એચટીસી કંપનીએ એન્ડ્રોઈડ ૨.૧ પ્લેટફોર્મ પર નવો મોબાઈલ ફોન સ્પ્રિન્ટ ઈવો તૈયાર કર્યો છે. ૩-જી અને ૪-જી સુવિધા સાથે આ મોબાઈલ વાઈ-ફાઈના માઘ્યમથી એક સમયે આઠ ઉપકરણો સાથે જોડાઈ શકે છે. એક ગીગા હટ્ર્ઝ સ્પેનડ્રેગન પ્રોસેસર અને ૪.૩ ઈંચ ટચ સ્ક્રીન સાથે ઉપલબ્ધ કરાયેલા સ્પ્રિન્ટમાં આઠ મેગા પિકસેલનો કેમેરો છે.
તેમાં એફએમ રેડિયો, જી-સેન્સર અને એચડીએમઆઈ પોર્ટ પણ છે. તેનાથી યૂઝર પોતાની વીડિયો ફાઈલ સીધી એચડીટીવી સાથે કનેક્ટ કરી શકે છે. જોકે હાલ તેની કિંમત દર્શાવવામાં આવી નથી.