Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Swarnim Gujarat
 

હિંમતનગર તાલુકામાં સ્‍વર્ણિમ જ્યોતરથનું આગમન

 
Source: Bhaskar News, Himmatnagar   |   Last Updated 10:42 PM [IST](10/03/2010)
 
 
 
 
 

ખેડ દૂધ સહકારી મંડળી દ્વારા રૂ.૧૧૧૧૧ કન્‍યા કેળવણી નીધિમાં અર્પણ કર્યા. હિંમતનગર તાલુકામાં સ્‍વર્ણિમ ગુજરાત સંકલ્‍પ જ્યોત રથયાત્રશાના આગમન નિમિત્‍તે ખેડ ગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઇ પંચાલ અને તાલુકા વિકાસ અધિકારી ચાવડાના હસ્‍તે પ જેટલા ૭૫ વર્ષથી મોટી ઉંમરના વડીલોનું અને ૧૦ જેટલા વિશિષ્‍ઠ વ્‍યકિતઓ, ભૂતપૂર્વ સરપંચો, શ્રેષ્‍ઠ શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ સ્‍વર્ણિમ ગુજરાત સંકલ્‍પ જ્યોત રથયાત્રા નિમિત્‍તે આયોજીત જુદી જુદી સ્‍પર્ધાના વિજેતા પ્રાથમિક શાળા તથા હાઇસ્‍કૂલના ૧૨૦ વિદ્યાર્થીઓને પારિતોષિક આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ખેડ દૂધ સહકારી મંડળીના ચેરમેન વિરસિંહભાઇ બી.પટેલે રૂ.૧૧૧૧૧ કન્‍યા કેળવણી નીધિમાં અર્પણ કર્યા હતા.


જયારે અરજણ ગામ ખાતે આયોજીત સ્‍વર્ણિમ સંકલ્‍પ જ્યોત રથ નિમિત્‍તે જિલ્‍લા પંચાયતના સભ્‍ય અમૃતભાઇ પટેલ અધ્‍યક્ષસ્‍થાને આયોજીત કાર્યક્રમમાં ગામના શ્રેષ્‍ઠ શિક્ષક પશુ હરિફાઇમાં વિજેતા પ પશુપાલકો, વય વંદના કાર્યક્રમ અંતગર્ત ગામના બે વિજેતા વડીલોનું તથા જુદી જુદી સ્‍પર્ધાના વિજેતા બાળકોને પારિતોષિક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.


પ્રારંભમાં ખેડ ગામ અને અરજણ ગામ ખાતે સ્‍વર્ણિમ ગુજરાત સંકલ્‍પ જ્યોત રથના આગમન સમયે ગામના પદરે કળશધારી કન્‍યાઓને બહેન્‍ડવાજાની સુરાવલીઓ વચ્‍ચે સામૈયું કર્યુ હતું. આ પ્રસંગે મહાનુભાવો, ગ્રામજનો, સરપંચ નારાયણભાઇ પટેલ, દૂધ મંડળીના ચેરમેન વીરસિંહભાઇ પટેલ, શાળાના શિક્ષક, ગ્રામજનો ઉપસ્‍થિત રહી ઉત્‍સાહભેર જ્યોત રથનું સ્‍વાગત્ કરી આવકાર આપ્‍યો હતો. તથા ગામના મુખ્‍ય માર્ગ ઉ૫ર સંકલ્‍૫ જ્યોત રથના ૫રિભ્રમણ કર્યુ હતું.


આ પ્રસંગે ખેડ તથા અરજણ ગામજનોએ મોટી સંખ્‍યામાં ઉ૫સ્‍થિત રહી સ્‍વર્ણિમ ગુજરાત માટેના સામુહિક સંકલ્‍૫ લઇ ગુજરાતની વિકાસની પ્રક્રિયાના ભાગીદાર બન્‍યા હતા.


સાથો સાથ ખેડ તથા અરજણ ગામના લોકોના સહયોગથી ગામના રસ્‍તા, શાળાઓ, પંચાયત ઘર વિગેરેની સામુહિક સાફ સફાઇ કામગીરી કરવામાં આવી છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.