અગમ્ય કારણોસર માનવજાતની એક મહત્વની જીવતી જાગતી અને ધબકતા જીવનવાળી હસ્તી જેને આપણે હીજડા કહીએ છીએ તેના વિશે બહુ ઓછું લખાયું છે. બાળક જન્મે ત્યારે હીજડા તેનાં દુ:ખણાં લઈ આશીર્વાદ આપે છે.
જયપુર ખાતેનું વિશ્વ સાહિત્ય સંમેલન સલમાન રશ્દીને કારણે ખૂબ ગાજ્યું. મારી સ્વ. પુત્રી શક્તિના કવિ પતિ જેને ન્યુયોર્ક ફાઉન્ડેશન ઓફ આર્ટ્સ તેમ જ રોકફેલર ફાઉન્ડેશન તરફથી સાહિત્યનાં ઇનામો મળેલાં તે કવિ જીત થૈલ પણ જયપુર ગયેલા. જીત થૈલે તાજેતરમાં હીજડાઓના જીવન ઉપરથી એક પુસ્તક લખ્યું છે તેનું નામ ‘નરકો પોલીસ’ છે. આ પુસ્તક યુરોપ-અમેરિકામાં ખૂબ વેચાયું છે. મુંબઈમાં તમામ બુક સ્ટોરમાં મળે છે.
અગમ્ય કારણોસર માનવજાતની એક મહત્વની જીવતી જાગતી અને ધબકતા જીવનવાળી હસ્તી જેને આપણે હીજડા કહીએ છીએ તેના વિશે બહુ ઓછું લખાયું છે. ગુજરાતી કુટુંબોને નાના-મોટા સૌરાષ્ટ્ર-ગુજરાતનાં શહેરોમાં અમદાવાદ કે મુંબઈમાં અનુભવ થયો હશે કે તમારા ઘરે પુત્રજન્મ થયો હોય કે તે પહેલાં સીમંતની ઉજવણી થાય કે લગ્ન લેવાય ત્યારે અમુક હીજડાઓ આવીને R ૧૦૦૦થી R ૫૦૦૦નો લાગો ઉઘરાવી જાય છે. રાજસ્થાની અને ભોપાલના લોકો હીજડાને બહુ ખુશીથી શુભપ્રસંગે લાગો આપી ખુશ કરે છે. બાળક જન્મે ત્યારે હીજડા તેનાં દુ:ખણાં લઈ આશીર્વાદ આપે છે.
એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકા અને ‘અમેરિકાના’માં હીજડા વિશે બહુ જ ટૂંકમાં લખાયું છે. ભગવદ્ગો મંડળમાં હીજડા માટેનો પર્યાય નપુંસક, રાંડવો કે વ્યંડળ છે. ભારતમાં લગભગ ૨૦ લાખથી વધુ હીજડા છે અને દર વર્ષે હિન્દુસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વધુ હજાર હીજડા પેદા થાય છે. તમને એક નવી વાત કહું. તમે પૂછશો કે અમેરિકામાં હીજડા છે? વિકિપીડિયા કહે છે કે જેની જનનેન્દ્રીયને કાપી નખાય કે ખસ્સી કરાય તે ‘હીજડા’ તરીકે ઓળખાય છે. પણ અમેરિકામાં કોઈ ‘ધાર્મિક’ વિધિ માટે નહીં પણ દર વર્ષે બે લાખ જેટલા પ્રોસ્ટેટના કેન્સરના રોગી ઊભા થાય છે.
તેમનાં વૃષણને કાપી લેવા પડે છે. તેને ‘કેમિકલ કાસ્ટ્રેશન’ કહે છે. આ પ્રકારે ગુપ્તેન્દ્રીયના કેન્સર થકી હીજડા થયેલા હોય તેવા પાંચ લાખ ‘હીજડા’ અમેરિકામાં છે! આવા કાસ્ટ્રેટ થયેલા પુરુષો પોતાને માટે આ અણગમતો શબ્દ સ્વીકારતા નથી પણ તેમનાં લક્ષણો હીજડા જેવા હોય છે. અમેરિકામાં જે એશિયા કે આફ્રિકાના લોકો ગયા છે તેમાંથી દર વર્ષે સ્વેચ્છાથી ૭૦૦૦થી ૧૦૦૦૦ હીજડા પેદા થાય છે. એલોપથિક ભાષામાં તેને જેન્ડર ડિસ્ફોરીયા કહે છે.
આવા ૭૦૦૦થી ૧૦૦૦૦ લોકો પુરુષ તરીકે જન્મે છે, પણ તેમનું મગજ સ્ત્રૈણ હોય છે. અમે કાઠિયાવાડમાં આવા સ્ત્રૈણ પુરુષને ઓળખી કાઢી તેનાં લક્ષણો પરથી બાયલો કે માવડિયો કે અંતે હીજડો કહેતા. ૨૦૦૩માં ‘અમેરિકન યુનકસ’ નામની ફિલ્મ ઉતરેલી. અમેરિકામાં હીજડાઓ અન્ડરવર્લ્ડના માણસ ગણાય છે. પાકિસ્તાનમાં ૨૦૧૦માં ‘કિસ ધ મૂન’ નામની હીજડા વિશે ઘણી જ જાણકારી આપતી ફિલ્મ ઉતરેલી. તમને આશ્ચર્ય લાગશે કે કરાચીમાં બહુચરાજીનું મંદિર છે અને ત્યાં મુસ્લિમ અને હિન્દુ હીજડાઓ દેખા દે છે.
સિકંદરના દરબારમાં બાગોએસ નામનો પ્રખ્યાત હીજડો હતો. તેની કથા લખાઈ છે. આજ સુધીમાં એક ડઝન જાણીતા લેખકોએ હીજડાઓની કથા લખી છે. તુર્કીના સુલતાનના દરબારમાં યાશીમ તોગાલુ નામના હીજડાને સુલતાને ડિટેક્ટિવ તરીકે રાખેલો. તેના જીવન ઉપરથી જેસન ગુડવીન નામના અંગ્રેજે ૨૦૦૭માં નવલકથા લખેલી તેનું નામ ‘જાનસારી ટ્રી’ છે. વિયેતનામ, ઇટાલી, થાઈલેન્ડ, મલેશિયા અને એ તમામ એશિયન દેશોમાં હીજડા છે.
જ્યારે રૂઢીવાદી હિન્દુઓને ત્યાં સંતાન થતું નથી ત્યારે બહુચરાજી માતાની માનતા માને છે અને સંતાન થાય ત્યારે બહુચરાજીની યાત્રાએ જાય છે. આ બહુચરાજી માતાના મંદિર માટે નરેન્દ્ર મોદીની ગુજરાત સરકાર ખાસ વહાલસોયું ધ્યાન રાખે છે તે આ લેખના બીજા હપ્તામાં બહુચરાજી વિશે લખીશ ત્યારે જાણીશું.
દરમિયાન શરૂમાં ફરીસ મલિક નામના એક મૂળ ક્રિશ્વિયનની બુદ્ધિમાં ઉતરે તેવી વાત જાણીએ. તે કહે છે કે ‘એક દિવસ મેં બાઈબલમાં વાંચ્યું કે ઈસુ ખ્રિસ્ત અમુક હીજડાને માતાના ગર્ભમાં જ પેદા કરે છે! પણ વાસ્તવમાં મેં જોયું કે માણસના ‘અમુક’ અંગછેદન પછી તે હીજડો બને છે. મારો અનુભવ છે કે ઘણા પુરુષોનું લિંગ છેદન થતું નથી છતાં તે પુરુષને સ્ત્રી માટે કોઈ વાસનાવાળું આકર્ષણ થતું નથી. હા, તેને પુરુષનું આકર્ષણ હોય છે. મારા મત પ્રમાણે પુરાણા જમાનામાં જેને સ્ત્રીનું આકર્ષણ ન થતું તે લિંગ કપાવે કે ન કપાવે તેને હીજડો જ ગણાતો.’
પુરાણા જમાનામાં અંગ્રેજીમાં હીજડા માટે યુનક શબ્દ આવ્યો તે ગ્રીક ભાષાના શબ્દ યુન ઉપરથી આવ્યો છે. યુનકનો અર્થ થાય છે જે ‘પથારીનું રક્ષણ કરે છે તે વ્યક્તિ.’ અથૉત્ પથારીને પવિત્ર રાખે છે તે વ્યક્તિ. રાજાના મહેલમાં રાણીઓની સેવામાં તેથી હીજડા રખાય છે. ઇજિપ્ત અને રોમન શહેનશાહતમાં રાજાઓને ઘણી રાણીઓ હતી. આ રાણીઓની તહેનાતમાં એવી વ્યક્તિને રખાતી જે રાણીઓ સાથે કોઈ નખરા કે બીજી સેક્સી હરક્ત ન કરે. ઘણી રાણીઓ જોકે હીજડાના શરીરની ગરમી માટે તેના પલંગમાં હીજડા સાથે સૂતી.
બાયઝેન્ટાઈન રોયલ કોર્ટ એટલે કે રોમન અને પછી તુર્કી પાદશાહો હીજડાને ખાસ નોકરીમાં રાખતા. એક શહેનશાહના લશ્કરમાં નારસીસ નામનો હીજડો જનરલ હતો. ચીનમાં છેક શાંગ શહેનશાહના સમયમાં સેંકડો વર્ષ પહેલાં હારી જનારા લશ્કરના સૈનિકોના વૃષણ કાપી લેવાતા. તે હીજડા બની શહેનશાહની સેવામાં રખાતા.
ઝીંગ શહેનશાહના દરબારમાં ૭૦૦૦૦ હીજડા હતા. ચીનમાં ૧૯૧૨ સુધી આ હીજડાની પ્રથા રહી હતી. હિન્દુસ્તાનમાં મોગલ પાદશાહો હીજડાને મહેલમાં જલદી નોકરી આપતા. તેથી ગરીબ કુટુંબનાં સંતાનોને જલદી નોકરી મળી જાય એટલે તેના લિંગ કાપી હીજડા બનાવાતા. આ પ્રથા અકબર પાદશાહે ૧૬૬૮માં બંધ કરી. પણ પછી હીજડાની વસતિ અને ‘પ્રગતિ’ અટકી નથી. ભોપાલમાં હીજડા ધારાસભ્ય અને મેયર પણ બન્યા છે. હીજડા માને છે કે બહુચરાજી માનો પ્રતાપ છે.