જો તમે આઈફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. આઈફોન પર ગેમ્સની સુવિધા તો અગાઉ હતી, પરંતુ ગેમબોનના નવા ગેમપેડની મદદથી તમે તેનો બમણો આનંદ માણી શકશો.
તેમાં અલગથી ૨૦૦૦ એમએએચ બેટરી, સ્ટીરિયો, સ્પીકર્સ અને ૩.૫ મિલીમીટર હેડફોન જેકની સાથે ગેમ્સ રમવા માટે ચાર બટન પણ આપવામાં આવ્યાં છે.
આ ઉપરાંત એક મેનૂ પેડ પણ છે. આ વર્ષના અંતમાં બજારમાં આવી જનારા આ ગેમપેડની મદદથી તમે આઈફોન પર સતત ૬ કલાક સુધી વીડિયો ગેમ રમી શકો છો.