આદિત્ય ચોપડા માટે પ્રદીપ સરકારે નીલ નીતિન મુકેશ અને દીપિકા પાદુકોણની સાથે ફિલ્મ ‘લફંગે પરિંદે’ બનાવી. તેમાં નીલ સ્ટ્રીટ ફાઈટર છે અને એ આંખે પાટા બાંધીને લડે છે. દીપિકા આંધળી છોકરી બની છે, તેને અવાજથી અંદાજ બાંધીને નિશાન સાધતાં નીલ શીખવે છે. મહાભારતમાં એક કથા છે કે એકલવ્યએ કૂતરાને ભસતો રોકવા અનેક તીર મારીને તેનું મોઢું બંધ કરી દીધું હતું. તીર એવી રીતે છોડાયાં હતાં કે કૂતરાનું ભસવાનું બંધ થઈ ગયું, પણ એ પશુને સહેજ પણ ઈજા ન થઈ.
કહેવાય છે કે મોહમ્મદ ગઝનીએ પૃથ્વીરાજ ચવ્હાણને આંધળો બનાવી દીધો હતો. પરંતુ કવિ ચંદ બરડાઈના દોહાને આધારે અંતરનો અંદાજ બાંધીને પૃથ્વીરાજે ગઝની પર પ્રહાર કર્યો હતો. સંગીતકાર જયકશિન પાશ્વg સંગીતને રેકોર્ડ કરવા માટે ર્દશ્ય જોતી વેળા તેનો સમય નોંધતા નહોતા, પણ પોતાના મનમાં ગુંજતા સંગીતની બીટ ગણતા હતા અને તેમણે કરેલાં કમ્પોઝિશન્સ હંમેશાં ર્દશ્યના સમયગાળામાં બંધબેસતા ‘ફિટ’ રહેતાં હતાં.
એક અમેરિકી ફિલ્મમાં કેદી ઘડિયાળ જોયા વિના સમય કહેતો હતો અને તેની એ આવડતને લીધે કેદીઓ જેલમાંથી નાસી જવામાં સફળ થતા હતા. આર. કે. નૈયરની ફિલ્મ ‘કત્લ’માં અંધ નાયક (સંજીવકુમાર) તેની બેવફા પત્નીની હત્યા કરે છે. પત્ની પોતાના પતિના અવાજ પરથી નિશાન સાધવાની ક્ષમતાથી વાકેફ છે તેથી એ ઓરડામાં હલનચલન અને શ્વાસ લેવામાં અવાજ ન થાય તેની કાળજી રાખે છે. પણ એ દરવાજા પાસે પહોંચીને રાહતનો શ્વાસ લે છે અને પતિની ગોળીથી વિંધાઈ જાય છે.
નાયક અને નાયિકા બન્ને અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલાં હતાં. નાયકે નાયિકાને અભિનયની તાલીમ દરમિયાન હંમેશાં સંવાદ બોલતાં અને અભિનય કરતી વેળા શ્વાસ પર કાબૂ રાખતાં શીખવવાની કોશિશ કરી પણ એ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.અવાજ પરથી નિશાન સાધવાનાં વિવરણો મહાભારતના સમયથી લઈને આજ સુધી મળે છે. મોટે ભાગે અંધ વ્યક્તિ સારું સાંભળી શકે છે અથવા તેમની સૂંઘવાની શક્તિ અધિક હોય છે. સૂરદાસે કૃષ્ણલીલાનું એવું વર્ણન કર્યું છે કે જાણે આખી ઘટના નજર સામે બની હોય. મનુષ્યની પાંચેય ઇન્દ્રિય ઓ ભીતરથી જોડાયેલી હોય છે અને તેમનામાં આશ્ચર્યજનક તાલમેલ હોય છે. આપણાં વર્ણનો અને નિર્ણય પાંચેય ઇન્દ્રિય ઓથી પર અવચેતન મન દ્વારા શાસિત હોય છે.
ફિલ્મ ‘લફંગે પરિંદે’માં અંધ નાયિકા જાગ્રત અને આશાઓથી થનગનતી મસ્તીખોર દેખાય છે. તેનામાં જીવન જીવવાનો ઉમંગ છે. સિનેમાગૃહમાં આંખોવાળો નાયક ફિલ્મની કથા સંભળાવવા ઇચ્છે તો એ કહે છે કે એ ફિલ્મ જોવા આવી નથી. સંકેત સ્પષ્ટ છે કે અંધત્વથી તેના આનંદને અસર થઈ નથી. નાયક નીલનું સ્ટ્રીટ ફાઈટર હોવું આશ્ચર્યનો વિષય બને છે કારણ કે ભારતમાં આવો વ્યવસાય હોતો નથી. પ્રદીપ સરકાર, વિજ્ઞાપન જગતમાંથી દિગ્દર્શન તરફ આવ્યા છે. તેમની પ્રથમ ફિલ્મ પરિણીતા સફળ હતી.