શાળાના વિધાર્થીઓ દ્વારા યોજાયેલી રેલીમાં શિક્ષકો ગ્રામજનો જોડાયાં
ગોધરા તાલુકાના કેવડીયા ગામે ગ્રામજનો અને શાળાના વિધાર્થીઓને રેલી યોજી સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતરથનુ સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે સરપંચ પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલના વિધાર્થીઓ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના વડીલ પ્રભાતસિંહ શિકારી સહિત નિવૃત શિક્ષકો, ગામના શ્રેષ્ઠ કર્મચારી અને શ્રેષ્ઠ નાગરિક વગેરેનુ મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ આપી પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યુ હતુ. સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતરથના આગમન પૂર્વેના સાત દિવસ દરમિયાન કેવડીયા ગામે યોજાયેલ ચિત્ર, વકત્વ અને નિબંધ લેખન સ્પર્ધા, વિવિધ રમતગમત સ્પર્ધાઓ બાળ તંદુરસ્તી હરિફાઇ તેમજ રંગોળી અને વાનગી હરિફાઇના વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પી.પી. પરમાર સહિત પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલના વિધાર્થીઓ શિક્ષકો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સૌથી વયોવૃદ્ધ પ્રભાતસિંહ શિકારીએ પોતાના ખેતરના શેઢે વધુ વૃક્ષો વાવવા અને ગામના યુવાનોને વૃક્ષ ઉછેર માટે પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.