Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

કાંતિભટ્ટ: તુલસીના છોડને જિંદગીનો છોડ બનાવો

 
Source: Aaspass, Kanti Bhatt   |   Last Updated 12:33 AM [IST](05/11/2011)
 
 
 
 
 
તુલસીનો રસ શરીરના વિવિધ તત્વોને સમતોલ રાખે છે. સવારે તુલસી-આદુંનો ઉકાળો ગાયના દૂધ સાથે પીવાથી માનસિક તાણ દૂર થાય છે. તુલસી લાંબુ આયુષ્ય આપનારી અમૃત ઔષધી છે.

ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન ભારતની જુની સંસ્કૃતિથી એટલા આકષૉયેલા કે તેની પુત્રીનું નામ ઇન્ડિયા રાખ્યું હતું. તે ‘ભારતપુત્રી’ આજે બહામા ટાપુમાં રહે છે અને તુલસીનું મહત્વ સમજે છે. પશ્ચિમના વિજ્ઞાનીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ આપણા કરતાં કદાચ તુલસીના છોડનું ઔષધીય મહત્વ વધુ સમજે છે. ડૉ.. ફ્રેડરિક સાયમન્સે ‘પ્લાન્ટ્સ ઓફ લાઈફ એન્ડ પ્લાન્ટ્સ ઓફ ડેથ’નામના પુસ્તકમાં ભારતીય નારી પરણે, ગર્ભવતી થાય, પુત્ર જન્મે અને માણસ મરે ત્યારે પણ તુલસીનું કેટલું મહત્વ છે તે લખ્યું છે.

હિન્દુઓમાં માણસ મરે ત્યારે તેના મોંમાં તુલસી દલ મુકાય છે. ડૉ.. ફ્રેડરિક તુલસીનું મહત્વ જાણવા છેક કેરળના નાયર લોકો સુધી ગયેલા. મલબારના નાયર લોકો ઈવીલ સ્પિરિટને ભગાડવા દરેક ઘરમાં તુલસીનો છોડ રાખે છે. આજે તમે શહેરીઓ તુલસીના છોડની અવગણના ન કરો. ઘરે ગેલેરીમાં કે આંગણે તુલસીનું કૂંડું જરૂર રાખો.

બીજા એક વિજ્ઞાની ડૉ.. સ્લીમેને ૧૯મી સદીમાં તુલસીવિવાહનું મહાત્મ્ય સમજાવેલું. કેરળમાં શાલગિ્રામ (વિષ્ણુ)નો વરઘોડો તુલસીને પરણવા નીકળે છે. તેમાં એક લાખ જાનૈયા, ૪૦૦૦ ઘોડા ૧૨૦૦ ઊંટ અને આઠ હાથી હોય છે! એ જમાનામાં અને આજે પણ ઓરિસ્સાના બ્રાહ્નણો તુલસીના છોડનું એક પાન તોડે તોય ઈશ્વરની માફી માગે છે. રવિવારે તો તુલસીનું પાંદડું તોડાય જ નહીં. ઓરિસ્સાની સ્ત્રી તુલસી પૂજન વખતે અખંડ સૌભાગ્ય માગે છે.

કુદરતી છોડો જે ઔષધીય હોય છે તે મહત્તમ (૨૫૦૦થી વધુ) ભારતમાં પાકે છે. તે માટેના શાસ્ત્રને ફાર્માકોગ્નોસી (ડોૂચ્કૂ ઈગ્gખ્ગ્જન્) કહે છે. કુદરતી છોડમાંથી જે ઔષધી મેળવવાનું શાસ્ત્ર છે તેને ફાર્માકોગ્નોસી કહે છે. આ શાસ્ત્રમાં તુલસી વિષે કહ્યું છે કે તુલસી ભૂખ લગાડે છે, તુલસીનો મોટો ગુણ એન્ટિસ્પેસમોડીક છે એટલે કે પાચનતંત્ર અને મૂત્રમાર્ગના અવરોધોને ટાળે છે. કફ, શરદીમાં તુલસીનો કાઢો પીવાય છે. આ વાતો ફાર્માકોગ્નોસીમાં લખી છે.

‘ઇકોઈન્ડિયા’ની વેબસાઈટના કહેવા પ્રમાણે સાસણગીરમાં ‘ગીર વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુઅરીમાં તુલસીના વન ઉગાડ્યાં છે.’ ખાસ કરીને શ્યામ તુલસી શ્વાસના દદોઁમાં વપરાય છે. ભગવદ્વગો મંડળ કહે છે કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને પ્રિય હતો. જો તમારે લક્ષ્મીના સ્વામી વિષ્ણુને પ્રસન્ન કરવા હોય તો આંગણે તુલસીના નવ કૂંડાં રાખો. તેનાથી કંઈ નહીં તો હવા શુદ્ધ થાય છે. આજે ચકલીઓને વિદેશના બિયારણવાળાં અનાજ ગમતાં નથી. મારી ગેલેરીમાં તુલસીના છોડનાં નવ કૂંડામાંથી મહોર ખાવા સવારે ચકલીઓ આવે છે. બચપણમાં મેં જોયેલું કે વીંછીના ડંખને હળવો કરવા તુલસી વાટીને તેનો રસ લગાવાતો.

મહાત્મા ગાંધીજી સ્થાપિત પૂણે નજીકના ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં બાબુરાવ નામના હરજિને તુલસીવન ઉગાડેલું. રોજેરોજ ૩૦ દર્દીને સવારે મોટા ટબમાં તુલસીનાં પાંદડાં અને આદું ઉકાળીને પછી તાડગોળ સાથે આ કાઢો અપાતો. તુલસીને મરાઠીમાં તુળસ કહે છે. અંગ્રેજીમાં ‘હોલી બેસીલ’ કહે છે. આરબ લોકો પણ કાવામાં ઉલસીબદરૂતના એટલે કે તુલસીનાં પાંદડાં નાંખીને પીતા. લેટિન ભાષામાં તુલસીને ઓસિમમ સેંકટમ કહે છે. સેંકટમ એટલે પવિત્ર છોડ! કુદરત માત્ર હિન્દુસ્તાન ઉપર એટલી મહેરબાન છે કે તુલસીના છોડ સૌથી વધુ ભારતમાં જ ઉછરે છે. બીજા દેશોમાં થાઈલેન્ડ, શ્રીલંકા અને બમૉમાં થાય છે.

ખરેખર તો દરેક હિન્દુસ્તાનીએ સવારે ચા પીતી વખતે તેમાં તુલસીનાં ચાર-પાંચ પાંદડા જરૂર નાખવા જોઈએ. બાળકને ઊલટી થતી હોય કે ઝાડા થયા હોય તો ગાયના દૂધમાં તુલસીનાં પાન આદું અને મધ નાંખીને પાવા જોઈએ. તેમ ‘આર્યભિષક’કરે છે. વિકિપીડિયા કહે છે કે ચોમાસામાં ચાર માસ લગ્નો થતાં નથી. હિન્દુઓમાં તુલસીવિવાહનો ધાર્મિક વિધિ પાંચમી નવેમ્બર-૨૦૧૧ના પૂરો થાય પછી જ હિન્દુઓ લગ્નની તિથિઓ નક્કી કરે છે.ઘણા વૈષ્ણવો તુલસીના મૂળ કે જાડા થડમાંથી બનાવેલી માળા પહેરે છે અને શ્રદ્ધા રાખે છે કે આ માળા પહેરનારનું હનુમાન રક્ષણ કરે છે. શિવભક્તો રુદ્રાક્ષની માળા પહેરે છે. રામભક્તો તુલસીની માળા પહેરે છે. આ બાબતમાં મોરારિબાપુ વધુ કહી શકે.

તુલસીના ગુણો અંગે ચરક સંહિતામાં વળી આશ્ચર્યજનક ગુણ લખ્યો છે. અંગ્રેજીમાં તુલસીને એડેપટોજન કહે છે એટલે કે શરીરનાં વિવિધ તત્વોને તુલસીનો રસ સમતોલ રાખે છે અને ર૧મી સદીમાં તો સવારે તુલસી -આદુંનો ઉકાળો ગાયના દૂધ સાથે પીવાથી સ્ટ્રેસ-માનસિક તાણ ઓછી થાય છે તેથી જરૂર પીવા ચરકસંહિતામાં તુલસીને ‘‘એલિકિસસ ઓફ લાઈફ’ એટલે કે લાંબુ આયુષ્ય આપનારી અમૃત ઔષધી કહી છે. જુના જમાનામાં ઘઉં-બાજરાને જંતુમુક્ત રાખવા માટે બીજી કેમિકલવાળી દાવા નહોતી ત્યારે ગાયના છાણાની રાખ લીમડા અને તુલસીનાં પાદડાં નાંખીને અનાજને જંતુમુક્ત રખાતું.

વિકિપીડિયા લખે છે કે તાજેતરના ૨૦૧૧ના અભ્યાસ પ્રમાણે તુલસીમાં યુજેનોલ નામનું તત્વ માલુમ પડ્યું છે તેને કારણે તે ડાયાબિટિસવાળા માટે લાભકારક છે! તેનાથી કોલેસ્ટરોલનું લેવલ નીચું રહે છે. અણુપ્લાન્ટમાં ડૉ.. વિક્રમ સારાભાઈ તુલસીના વન ઉગાડવાનું કહેતા. પૂર્વ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા કોલેજો, સ્કૂલો અને સરકારી ઓફિસના પ્રાંગણમાં તુલીસના છોડ ઉગાડવાનું કહેતા. અણુપ્લાન્ટના પ્રાંગણમાં એટલા માટે કે તુલસીના છોડ રેડિયેશનની (કિરણોત્સર્ગી હાનીવાળી અસર) સામેની કુદરતી ઢાલ બને છે!

આ બધી વાતો જવા દો. તમારા ચિત્તને સવારે પ્રફુલ્લીત બનાવી રોગપ્રતિકાર શક્તિ વધારવા તુલસી-આદું-મધનો ઉકાળો જરૂર પીઓ. ચામાં તો જરૂર તુલસી નાખજો.

આસપાસ, કાંતિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.