Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

સેલફોન તમારો દુશ્મન બને તે પહેલાં થઇ જાવ સાવધાન...!

 
Source: Aaspass, Kanti Bhatt   |   Last Updated 12:32 AM [IST](07/01/2012)
 
 
 
 
 
બ્લેકબેરીએ ચેતવણી ઉચ્ચારી છે કે ગર્ભવતી સ્ત્રી અને ટીનેજરો સેલફોનથી દૂર રહે. અમેરિકામાં ૧૬૦૦ લોકો સેલફોન થકી થયેલા કેન્સરથી મરી ગયા છે.

‘કથા સુણી સુણી ફૂટ્યા કાન તો ય ન આવ્યું બ્રહ્નજ્ઞાન’ આવું તો કથા સાંભળનારા કથાને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાંખે તેમના માટે કહેવાય છે, પણ આખી દુનિયાનાં સાયન્સ મેગેઝિનો, વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યુયોર્ક ટાઈમ્સ વગેરે તમામ અખબારો કહે છે કે સેલફોનથી કેન્સર થાય છે. તે વાતને કોઈ ગાંઠતું નથી. તાજેતરમાં એક પર્યાવરણવાદી મહિલાએ ‘ડિસકનેકટ’નામનું પંદર ડોલરનું (રૂ.૭૫૦) પુસ્તક પ્રગટ કર્યું છે તેમાં કેટલાય વિજ્ઞાનીઓને ટાંકીને સેલફોનના વપરાશ સામે લાલ બત્તી ધરી છે.

લેખિકાનું નામ છે ડેવરા ડેવિસ. તે પોતે પણ સાયિન્ટસ્ટ છે. મેયો ક્લિનિક નામનું અમેરિકાનું મશહુર નિસર્ગોપચાર સેન્ટર છે તે કહે છે કે સેલફોન વાપરવાથી ‘એકોસ્ટીક ન્યુરોમા’ થાય છે. એટલે કે કાનની નળીમાંથી કેન્સર ફેલાઈને મગજને બગાડે છે. લંડનમાં તો બ્રિટિશ પાલૉમેન્ટે પણ સેલફોનના જોખમો અંગે ચર્ચા કરીને પાલૉમેન્ટના સભ્યોને કહ્યું છે કે સેલફોન ન વાપરો. વાપરવો પડે જ તો ખૂબ ઓછો વાપરો. કાનથી દૂર રાખો. બ્લેકબેરી નામની સેલફોન કંપનીએ જ ચેતવણી ઉચ્ચારી છે કે તમારા હાથ મુકત રહે અને સેલફોન ખિસ્સામાં રહે તેવું કોઈ સાધન વાપરો. અરધા કલાક સુધી સતત વાત કરનાર માટે મગજના કેન્સરનો ભય છે.

બ્લેકબેરીએ ચેતવણી ઉચ્ચારી છે કે ગર્ભવતી સ્ત્રી અને ટીનેજરો સેલફોનથી દૂર રહે. અમેરિકામાં ૧૬૦૦ લોકો સેલફોન થકી થયેલા કેન્સરથી મરી ગયા છે.હવે અમેરિકામાં જે નવા સેલફોન આવ્યા છે તે સ્પષ્ટ ચેતવણી આપે છે (નાના ટાઈપમાં) કે ફોનને કાનથી એક ઇંચ દૂર રાખો. ઘણી ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસે સેલફોન કંપનીઓ આવીને સેલફોનના ઘરાકો તેને સેલફોનથી થયેલા નુકસાનનો દાવો કરે તો તેની સામેનો વીમા ઉતારવાની ના પાડે છે.

‘ડિસકનેકટ’ પુસ્તકમાં બહુ વિસ્તારથી તેની લેખિકા ડેવિસ સેલફોનનાં ભયસ્થાન બતાવે છે. ખાસ વાત તો એ કે મોટે ભાગે યુવાનો કે ભારત જેવા દેશમાં આ ચેતવણીને કોઈ ગાંઠતું જ નથી. કરોડ લોકો સેલફોન વાપરે છે પણ અમે તો કોઈને કાંઈ પણ થયું સંભાળ્યું નથી. આના જવાબમાં ડૉ.. ડેવિસ કહે છે કે કેન્સરને વિકસતાં લાંબો સમય લાગે છે. દા.ત. જાપાનમા હીરોશીમા ઉપર અણુબોમ્બ પડ્યો ત્યારે ૧૦ વરસ સુધી કેન્સરના કેસમાં વધારો ન થયો પણ પછી ફટાફટ બ્રેઈન કેન્સર થવા માંડ્યાં હતાં.

ડૉ. ડેવિસ એક જબ્બર વાત કરે છે કે સેલફોનથી ઘણા પુરુષોના શુક્રાણુઓ ઓછા થઈ જાય છે અને તે સંતાનહીન રહે છે. ઓસ્ટ્રેલિયાના ડૉ.. જહોન એટકાન માને છે કે સેલફોનના રેડિયેશનથી શુક્રાણુ એટલા નબળા પડે છે કે સ્ત્રીનાં અંડ સુધી જઈ શકતા નથી. આજે અમેરિકા આખું સેલફોન વાપરે છે. ફ્રાંસમાં પાલૉમેન્ટે ખરડો પસાર કર્યો છે કે બાળકો માટેના ખાસ ફોન વેચી શકતા નથી. આ પ્રકારે ઇઝરાયલ અને ફિનલેન્ડે પણ કાનૂન પાસ કર્યો છે. ‘ડિસકનેકટ’માં લખ્યું છે કે માનવીના ડી.એન.એ.ને સેલફોન નુકસાન પહોંચાડે છે.

સેલફોનના અતિ વપરાશ સામે જ નહીં પણ વિદ્વાનો, પ્રવચનકર્તાને અને ઉગ્ર બોલનારાને પણ ચેતવણી અપાય છે કે વધુ પડતું એગ્રીસીવ બોલવાથી ડાયાબિટીસ વધી જાય છે, પણ આ વાતને કોણ માને? એ વખતે કચ્છના સંત કવિએ કહેલો દુહો યાદ આવે છે. સેલફોન વિશે લાખ ચેતવણી આપો કોઈ માનશે જ નહીં. વાતડિયું વિગતાખીયું અમ ઘટમાં ઘણેરીયુ પૂછતું જ નથી કે નુકસાન થાય છે? જો પૂછે તો કહીએ ને? આજે સૌએ માની જ લીધું છે કે જગતમાં ચાર અબજ લોકો સેલફોન વાપરે છે તેને કાંઈ થાય છે? એવી જ રીતે ડાયાબિટીસવાળા માને છે કે ગળ્યું નહીં ખાવાથી અને દૂધ પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે.

અરે ભાઈ, થોડી વાત આડી ફંટાવીને સેલફોનથી થતાં નુકસાનને થોડીવાર મુલતવી રાખીને કહેવું પડે કે ડાયાબિટીસ હોય ત્યારે પેઢાંને સ્વચ્છ રાખો. આ પ્રોફેસર એમ પણ કહે છે કે તમે સારા વકતા હો તો એગ્રેસીવલી ન બોલો. બહુ બોલ બોલ ન કરો. વધુ પડતી દલીલો ન કરો. બીજાને માફ કરતાં શીખો. લેખક હો તો આખી દુનિયામાં સતત વાંકુ જોવાને બદલે પોઝિટિવ વાતો લખો. કલમનું એગ્રેશન એ મનનું એગ્રેશન છે.

અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશને બે વર્ષ પહેલાં એક ચેતવણી ઉચ્ચારેલી (ઇન્ટરનેટ પર મથાળું જોઈ લેજો) ‘વોટ કોઝીમા ડાયાબિટીસ એન્ડ વ્હાય ધીસ ગ્લોબલ પ્રોબ્લેમ વર્સન્સ’. આ જગતભરની સમસ્યા કેમ વિકટ થતી જાય છે? ‘તમારે પૂર્ણ રીતે નોનડાયાબિટીસ પ્રોફાઈલ બનાવવું હોય તો તમે દવાઓ લીધા વગર પણ ડાયાબિટીસથી મુકત થઈ શકો. ખાસ કરીને તમારી લાઈફસ્ટાઈલ બદલો. (લાઈફસ્ટાઈલમાં બધું જ આવી જાય છે. ખાનપાન, વર્તણૂંક, બોલચાલ, ઊંઘ વગેરે તમામ) એક વાત ગળે ઉતરે છે તે સારી છે. દૂધ વગરની કાળી ચા પીઓ. ખાંડને બદલે મધ નાંખો. દૂધથી મુકત થાઓ.

ચાલો સેલફોનના વપરાશથી કાંઈ તમને તત્કાલિક કેન્સર થતું નથી પણ શું તમારો મેલંકલી મૂડ રહે છે? ગમગીનીમાં રહો છો? ડિપ્રેશનમાં રહો છો? ડાયાબિટીસ હોય ત્યારે ક્યાંય ગમતું ન હોય તો સેલફોનને ઉપાડીને ગપ્પાં મારો છો? અરે ભાઈ, સાહેબ આજે તો વધુ ને વધુ જૈન સાધુ અને ઋષિ જેવું જીવન જીવવાની જરૂર છે. તમારા સ્વતંત્ર મતને પરાણે દાબીને વધુ પડતા વિવેકી થાઓ છો તેને બદલે બોલવામાં અને સેલફોનના વપરાશમાં વિવેકી થાઓ. શેરીમાં, રસ્તામાં હાલતા-ચાલતા અને રસોડામાં સેલફોન ન વાપરો, પણ કોણ માનશે? ‘ડાઉન - ટુ-અર્થ’નામનું મેગેઝિન કહે છે કે ૨૦૦૩માં ૨.૨૮ કરોડ લોકો સેલફોન વાપરતા હતા. ૨૦૧૦માં ૫૮.૪૩ કરોડ!

આસપાસ, કાંતિ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.