ગાઢ અંધરી રાતમાં જીવનને સુખ-સમૃદ્ધિ અને શાંતિરૂપી ઊજાસથી રોશની કરવાના સંકલ્પ અને ઈચ્છાઓથી દિવાળી ઉપર શ્રી, વૈભવ, ઐશ્વર્ય અને તમામ સાંસારિક સુખની અધિષ્ઠાત્રી માતા લક્ષ્મીનું સ્મરણ કરવામાં આવે છે. આ ઉત્સવની સૌથી મોટી ખાસિયત રોશની છે. કારણ કે આ પર્વ તન, મન અને આત્માને પણ રોશન કરવાના મહત્વને લીધે જ દીવડાઓમાં જ્યોત પ્રગટાવવામાં આવે છે. એટલા માટે તેને પ્રકાશોત્સવ પણ કહેવામાં આવે છે.
વાસ્તવમાં, શાસ્ત્રો અને પંરપરાઓ પ્રમાણે જીવન માટે અર્થ અર્થાત્ ધન અને ભોગ્ય વસ્તુઓની ખૂબ જ અહેમિયત બતાવવામાં આવી છે. ખાસ કરીને ધનને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે. આ કારણ છે કે લક્ષ્મીની પાછળ દુનિયા ભાગે છે. જો કે લક્ષ્મી ચંચળ સ્વભાવની માનવામાં આવે છે. એટલા માટે લક્ષ્મી ક્યાં જવા માગે છે અને ક્યાં રહેવા માગે છે? જો એ જાણી લો તો સંભવતઃ ધન જ ઈચ્છાપૂર્તિ અને સુખ-શાંતિની કવાયતમાં ચાલતી ભાગ-દોડ ઓછી થાય કે સમાપ્ત થઈ શકે છે. કારણ કે પછી લક્ષ્મી ક્યારેય તમારાથી મો નહીં ફેરવે.
એટલા માટે આ પર્વની અંદર અને બહ્ય જીવનને રોશનીથી સરાબોર કરનારી દીપજ્યોતિની પરંપરામાં આ જિજ્ઞાસાનો હલ મળે છે. જેની પાછળ લક્ષ્મીની ઝડપી પ્રસન્નતાના 3 અલગ-અલગ પહેલુ જોડાયેલ છે. જાણો...
ધર્મ પાલનની દ્રષ્ટિએ પહેલી દ્રષ્ટિ એ છે કે, આ ઉત્સવ અંધકારથી ઊજાસ તરફ વધવાનું સૂત્ર શીખવે છે. આ ઇશારો કામ, ક્રોધ, મોહ, મદ, દંભ, કપટ, છળ રૂપી અંધકાર તરફ છે. જેનાથી અલગ થતા જ કોઈ વ્યક્તિને જીવનમાં રોશની અને સુંદર રંગો નજર આવે છે. જ્ઞાન, પ્રેમ, સ્નેહ, સદભાવ, ભાઈચારા, મેળઝોલની ભાવના જ આ રંગ અને રોશની છે. આવો ઊજાસ જ સંબંધો અને સફળતાથી નજીક લાવે છે.
બીજુ પૌરાણિક મહત્વની દ્રષ્ટિથી આ દિવસ સમુદ્ર મંથનથી લક્ષ્મીના પ્રાકટ્યનું છે. માન્યતા છે કે આસોની અમાસ અર્ધરાત્રિના સમયે દેવી લક્ષ્મી સદાચારી ગૃહસ્થોના ઘરે ભ્રમણ કરે છે. આ કારણે જ ઘરને સ્વચ્છ-સાફ અને પવિત્ર રાખી દીવા કરવાથી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે, અને તે સ્થાનને કાયમી નિવાસ સ્થાન બનાવી લે છે.
તો ત્રીજા વિજ્ઞાન અને વ્યવહારિક દ્રષ્ટિએ મોસમના બદલાવ અર્થાત, વરસાદની મોસમમાં ભેજથી બનેલ અસ્વચ્છ વાતાવરણ, વાયુ અને તેનાથી પેદા થયેલ રોગ-રોગાણુ, ગંદકી, જ અલક્ષ્મીનું રૂપ છે. તેને દૂર કરવા માટે ઠંડા મોસમની શરૂઆત શીતઋતુની શરૂઆત દીવાઓની ઉષ્મા, ઊર્જા અને રોશની હિતકારી હોય છે અને સુખ-સ્વાસ્થ્ય અને શાંતિરૂપી શુભ લક્ષ્મીને આમંત્રણ પણ.