પશ્ચિમની વાંઝણી સ્ત્રીઓની સંતાનની અબળખાને લીધે ‘સરોગેટ મધર’ થવાનો ઉદ્યોગ ભારતની ગરીબ સ્ત્રીઓને આવતે વર્ષે R ૧૧૫૦૦ કરોડ કમાવી આપશે.
અંગ્રેજીમાં મધરહૂડ અને ગુજરાતીમાં માતૃત્વ શબ્દ વધુ સંભળાય છે. ફાધરહૂડ શબ્દ ઓછો સંભળાય છે. સ્ત્રી ગમે તેટલી આધુનિક હોય પણ તેની આંતરિક ઇચ્છા કે ઝંખના માતૃત્વની હોય છે. ખ્રિસ્તી ધર્મના મૂળ ગ્રંથના લેખક બજેઁસએ -૧૯૦૭માં કહેલું કે ‘ઇન ધ માઈન્ડ ઓફ એ વુમન ટુ ગીવ બર્થ ટુ એ ચાઈલ્ડ ઇઝ ધ શોર્ટ કટ ટુ ઓમ્નીસિયન્સ’ અથાઁત્ સ્ત્રી બાળકને જન્મ આપે તે જાણે ઈશ્વરીયતા કે સર્વજ્ઞાન સંપન્નતાનો સૌથી શોર્ટકટ માર્ગ છે.
માતાઓ તેનાં બાળક તોફાની હોય કે ઘણી વખત માતાને બાળક માર મારી લેતાં હોય તોપણ શું કામ સંતાનને ડીવોટેડ હોય છે? એટલા માટે કે એ સંતાનને જન્મ આપવામાં માતાએ જ ખૂબ સહન કર્યું હોય છે અને માતા માની જ લે છે કે આ બાળક તેની એકલીનું છે. આવો મત યુરિપીડઝ નામના પુરાણા ફિલોસોફરે રજુ કરેલો. તમારી આસપાસ છુટાછેડા લીધેલાં યુગલો જોશો તો તેમનું સંતાન પિતા નહીં માતા સાથે જ રહેતું હશે.
આવા સંતાન માટે, મધરહૂડ માટે કે માતૃત્વ માટે ૨૧મી સદીમાં યુરોપ, અમેરિકાની સ્ત્રીઓ વધુ ઝંખના કરે છે. એથી જ આજકાલ પશ્ચિમની આધુનિક સ્ત્રીઓ જે શરૂમાં કારકિર્દી પાછળ ગાંડી હોય છે અને કારકિર્દી મળે, મોટી કંપનીનું મેનેજરપદ મળે કે પદ્મા લક્ષ્મી જેવા ફાયઝરકંપનીના ચીફ એકઝિક્યુટિવની પુત્રી મોટી મોડેલ હોય પણ તેને સંતાન ન થાય તો પોતાને અધૂરી અધૂરી ગણે છે. તેથી આજે આણંદ, ચેન્નઈ અને દિલ્હીમાં પારકી સ્ત્રીનાં ઉદર ભાડે લઈને તેમાં વિદેશનાં સ્ત્રી-પુરુષો પોતાના વીર્ય-સ્ત્રી બીજનાં બાળકો ‘ઉગાડે’છે. પદ્મા લક્ષ્મીએ ઘણા ફાંફાં માર્યા, હજારો રૂપિયાની સંતાનપ્રાપ્તિની દવાઓ-ઉપચારો કરાવ્યા આખરે તેણે ‘દ્રાક્ષ ખાટી છે’ તેવું જાહેર કરીને સંતાનહીન હોવું તેમાં કોઈ મહેણું નથી તેવી ઝુંબેશ ઉપાડી છે.
નવી દિલ્હીની પત્રકાર ફોઝિયા યાસીન સાઉથ દિલ્હીનો દાખલો આપે છે. ત્યાં ચાંદની નામની ૨૭ વર્ષની ગરીબ સુથારની પત્ની હોય છે. ઘરકામો કરી માંડમાંડ બે-ત્રણ હજાર કમાય છે. તે પૂરતા નથી. એવામાં તેને કેનેડાનું એક નિ:સંતાન યુગલ એક દલાલ દ્વારા ભેટી જાય છે. દલાલ કહે છે કે જો ચાંદની નવ મહિના સુધી કેનેડિયન સ્ત્રીનું ગર્ભબીજ તેના ગભૉશયમાં રોપાય અને તેને ઉછેરે તો ડિલિવરી થતાં વેંત તેને ૪૫૦૦ ડોલર એટલે કે R સવા બે લાખ મળશે.
આવી રીતે ગભૉશય ભાડે આપવાનો ધંધો ૨૦૧૨ સુધીમાં ૨.૩ અબજ ડોલરનો થશે તેમ ‘ધ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી’ના નિષ્ણાત કહે છે. પારકા ગર્ભબીજ કે વીર્ય થકી પેદા થયેલા સંતાન માટે ‘સરોગેટ મધર’ થવાનો ઉદ્યોગ ભારતની ગરીબ સ્ત્રીઓને આવતે વર્ષે R ૧૧૫૦૦ કરોડ કમાવી આપશે. આ પ્રકારે ભાડેથી ગભૉશય આપવાનો ધંધો સૌથી વધુ આણંદમાં ખીલ્યો છે.
૨૦૦૭માં અમેરિકાની ટી.વી. જનૉલિસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે આણંદ આવી અને ત્યાં ડૉ.. નયના પટેલને તેના ‘આકાંક્ષા ઇન્ફર્ટિલિટી ક્લિનિક’માં મળી ત્યારે તેને જણાયું કે પશ્ચિમની વાંઝણી સ્ત્રીઓની સંતાનની અબળખા તો ડૉ.. નયના પટેલેને કરોડપતિ બનાવી રહેલ છે. એના પછી ૨૦૦૮માં ‘નેશનલ જ્યોગ્રોફિક’ અને સોફટવેરના ‘વાર્યડ’ મેગેઝિનના ઇન્વેસ્ટિગેટીવ પત્રકાર સ્કોટ કાર્ની પણ આણંદ આવ્યા અને તેમણે જોયું કે ડૉ.. નયના પટેલને ત્યાં વિદેશી નિ:સંતાન સ્ત્રીઓ ભાડેથી ગર્ભ લઈ સંતાન મેળવવા માગે છે તેનું ૨૦૦થી ૩૦૦નું તો વેઈટિંગ લિસ્ટ છે.
૨૧મી સદીમાં એક નવો ટ્રેન્ડ છે કે અમેરિકનો, ઇઝરાયલીઓ, યુરોપિયનો અને મલેશિયનો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવે છે અને આપણી ગરીબ સ્ત્રીઓનાં ગભૉશય ભાડે લઈ કમાવી આપે છે. સૌરાષ્ટ્રનો દુકાનદાર તેની દુકાને સૂત્ર લખતો ‘આજે રોકડી કાલે ઉધાર’ અંગ્રેજીમાં તેવા સૂત્રને માટે શબ્દો છે ‘મસ્ટ પે કેશ ઓન ડિલિવરી.’ પણ આણંદ, નડિયાદ કે ચેન્નઈમાં તો હવે નિ:સંતાન યુરોપિયન યુગલોને ગરીબ સ્ત્રીઓ ગભૉશય ભાડે આપે છે તેને માટે ‘કેશ ઓન ડિલિવરી શબ્દ વપરાય છે.
સ્કોટ કાર્ની નામના પત્રકારે ડૉ.. નયના પટેલની ઇન્ફર્ટિલિટી ક્લિનિકને તો ‘બેબી ફેકટરી’નું વિશેષણ આપ્યું છે. ભારતનાં વિવિધ ઐતિહાસિક સ્થળો જોવા માટેનું જે ટુરિઝમ’ છે તેનાથી વધુ કમાઈ આપનારું આ ‘ફર્ટિલિટી ટુરિઝમ’ છે. વિદેશમાં સ્ત્રીઓ યુવાનીમાં જલદી સેક્સ સંબંધમાં પડે છે. તે સમયે જુવાનીમાં ગર્ભ ન રહી જાય તે માટે ગર્ભનિરોધક પીલ્સ બેફામ રીતે લે છે. જંક ફૂડ ખાય છે. બે-ત્રણ વખત ગર્ભપાત કરાવે છે. પછી જ્યારે ૩૦-૩૫ની થાય અને કાઠિયાવાડી ભાષામાં ‘પરણાણી’ લાગે ત્યારે માંડ માંડ તેને મુરતિયો મળે છે, પણ લગ્ન પછી તેના બગડેલા કોઠામાં બાળક જ પેદા થતું નથી. તેની બાળકની તીવ્ર ઝંખના સંતોષવા આખરે ભારત આવે છે.
ક્રિસ્ટન જોર્ડન નામની મોડેલ કેલિફોર્નિયામાં તે કોઈ ગાર્ડનમાં બાળક સાથે રમતી સ્ત્રીને જુએ છે ત્યારે તેને અબજોની મિલકતનો કોઈ અર્થ લાગતો નથી. તે દિલ્હી આવે છે. આણંદ જતી નથી. એટલા માટે કે આણંદમાં ભાડેથી ગભૉશય આપનારી સ્ત્રી અંગ્રેજી જાણતી નથી. ઘણી તો ગુજરાતી સ્કૂલમાં ય ભણી હોતી નથી. ક્રિસ્ટીન જોર્ડનને તો એવી સ્ત્રીનો કોઠો ભાડે જોઈએ જે ભણેલી અને અંગ્રેજી બોલનારી હોય. આણંદના ફર્ટિલિટી કિલનિકમાં આવી સ્ત્રી દુર્લભ હોય છે. તેને કહેવામાં આવે છે કે આવી સ્ત્રી તો હવે દિલ્હીમાં મળશે. તમે માનશો, હવે કોલેજમાં ભણતી સ્ત્રી કોલેજની ફી માટે અગર તો ખૂબ ઊંચા ખર્ચવાળી ડિગ્રી ધારી એમબીએ થયેલી દિલ્હીની યુવતી પણ ઉપલક કમાવા માટે ૫૦૦૦થી ૬૦૦૦ ડોલરમાં તે પોતાનું ગભૉશય ભાડે આપે છે.
જોકે સ્કોટ કાર્ની લખે છે કે હવે ભારતમાં જ મેડિકલ ટુરિઝમ પેદા થયું છે તે પ્રક્રિયામાં ડૉ.. નયના પટેલ ‘ઇનવિટ્રીઓ ફર્ટિલાઈઝેશનના ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ ડોલર ચાર્જ કરે છે. વિદેશની સ્ત્રીઓને આ સસ્તું લાગે છે (રૂ. ૧૦ લાખ સસ્તા!) એટલા માટે કે એવી જ પ્રક્રિયા માટે અમેરિકામાં ૫૦,૦૦૦થી ૧ લાખ ડોલરની (રૂ. ૨૫ લાખથી R ૫૦ લાખ) રકમ વાંઝીયા અમેરિકન યુગલો ખર્ચે છે!
આસપાસ, કાંતિ ભટ્ટ