Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Swarnim Gujarat
 

સ્વર્ણિમ ગુજરાત, અમારૂં આગવું ગુજરાત - ૨૦૧૦

 
Source: Agency, Ahmedabad   |   Last Updated 9:10 PM [IST](12/03/2010)
 
 
 
 
 
અંધારે અજવાળા વેર્યાં. સ્વર્ણિમ ધરતી, સ્વર્ણિમ ગગન, સ્વર્ણિમ આશા, દૂર ભાગતી નિરાશા. સર્વત્ર સોનેરી પ્રકાશ રેલાવી મહાવિઘાલયોમાં સાહિત્ય અને કલાની ક્ષિતિજો દૂર દૂર સુધી પથરાતી થઇ. જળ એ જ જીવન. દૂર દૂરના ગામડાઓમાં પાણી પહોંચ્યાં નગરો મહાનગરો તો જાણે અવનવા શણગારથી દેદીપ્યમાન બન્યાં. દૂર દિશાઓ સુધી શિક્ષણની સુગંધ પ્રસરી. કેટ કેટલા ઉત્સવો, ઉત્સવ પિ્રયાઃ મનુષ્યાઃ પણ કેવળ ઉત્સવનો આનંદ જ નહિ સાથે સાથે ઐતિહાસિક સ્થળોની જાળવણી અને કલા, કૌશલ્યને વેગ. જુઓને કાંકરિયા કાર્નિવલ! વિઘાર્થીઓના સર્વાંગી વિકાસને ઝળહળતો કરતી સપ્તધારાઓને મહાવિઘાલયોમાં વહેતી કરી. શિક્ષણની સાથે કલાને ઓતપ્રોત કરી. વ્યાયામ અને ખેલકૂદનો સુયોગ આપી સ્વસ્થ શરીમાં રહેલુ સ્વસ્થમન સફળતાના શિખરોને આંબી શકે છે, એ વાતને દૃઢપણે સમગ્ર સમાજમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

જયાં જુઓ ત્યાં સ્વર્ણિમની યશોગાથા.

સર્વત્ર ખેતરોની હરિયાળી, સુંદર સડકો મહાનગરોના

બદલાયેલા અવનવારૂપ, અઘતન સજ્જતા, ઔઘોગિક વિકાસ આ સધળું અવિસ્મરણીય છે.

અજોડ પ્રતિભાશીલતા

અપ્રતિમ વાણીવૈભવ

અપાર કાર્યદક્ષતા

ગુજરાત અને એમાંય સ્વર્ણિમ ગુજરાત-૨૦૧૦. જેવી કલ્પના એવો સાક્ષત્કાર..

જયાં અવિકસિતતા હતી ત્યાં વિકાસના હરણફાળ જોવા મળી..

જયાં દુઃસ્વપ્ન જણાતું હતું ત્યાં આશાના કિરણો પ્રસર્યાં..

જયાં એવું ભાસતું કે ભાવિ નથી ત્યાં ભવિષ્યના ઉજ્જવળ એંધાણ મળ્યાં..

ગામડું જાગ્યું.... કિસાન ઝળહળ્યા.... મજૂર હરખ્યો ને રોજી રોટી સાંપડી. શિક્ષણ ભાંખોડિયાં ભરતું હતું ત્યાં નવી ક્ષિતિજો ઊધડી.... કલા, સાહિત્ય, કલાકાર, સાહિત્યકાર ઝળહળ્યા.

દીપથી દીપ પ્રગટયા.... વાઇબ્રન્ટ, કાર્નિવલ, ટેકનોલોજી, મેડીકલ, એન્જીનિયરિંગ વગેરેમાં ધરખમ આશા-આભાસ જોવા મળ્યા. પ્રાથમિક શિક્ષણ થી ઉચ્ચ શિક્ષણ સુધી તેજોમય ગતિ રહી.

ગામડું જાગે, નગર ઝળકે, કલા વિકસે, બાળક માગે ત્યાં તો શિક્ષણ આવે પાસે.

સ્વર્ણિમ ગુજરાત અવનવી ધારાઓથી અવિરત વહી સાગર સમું બની રહેલ છે.

નરેન્દ્ર મોદી અને મંત્રી મંડળની વિચાર દૃષ્ટિને શુભેચ્છાઓ અને અભિનંદન..

કુશળ વહીવટનો સંપૂર્ણ સમન્વય એટલે નરેન્દ્રભાઇ વચનો આપવા ખાતર નહી પણ પાલન કરી બતાવી સમગ્ર ગુજરાતની જનતાના હૃદયમાં અવિરતસ્થાન પ્રાપ્ત કરતા રહ્યા છે. ""જેણે શિક્ષણમાં જાગૃતતા આણી એણે સર્વત્ર જાગૃતતા સાધી''

ગુજરાતના ઇતિહાસમાં ભાગ્યેજ કોઇ મુખ્યમંત્રીએ આટલી લોકચાહના મેળવી હોય તેવા નરેન્દ્ર મોદીને વંદન...જય જય સ્વર્ણિમ ગુજરાત.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.