Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

શાહરુખને દૂધ-દહીં બંનેમાં પગ રાખવો છે

 
Source: Kanti Bhatt   |   Last Updated 12:44 AM [IST](12/02/2010)
 
 
 
 
 

પાકિસ્તાની ક્રિકેટરો પ્રત્યેનો શાહરુખ ખાનનો પ્રેમ વખોડવાલાયક


‘ગજબ હૈ કિ દિલ મેં તો રખ્ખો કુદુરત (ધિક્કાર) કરો મુંહપે હમ સે સફાઈ કી બાતેં’ -ઉર્દૂ કવિ શાહ જફરે અમુક દુશ્મનો જે સદાય દુશ્મન જ રહેવાના છે તેના વિશે આ શાયરી લખી છે. પાકિસ્તાનને આ શાયરી લાગુ પડે છે.એ પેદા થયું ત્યારથી જ હિન્દુસ્તાન પ્રત્યે સતત ધિક્કાર રાખતું રહ્યું છે. ભારત જેમ જેમ દોસ્તીનો હાથ લંબાવતું ગયું છે તેમ તેમ ૨૧મી સદીમાં પણ પાકનો બચ્ચો બચ્ચો અંદરખાનેથી આપણા પ્રત્યે ધિક્કાર રાખે છે પણ તેના શાયરો, ફિલ્મસ્ટારો અને અમુક ક્રિકેટરો તેમજ સ્વાર્થી રાજકારણીઓ આપણી સાથે દોસ્તીની વાતો કરે છે.


મને બરાબર યાદ છે કે શારજાહમાં પાકિસ્તાની ક્રિકેટ કપ્તાન ઈમરાન ખાન ભારતીય પત્રકારો સાથે વાત કરતો હતો ત્યારે સ્ટેડિયમમાં કાનોકાન સાંભળેલું-‘અરે, કયા કશ્મીર કશ્મીર કરતે હો-ચલો ફેંસલા હો જાય-ભારત કે સાથ વન-ડે ક્રિકેટ મેચ ખેલો, જો જીતે વહ કશ્મીર લે જાય!’ અર્થાત્ પાક ક્રિકેટરને જયારે ભારત સાથે રમીને અઢળક નાણાં કમાવા હોય ત્યારે દોસ્તીની વાતો કરે છે પણ ઇસ્લામી સ્પિરિટ કે કાશ્મીર કે બીજા મુદ્દા હોય તો પાકિસ્તાનીઓ બદલાઈ જાય છે. શાયર દાગે પણ કહેલું કે ‘કુદુરત (દુશ્મની-ધિક્કાર) બૈઠકર દિલ સે નકલતી હી નહીં બરસો.’


ધિક્કાર જયારે હૃદય સોંસરવો હોય છે તે વર્ષો સુધી જતો જ નથી. કાડિયાવાડમાં કહેવત છે કે વહાલા થઈ પાછા વેરી થાય છે. કાલા થઈને કાછડીમાં હાથ ઘાલે છે. જયારે શાહરુખ ખાન સેકયુલારિસ્ટનો ડાંડો રાખીને ટી-ટ્વેન્ટીમાં પાક ક્રિકેટરને રમાડવા માગે અને બાળાસાહેબ ઠાકરે તેનો વિરોધ કરે ત્યારે ઠાકરેને ઠપકારવાનું બુદ્ધિમંતો માટે બહુ જ સહેલું છે, પણ શાહરુખ , ઠાકરે કરતાં વધુ ખોટો છે. તે માત્ર ફિલ્મી હીરો છે. તે સવિાય કંઈ નથી.


તે પાકિસ્તાનીઓનો અને ખાસ કરીને પાક ક્રિકેટરોનો ભારત પ્રત્યેનો ઊડો ધિક્કાર જાણતો કે સમજતો જ નથી. ૬-૬ વર્ષ સુધી શારજાહમાં પાક ક્રિકેટરો ભારતની ટીમ સામે ઝનૂનવાળું ક્રિકેટ રમ્યા છે. જયારે ભારતને ગમે તેમ કરીને-દાઉદ દ્વારા મેચ ફિકસ કરીને પણ હરાવે તો તેમને જાણે જન્નત, બહિશ્ત અને સ્વર્ગ મળ્યાનો આનંદ થાય છે. એ સ્પિરિટમાં અઝહરુદ્દીન પણ ભળીને ઘણી વખત પાકિસ્તાનીઓને અને જુગારીઓને જિતાડી ગયો છે. આપણે બધા કહેવાતા સેકયુલારિસ્ટો તેમને તમામને બકા ભરતા જઈએ છીએ અને તે બધા આપણા હોઠ-ગાલ કરડતા જાય છે.


પાકના અડધોઅડધ ખેલાડી મેચ ફિકિસંગના કિલ્પ્રટ છે. છેલ્લે તમે આફ્રિદીને બોલને દાંતથી કરડતો ટીવી પર જોયો. બાળાસાહેબનો (શાહરુખ સામેનો) વિરોધ સાચો હોય કે ખોટો હોય તેના કરતાં તકલાદી વધુ છે. કયારેક પણ તે શાહરુખ સાથે સમાધાન કરી લેશે, પણ આપણે યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાન કદી જ કદી જ ભારતનું મિત્ર નહીં બને. વાચકોને વિનંતી કરું છું કે ડીએનએ (ડેઈલી ન્યૂઝ એન્ડ એનેલિસસિ)ના તંત્રીપાને આર. જગન્નાથનનો લેખ વાંચી જાય.


તેમણે લખ્યું છે કે ‘પાકિસ્તાન જયારે પણ ભારત સાથે શાંતિની વાતો કરે (બનાવટી-બનાવટી) ત્યારે તે અમેરિકા કે બીજા દેશના દબાણને વશ થઈ માત્ર સ્વાર્થવશ દોસ્તીની નકલી વાત કરે છે... ભારતની શાંતિના કીડાઓ યાદ રાખે કે કાશ્મીર બાબતમાં પાકિસ્તાનીઓ ‘દસ ગણા’ ઝનૂની છે. તે કદી જ શાંતિ નહીં કરે. લંડનના ‘ન્યૂ સ્ટેટસમેન’ નામના સાપ્તાહિકના લેખક પિટર વિલ્બીએ લખ્યું છે કે બ્રિટન અને ભારતમાં હવે એક જુદી ‘સેલિબ્રિટી પાર્લમેન્ટ’ ઊભી કરવાની જરૂર છે.


શાહરુખ ખાન એક ફિલ્મી હીરોમાંથી ભારતનો સેલિબ્રિટી બની ગયો છે તેમાં સવાયા મુસ્લિમ જેવા કહેવાતા ધર્મનિરપેક્ષ મિ.મહેશ ભટ્ટ પણ સેલિબ્રિટી અને પાકના સતત મિત્ર બનીને સેકયુલારિસ્ટ-સેલિબ્રિટી થવા માગે છે. ત્રણ વર્ષ પહેલાં ૧૩ જૂને લાહોરમાં એકનું એક સરાફા બજારનું હિન્દુ મંદિર બાળી નખાયું ત્યારે શાહરુખ ખાન અને મહેશ ભટ્ટ કયાં ગયા હતા? આપણે ગાંધીજીની ઉપવાસની ધમકીથી ૧૯૪૭-૪૮માં જખ મારીને પાકને દેવાળામાંથી બચાવીને બેવકૂફ બનેલા, તે બેવકૂફી આજે પણ ચાલી આવે છે.


લશ્કરે તોઇબાના મિલિટંટ અબ્દુલ રહેમાન લાહોરમાં ઝનૂની મુસ્લિમોને તૈયાર કરે છે. એ અબ્દુલ રહેમાન ભારતીય લશ્કરની ઐસી તૈસી કરીને શુક્રવાર ૫-૧૨-૨૦૦૮ના રોજ ભારતીય તાબાના કાશ્મીરના ઇસ્લામી મિલિટંટોને મળી ગયો હતો! આ માણસે જ મુંબઈમાં ૧૦ ત્રાસવાદી મોકલેલા, નેએ પોતે ભારતીય કાશ્મીરમાં લહેરથી ફરતો હતો. ભારતમાં તો દરેક ઇસ્લામી ઝનૂનીને ફાંફળ છે - મોકળાશ છે.


સેકયુલરિઝમની લોલમલોલ કરવા પૂજય મોરારિબાપુ પાકમાં રામકથા કરવા માગે છે તેને ધાર્મિક પ્રવૃત્તિ કહેવી કે ભારત-પાકના રાજકારણમાં શાહરુખની જેમ સેકયુલરિઝમના બંદા થવાની પ્રવૃત્તિ સમજવી? રામકથા હજી મહત્ત્વની છે કે સેલિબ્રિટીનો ઝંડો મહત્ત્વનો છે? જો રામકથા કરવાથી કદી યુદ્ધ થવાનું ન હોય કે પાકિસ્તાની કાયમ માટે દુશ્મની ભૂલી જાય તો તેનાથી રૂડું શું?


શાહરુખને દૂધ-દહીં બન્નેમાં પગ રાખવો છે. મુશર્રફ નામનો કારગિલનો ફોકટિયો હીરો અને હજી કાશ્મીરને પડાવી લેવાનું ખુન્નસ ધરાવનારો જનરલ મુશર્રફ ભારત આવ્યો ત્યારે તેણે દિલ્હીમાં તેની ટી પાર્ટીમાં શાહરુખ અને મહેશ ભટ્ટને પત્નીઓ સાથે બોલાવેલા. ત્યાં તો શાહરુખ મુશર્રફ પ્રત્યે પાણી પાણી થઈ ગયો! મુશર્રફે શાહરુખને કહ્યું કે ‘હું તો તને સતત ફિલ્મોમાં જોયા કરું છું...’ તો પછી મુશર્રફસાહેબ!


શાહરુખને મળીને કાશ્મીરના ઇરાદાઓ અને પાકિસ્તાનને શસ્ત્રોથી લથબથ કરીને હિન્દુસ્તાનને જીતી લેવાના બદઇરાદાની વાત તો શાહરુખ ખાનને કરવી હતીને? મહેશ ભટ્ટે તો મુશર્રફની કાશ્મીર-કારગિલ પ્રત્યેની ગુસ્તાખી ભૂલી જઈને મુશર્રફને કહેલું, ‘તમે સુપરસ્ટાર’ લાગો છો! શાહરુખના પિતા મીરતાજ મોહમ્મદ પેશાવરના હતા. ત્યાં શાહરુખનું ઘર આજે પણ છે તે ઘર હજી સલામત છે.


પાકમાં પોતાનું ઘર છોડીને ભારત આવેલા કેટલા હિન્દુનાં ઘર પાકમાં સલામત છે? શાહરુખે મુશર્રફને મળ્યા બાદ કહેલું ‘આપણે પાકને દુશ્મન દેશ ગણવો ન જોઈએ...’ પણ પાક આપણને સતત દુશ્મન માને છે તેનું શું? ભારતના પૂર્વ પોલીસ ચીફ કેપીએસ ગીલ છાતી ઠોકીને કહે છે કે પાક કયારેય ભારતનું મિત્ર નહીં બને. પાક. સતત ભારતમાં ત્રાસવાદ ફેલાવી અશાંતિ ઇરછે છે. શાહરુખ ખાન બેટમજી! તમે અને બીજા ઘણા પાકપ્રેમીઓ-મુસ્લિમ સેલિબ્રિટીઓ ભારતમાં અબજપતિ થઈ ગયા છો. એક પાકિસ્તાની ખેલાડી માટે જ તમે બાંદરાના વાઘ સામે દુશ્મની નોંતરી બેઠા છો.


સિંધમાં ૨૨.૮૦ લાખ હિન્દુઓ છે, પંજાબમાં ૧.૧૬ લાખ, બલૂચીસ્તાનમાં ૩૯૧૪૬ , પેશાવર અને માનશેટામાં ૧૧૦૦ છે. તેમાંથી કેટલા હિન્દુ સેલિબ્રિટી થયા છે. તે વાત જવા દો. તેમાંથી કોઈ લખપતિ પણ થયા નથી. સેકન્ડ કલાસ સિટિઝન તરીકે જીવે છે. શું કવિતાઉ કરવાથી જ પાક સાથે શાંતિ થાય તો પછી શાહરુખને કહો કે શું કામ પાક સતત અમેરિકા પાસેથી રૂ.૨૦,૦૦૦ કરોડનાં શસ્ત્રો ખરીદે છે?


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.