાર બેયરના કેમિકલ્સ કે પેસ્ટિસાઈડ્ઝ હાનિકારક છે તેવો જરાક ઉદ્ગાર કરે ત્યાં લોબિસ્ટો એ સરકારોને વશ કરી લે છે તેવો આક્ષેપ છે. બેયરે પ્રમુખ બુશની ચૂંટણીમાં R ૬૦ લાખ આપેલા. છેલ્લાં ૫ વર્ષમાં અમેરિકન પોલિટિશિયનોને R ૩ કરોડ આપ્યા છે.
આરોપ છે કે પોતાના કપાળે અપયશની કલંક ભૂંસવા ભારતમાં ધરતીકંપમાં મદદ કરવા દોડી હતી. બ્રાઝિલમાં સરકારને મદદ કરીને પછી ઘણા લાભ પડાવીને તેણે બ્રાઝિલના કરવેરા ઓછા કરાવીને એક અબજ ડોલરના વેરાને બદલે ૧૩.૨ કરોડના વેરા જ ભર્યા હતા એવો આરોપ છે. આવી ‘મેલી ટ્રીક’ ભારતમાં વાપરશે તેવો ભય છે. ભારતમાં બેયર કંપનીનો વેપલો ૫૦ કરોડ યુરો (રૂ. ૨૫૦ કરોડ)નો છે તે વધારીને બેયર કંપની એક અબજ યુરો (રૂ. ૫૦ અબજનો) કરવા માગે છે! બેયર કંપની પાક અને ખેતીવાડીના છોડ ઉપર વપરાતાં હાનિકારક ગણાતા હિર્બસાઈડ્સ બનાવે છે. તેનાથી પેસ્ટિસાઈડ-પોઈઝનિંગ થાય છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશન કહે છે. તેનો અંદાજ છે કે દર વર્ષે ૨૦ લાખ જેટલા લોકોને જંતુઘ્ન દવાનું ઝેર લાગે છે. પણ પોઈઝનિંગના અનરિપોર્ટેડ કેસ તો એક કરોડ જેટલા હશે તેમ વિશ્વ સંસ્થા માને છે. દર વર્ષે પેસ્ટિસાઈડ્ઝ-પોઈઝનિંગથી અંદાજે બે લાખ લોકો મરે છે. ૧૯૯૫માં બેયરે હાનિકારક ટોકસીક પેસ્ટિસાઈડ્ઝ પાછાં ખેંચવા વચન આપેલું પણ ગરીબ દેશોમાં હજીય વપરાય છે તેવો આક્ષેપ છે. બેયરનો જુનો બચાવ છે કે પેસ્ટિસાઈડ્ઝ સાચવીને વાપરો તો કાંઈ ન થાય.
સંયુક્ત રાષ્ટ્રસંઘની ફ્રૂડ એન્ડ એગ્રીકલ્ચરનામની સંસ્થાએ કડક નિયમ કર્યો છે કે પેસ્ટિસાઈડ્ઝ વાપરનારા ખેડૂતો કે મજુરો તાલીમ પામેલા અને પ્રોફેશનલ હોવા જોઈએ. એ લોકોએ રક્ષક -વસ્ત્રો પહેરવાં જોઈએ. જેનાથી કંઈ થતું નથી. એવો પણ આરોપ છે કે પેસ્ટિસાઈડ્ઝના ઝેરથી મર્યા હોય તેવા કેસમાં હોસ્પિટલોમાં વગ વાપરી છે કે મરણનું કારણ પેસ્ટિસાઈઝડ પોઈઝનિંગનું ન લખવું. અરે, ઘણા ડોક્ટરો સ્પષ્ટ લખતા કે ‘બેયસિસ્ટોનથી ઝેર લાગ્યું છે’. તેવું કારણ પણ લખવા આડે બેયર કંપની આવતી હતી. તેવો આક્ષેપ પણ છે કે હજી પણ ‘બેયસિસ્ટોન’ નામના પેસ્ટિસાઈડ્ઝના ઝેરથી મરણો થાય છે. બેયરના એન્ટિબાયોટિક્સ હવે તદન બિનઅસરકારક પુરવાર થાય છે તેમ વિજ્ઞાનીઓ કહે છે. માનવ માટે ફલુરોક્વીનોલોન્સ નામના એન્ટિબાયોટિક્સ તદ્દન નકામા છે છતાં ય કેમ વપરાયા કરે છે? અમેરિકામાં ‘ધ કો-એલશિન અગેઈન્સ બેયર’ નામની સેવાભાવી સંસ્થા ઊભી થઈ છે તેની સામે બેયરે સંખ્યાબંધ બદનક્ષીના દાવા કર્યા છે. પણ જર્મન સુપ્રીમ કોર્ટેે બેયરની ફેવરમાં ચુકાદા આપ્યા નથી. ‘મલ્ટિનેશનલ મોનિટર મેગેઝીન’એ ૨૦૦૧ની સાલના ૧૦ હાનિકારક કોપોઁરેશનોના લિસ્ટમાં બેયરનો સમાવેશ કર્યો છે. દા.ત. લિપોબેય (Lipo bay/Baycol)નામની દવા જે કોલેસ્ટરોલ ઘટાડવાનો દાવો કરે છે તેનાથી અમેરિકામાં ૧૦૦ મરણ થયેલાં તેવો આક્ષેપ છે.
૧૮૬૩ની સાલમાં ૧૪૮ વર્ષ પહેલાં ફ્રેડરીક બેયર અને જોહાન ફ્રેડરીક બેયર કંપની સ્થાપી હતી. શરૂમાં પાળેલાં પ્રાણીઓ- ગાય-ડુક્કર વગેરેના રોગોની દવા, ડાયાગ્નોસીસનાં યંત્રો, દવાઓ, સ્ત્રીઓના રોગોની દવાઓ પછી ડાયાબિટીસની દવા, પેસ્ટિસાઈડ્ઝ અને છેલ્લે એડહેસિવ બનાવવા માંડ્યા... અને પછી છેક નપુંસકતા નિવારવા લેવિટ્રા નામની દવા બનાવે છે. પરંતુ તેના પેસ્ટિસાઈડ્ઝ ખેતીમાં વાપરવાથી ફ્રાન્સમાં ૯૦ અબજ મધમાખી મરી ગઈ હતી અને મધનું ઉત્પાદન ૬૦ ટકા ઘટી ગયેલું. અમેરિકામાં ૩૦થી ૯૦ ટકા મધપૂડા નષ્ટ થયેલા. કલોથિઆનિડિન નામના ડેન્જરસ પેસ્ટિસાઈડ્ઝના એકલા અમેરિકાના વેચાણમાંથી ૨૬.૨ કરોડ ડોલરનો નફો બેયરને થયો હતો...
આજે નેપાળમાં બેયર કંપની અમેરિકામાં હાડય હાડય થયેલાં પેસ્ટિસાઈડ્ઝ છુટથી વેચે છે. ફેશનેબલ ભ્રષ્ટાચાર કરવામાં બેયર ઉસ્તાદ છે તેવો આરોપ છે. અમેરિકન હાર્ટ એસોસિયશન માત્ર એસ્પિરિન જ પ્રિસ્ક્રાઈબ કરે તે માટે R અઢી કરોડ અને અમેરિકન ડાયાબિટીક એસો.ને બીજા અઢી કરોડ દાનમાં આપ્યા છે જેથી તેની એન્ટિડાયાબિટીક દવા વેચાય! આવા કેટલાય આક્ષેપો છે. ભારતમાં વાજતે ગાજતે બેયર ધંધો વિસ્તરવા આવી છે તો ઉપરના આક્ષેપોના જવાબ આપે તેવી અપેક્ષા છે.ટડટ