Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Swarnim Gujarat
 

સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં અમિતાભ મુખ્ય મહેમાન રહેશે

 
Source: Gautam Purohit, Gandhinagar   |   Last Updated 6:05 PM [IST](02/02/2010)
 
 
 
 
 

પ્રવાસન સ્થળો અને તેના પ્રોજેકટોને વૈશ્વિક ઓપ આપવા હવે બીગ-બીના ચહેરા અને અવાજ સાથેની ડોક્યુમેન્ટરી બનાવાનો પ્રોજેકટ શરૂ કરી દેવાયો: જયનારાયણ

સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં હિન્દી ફિલ્મોના મેગા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે કારણ કે તેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે બ્રાન્ડ એમ્બેસેડરનો ખિતાબ આપ્યો છે. ગુજરાતના વિકાસ માટે સરકાર અમિતાભનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવા માગે છે.

અમિતાભ અહીં શું કરશે તેવો એક સવાલ પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે પ્રવાસનના પ્રોજેકટો તેમજ પ્રવાસન સ્થળોના ડેવલપમેન્ટ માટે અમે અમિતાભના ચહેરા અને અવાજનો ઉપયોગ ડોક્યુમેન્ટરી માટે કરવા માગીએ છીએ. મોટાગજાની એક એડ ફિલ્મ બનાવવાના ભાગરૂપે પ્રવાસનના અધિકારીઓની એક તાજેતરમાં ટીમ અમિતાભ બચ્ચનને મળવા માટે મુંબઇ ગઇ હતી. આ ટીમે અમિતાભને પ્રવાસન અને વિકાસની બ્લુપ્રિન્ટ આપી છે.

પ્રવાસન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમિતાભનો ઉપયોગ પ્રવાસન માટે તો ફિક્સ છે પરંતું તે સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમનો કયાં કયાં ઉપયોગ કરવાનો છે તેવી વિગતો વિચારણામાં લેવામાં આવી છે. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના મોટા ફંકશનો જયાં થવાના છે તેવા અમદાવાદ અને ગાંધીનગરમાં અમિતાભને મહેમાનના સ્વરૂપમાં રજુ કરાશે. પ્રવાસન સરકીટમાં આવતા યાત્રાધામો અને દરિયાકિનારાના સ્થળોના ડેવલપમેન્ટ માટે અમિતાભની તસવીરો સાથેનું પ્રચાર મટીરીયલ્સ ભારત જ નહીં વિશ્વના દેશોમાં પ્રેઝન્ટ કરવામાં આવશે.

ગુજરાતમાં ૨૦૧૧માં યોજાઇ રહેલા ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં ૫૦ દેશોમાંથી ઉધ્યોગકારોને લાવવાની જવાબદારી જે ઇન્ટરનેશનલ સંસ્થાને સોંપવામાં આવી છે તેને પણ અમિતાભના ચહેરા અને અવાજનો ઉપયોગ કરવાનું કહેવામાં આવશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.