Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

કાંતિ ભટ્ટ: તમારી સફળતાની ચાવી તમારા જ હાથમાં

 
Source: Aaspass, Kanti Bhatt   |   Last Updated 12:37 AM [IST](02/02/2012)
 
 
 
 
 
નેપોલિયન હીલે કહેલું કે તમારી પ્રગતિ આડે બીજું કોઈ નહીં તમે જ આડા આવો છો. કંઈક નવું, કંઈક અનોખું તમારે જીવનમાં, રમતમાં, વિજ્ઞાનના વિષયમાં પીરસવું. નહીંતર નિષ્ફળતાનો ડેવિલ ઘૂરકી કરતો બેઠો હોય છે. તેને તમારા સેલ્ફ-કોન્ફિડન્સથી હરાવી શકો છો.

પ્રીતિ કરો નિત જાન સુજાન
ઔર હેવાન સોં પ્રીતિ કૈસી...

કવિ ગંગની ઉપરની કવિતાને જાણે છેક ૧૯૩૮ના નેપોલિયન હીલ નામના અમેરિકન લેખકે તેના જુના ટાઈપરાઈટર પર લેખ રૂપે આબેહૂબ લખેલી. તે પુસ્તકનું નામ હતું ‘આઉટ વિટિંગ ડેવિલ-ધ સિક્રેટ ટુ ફ્રીડમ એન્ડ સક્સેસ.’ આ લેખકે ‘થિન્ક એન્ડ ગ્રો રિચ’ નામનું પુસ્તક લખેલું અને ધનિક થવાની ચાવી જગતને બતાવેલી. કદાચ ગુજરાતીમાં હું પ્રથમવાર નેપોલિયન હીલની થિયરી વિષે લખું છું જે આજના યુવક-યુવતીને કામ લાગે તેવી છે. સાથે સાથે જુની શિખામણનો મેળ પાડે તેવું તાજેતરનું પુસ્તક જે મારા વૈધ્ય મિત્રે અપાવ્યું છે તે ‘ધ રૂલ્સ ઓફ લવ’ની ૨૧મી સદીની વાત પણ લખીશ.

કવિ ગંગે ઉપરની કવિતામાં પોતાની માન્યતા જણાવી છે. માનવીએ જે આત્મીય હોય અને સહૃદય હોય તેની સાથે જ પ્રીતિ બાંધવી જોઈએ. સતત તમારા માટે ક્રિટિકલ હોય તેવી વ્યક્તિમાં સમય અને પ્રેમ ન વેડફવો. આવી વ્યક્તિને પ્રેમ કરવો તે મૂર્ખતા છે. કવિએ સૂડા નામના પંખીનો દાખલો આપ્યો છે. કપાસના ઝીંડવાને તે ઉત્તમ રસવાળું ફળ માનીને તેનું સેવન છ મહિના સુધી કરે છે. છઠ્ઠે મહિને કપાસનું ઝીંડવું ફાટે છે અને તેમાંથી કોઈ રસ નીકળતો નથી કે ખાવાલાયક ગર્ભ નીકળતો નથી. માત્ર રૂ નીકળે છે. આવું જ શુષ્ક હૃદયનાં સ્ત્રી કે પુરુષને પ્રેમ કરનારાની હાલત થાય છે.

‘ધ રુલ્સ ઓફ લવ’ પુસ્તકમાં રિચાર્ડ ટેમ્પલર કહે છે કે ‘બી યોરસેલ્ફ’- પ્રથમ તમે તમારું આગવું વ્યક્તિત્વ કેળવો. તમે કોઈ પ્રેમી પાત્ર શોધો તેમાંથી જ સુખ મળશે તેવી અપેક્ષા ન રાખશો. યુ વીલ નોટ બી હેપ્પી વીથ અને પાર્ટનર અંન્ટીલ યુ આર હેપ્પી ઓન યોરસેલ્ફ- તમે તમારાથી જ સુખી ન હો, તમારાથી જ આનંદીત ન હો ત્યાં સુધી બીજામાંથી સુખ મેળવી શકશો નહીં. એવું પણ બને કે સૂડો કપાસના ઝીંડવા ઉપર બેસીને અંદરથી રસગુલ્લુ ઇચ્છે અને નીકળી પડે ઘાસ તેવું તમે માની લીધેલાં પ્રેમીપાત્ર નક્કામાં નીકળે.આપણે નેપોલિયન હીલની વાત કરવાની છે.

આજ સુધી ગુજરાતીમાં નેપોલિયન હીલ વિષે મારી જાણ પ્રમાણે કોઈએ લખ્યું નથી ! તેના વિચારોનાં રત્નો તમને મંજુર હોય તો જ નીચે વાંચીને કબૂલ કરજો. સૌપ્રથમ તેણે યુવા લેખકો, યુવા વેપારીઓ, યુવા વિજ્ઞાનીઓને કહેલું કે તમારી પ્રગતિ આડે કોઈ જ આવતું નથી. તમારી પ્રગતિ માટે તમારે પોતે ચારેકોર સજજ થવાનું છે. નેપોલિયન હીલ સતત લખતો રહ્યો. ઠેરઠેર પ્રવચનો આપતો રહ્યો પણ ૨૦-૨૦ વર્ષ સુધી તેને જોઈએ તેટલું માન ન મળ્યું કે ઓળખ ન મળી.

એ પછી તે ડેલ કાર્નેગીના પરિચયમાં આવ્યો. કાર્નેગીએ કહ્યું કે વીસ વર્ષની તપસ્યા એ તો કાંઈ નથી. વધુ પણ તપવું પડે. વળી જુના લેખકો કે જુના વિજ્ઞાનીઓ તારી સંગતિ આડે આવે છે તે વાત છોડી દે. તારી લઘુતાગ્રંથિ છોડ. જહોન ડી. રોકફેલર, થિઓડર રુઝવેલ્ટ, થોમસ એડિશન વગેરે બહુ મોટા માણસો છે અને તારી સાથે વાત નહીં કરે તેવું માની ન લે. તેમના ઇન્ટરવ્યૂ લે. જરૂર તને ઇન્ટરવ્યૂ આપશે. તારામાં આત્મવિશ્વાસ આવશે... અને બન્યું પણ તેમ જ.

એ પછી નેપોલિયન હીલે યુવાનોને કહ્યું મોસ્ટ રિયલ ફેઇલ્યોર્સ આર ડયુ યુ લિમિટેશન્સ. યુ સેટ અપ ઇન યોર માઈન્ડ. તમે તમારા મનમાં કોઈ મર્યાદા મૂકી ન દો. મારી વાત કરું તો હું નવો નવો પત્રકાર તરીકે મુંબઈ આવ્યો ત્યારે વિજ્ઞાન, રાજકારણ, સમાજશાસ્ત્ર એ તમામ વિષે લેખ લખનારા વિજય ગુપ્ત મૌર્ય (વિજયભાઈ વાસુ-) ચારે કોર છવાયેલા હતા પરંતુ વિજયભાઈ મારા લેખ દૈનિકોમાં પ્રગટ થાય તેની આડે આવતા નહોતા.

મેં મારી કલમને અને ચારેકોરની માહિતીને સતેજ કરવા માંડી અને આપોઆપ તંત્રીઓ લેખ છાપવા માંડ્યા તે આજ સુધી ચાલે છે. જો તમે જુના લેખકને ‘આઉટવીર’ કરશો, તેને ટપી જશો તો ઓટોમેટિક તમે પ્રકાશમાં આવશો. દિવ્ય ભાસ્કરે કેટલાય નવા લેખકો પેદા કર્યા છે. શરત છે કે તમારામાં ઇનોવેટિવ પાવર હોવો જોઈએ. કંઈક નવું, કંઈક અનોખું તમારે જીવનમાં, રમતમાં, વિજ્ઞાનના વિષયમાં પીરસવું જોઈએ નહીંતર નિષ્ફળતાનો ડેવિલ ઘૂરકી કરતો બેઠો છે તેમ નિપોલિયન હીલ કહે છે.

આ ‘નિષ્ફળતા’ના ડેવિલને તમે તમારા જ બનાવેલા શસ્ત્રથી એટલે કે સેલ્ફકોન્ફિડન્સથી હરાવી શકો છો. આજે સ્કૂલો કે કોલેજમાં ઘણું શીખવાડાય છે પણ તમારે વ્યક્તિ તરીકે કેમ સફળ થવું !એ કોઈ શીખવતું નથી. તમે પુરુષાર્થમાં જ્યારે ઓછા ઉતરો છો ત્યારે જ નિષ્ફળતાનો ડેવિલ દેખા દે છે તેમ નેપોલિયન હીલે કહેલું.

નેપોલિયન હીલે તેના પુસ્તકની શરૂઆતમાં જ કહેલું કે આજે વિશ્વને પ્રેક્ટિકલ અને સમજી શકાય તેવી સિદ્ધિ મેળવવાને લાગતી ફિલસૂફીની જરૂર છે, મહત્વાકાંક્ષાની જરૂર છે. વળી માત્ર મહત્વાકાંક્ષા રાખીને બેસી રહીને કે તમારી પ્રગતિ આડે કોઈ વ્યક્તિ કે સંયોગો આવે છે તેમ માનીને બેસી રહેવાય નહીં. તમારામાં હિંમત, સતત મથામણ અને અંગ્રેજીમાં જેને ટેનાસીટી અગર ટેનેસિયસનેસ કહે છે તે ગુણો દ્રઢ નિશ્વયતા, તન્મયતા, કારણશક્તિ, સંલગ્નશીલતા અને લસલસાહટ. એન્ડ´ કાર્નેગીની સલાહ માનીને નેપોલિયન હીલ ખૂબ વાંચવા માંડયો. દરેક ક્ષેત્રના વિષયને પચાવવા માંડયો. અમેરિકા કે ઇંગ્લેન્ડમાં જેટલાં મેગેઝિન પ્રગટ થાય તે વાંચતો ગયો.

આખરે તેણે ‘નેપોલિયન હીલ મેગેઝિન’ પ્રગટ કર્યું, પછી ‘સક્સેસ’ મેગેઝિનનો તંત્રી બન્યો. નેપોલિયન હીલે બીજું એક સૂત્ર આપેલું ‘ધ વસ્ર્ટ ઓફ ઓલ એઇલમેન્ટ ઇઝ ઇનડિસશિન’ અથૉત્ કદી જ અનિણીgત અવસ્થા કે દ્વીધામાં ન રહેવું. કહેવું તો બેધડક કહી દેવું ‘નરોવા કુંજરો વા’ નહીં વાપરવું. જલદી નિર્ણય કરી તેનો અમલ કરી સફળતા-નિષ્ફળતા વિધાતાને સોંપવી. યાદ રહે આ યુગ કોણી મારીને રસ્તો કાઢવાનો છે અને ભીંત ફાડીને પીપળો ઊગે તેમ ઊગી નીકળવાનો છે, પણ કઠિન રાહના ફળ જ અંતે મીઠાં હોય છે.વિલિયમ હેન્લીનું સૂત્ર ‘હાઉ ડિફિકલ્ટ ઇઝ પાથ.... આઇ એમ ધ માસ્ટર ઓફ માય ફેઇટ અને કેપ્ટન ઓફ માય સાઉલ.

આસપાસ, કાંતિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.