Advertisement
Home >> Magazines >> Career Guidance >> Job Opportunity

અવ્વલ નોકરીઓનો અવસર

Kalash | Feb 01, 2010, 18:03PM IST
 
 

સિવિલ સર્વિસ પરીક્ષા: કેન્દ્ર સરકારના યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ભરતી પરીક્ષાઓ લેવામાં આવે છે. આગામી મે-૨૦૧૦માં યોજાનાર સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા માટે ઉમેદવારો અરજી કરી શકે છે.

લાયકાત: કોઇપણ શાખામાં સ્નાતક અથવા સ્નાતકની છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર અરજીપાત્ર છે.

વયમર્યાદા: આ માટે તા.૧-૮-૨૦૧૦નાં રોજ ઉમેદવારની વય ૨૧ થી ૩૦ વર્ષ હોવી જરૂરી છે. ઉમેદવારનો જન્મ તા.૨ ઓગસ્ટ, ૧૯૮૦ થી તા.૧ ઓગસ્ટ, ૧૯૮૯ વચ્ચે થયો હોવો જરૂરી છે.

ઉપલી વયમાં અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિનાં ઉમેદવારોને પાંચ વર્ષ, અન્ય પછાત વર્ગનાં ઉમેદવારોને ત્રણ વર્ષ, અંધ-અપંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટ મળવાપાત્ર છે.

પરીક્ષા : આ સિવિલ સર્વિસ પરીક્ષા બે ભાગમાં લેવાય છે. ૧. પ્રીલિમિનરી પરીક્ષા તથા ર.મેઇન પરીક્ષા

સૌપ્રથમ પ્રીલિમિનરી પરીક્ષા. તા.૨૩ મે ૨૦૧૦નાં રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાશે. આ પરીક્ષામાં પ્રશ્નપત્ર - ૧ જનરલ સ્ટડીઝનું ૧૫૦ માર્ક્સનું તથા પ્રશ્નપત્ર-૨ જાહેરાતમાં આપેલ વિષયોમાંથી પોતાની પસંદગીનાં કોઇપણ એક વિષયનું ૩૦૦ માર્ક્સનું હશે. લેખિત પરીક્ષામાં સફળ ઉમેદવારોની મુખ્ય પરીક્ષા યોજાશે. આ પરીક્ષા જનરલ કેટેગરીનાં ઉમેદવારો ચાર વખત, ઓબીસી સાત વખત તથા એસ.સી./એસ.ટી. ઉમેદવારો ગમે તેટલીવાર આપી શકશે.

અરજીપત્ર: આ અંગે અરજી કરવા માટેનું નિયત અરજીપત્ર જિલ્લા મુખ્ય પોસ્ટ ઓફિસ પરથી રૂબરૂમાં રૂ.૨૦માં મળશે. વેબસાઇટ : www.upsc.gov.in
અરજીની છેલ્લી તા.૧ ફેબ્રુઆરી, ૨૦૧૦ છે.

SBI ઓફિસર્સ ભરતી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિકાનેર, જયપુર, ઇન્દોર, મૈસુર, પટિયાલા, ત્રાવણકોર શાખા માટે પ્રોબેશનરી ઓફિસર્સની ભરતી થઇ રહી છે. અહીં ભરતી થયા બાદ ઉમેદવારને શરૂઆતમાં બે વર્ષનાં પ્રોબેશન પર ભરતી કરાશે. પ્રોબેશન પિરીયડ દરમિયાન માસિક રૂ.૧૦ હજાર પગાર મળવાપાત્ર છે.

પ્રોબેશન પિરીયડ પુરો થયા બાદ માસિક રૂ.૧૦,૦૦૦-૧૮,૨૪૦નાં સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત અન્ય અનેક લાભો મળવાપાત્ર છે. અહીં ભરતી સંબંધિત તમામ શહેરોની ભેગી મળી કુલ ૧૭૧૭ જગ્યાઓ પર ભરતી થઇ રહી છે. આ જગ્યાઓમાં અનુ. જાતિ, અનુ. જનજાતિ અન્ય પછાત વર્ગ માટે અનામત જગ્યા ફાળવવામાં આવી છે. અપંગ ઉમેદવારોની અલગથી પપ જગ્યાઓ પર ભરતી થશે.

લાયકાત: આ માટે ધો. ૧૨ કે ધો. ૧૦ પછી ડિપ્લોમા કોર્સ ૬૦ ટકા સાથે પાસ કર્યું હોય આ ઉપરાંત ગ્રેજ્યુએશન પપ ટકા સાથે પાસ કર્યું હોય તેવા ઉમેદવારો અરજીપાત્ર છે. અનુ. જાતિ/અનુ. જનજાતિ/શારીરિક ખોડખાંપણ ધરાવતાં ઉમેદવારો માટે ડિપ્લોમા કે ધોરણ ૧૨ માં પપ ટકા તથા સ્નાતક કક્ષાએ પ૦ ટકા માર્ક્સ જરૂરી છે.

જે ઉમેદવારોએ ધોરણ ૧૨ માં ૬૦ ટકા (SC/ST/PWD પપ ટકા) માર્ક્સ મેળવી CA/ICWA/CFA કે CS કરેલ હોય તે પણ અહીં અરજી કરી શકે છે. અરજી કરનાર ઉમેદવારે પૂર્ણ સમયનો ડિપ્લોમા કોર્સ કર્યોહોવો જરૂરી છે. ઘેરબેઠા ડિપ્લોમા કરેલ અરજીપાત્ર નથી.

વયમર્યાદા: તા.૩૧-૧-૨૦૧૦ના રોજ ઉમેદવારની વય ૨૧ થી ૩૦ વર્ષ હોવી જરૂરી છે. તેમાં એસ.સી./ એસ.ટી.ને પાંચ, ઓબીસીને ત્રણ, જનરલ કેટેગરીનાં અપંગ ઉમેદવારોને દસ વર્ષની છુટ મળે.

૫સંદગી પ્રક્રિયા: સ્પર્ધાત્મક કસોટી તા.૭ માર્ચ, ૨૦૧૦નાં રોજ અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા ખાતે યોજાશે.

અરજીપત્ર: અરજી માટેની જરૂરી ફી જમા કરાવ્યા બાદ ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની છે. તે માટે નીચેની સાઇટ જોવી. www.statebankofindia.com, www.sbi.com.in બેન્કમાં ફી જમા કરાવવાની છેલ્લી તા.૨૫-૧-૨૦૧૦ છે. તથા ઓનલાઇન અરજીની છેલ્લી તા.૩૧-૧-૨૦૧૦ છે.

BITSAT - 2010: દેશની ખ્યાતનામ ઇજનેરી કોલેજોમાંની એક બિરલા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (BITS), પિલાની (રાજસ્થાન), ગોવા તથા હૈદરાબાદ ખાતે હાલ પ્રવેશ શરૂ છે. અહીં ચાલતા અભ્યાસક્રમો વિશે સંસ્થાની વેબસાઇટ જોવી.

લાયકાત: અહીં ઉપલબ્ધ તમામ ઈન્ટિગ્રેટેડ ફર્સ્ટ ડિગ્રી પ્રોગ્રામ માટે ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટીક્સ સાથે ધોરણ ૧૨ પાસ કે પરીક્ષા દેનાર ઉમેદવારો પ્રવેશપાત્ર છે. ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટીક્સમાં એગ્રીગેટ ૮૦ ટકા માર્ક્સ જરૂરી છે.

પ્રવેશ પ્રક્રિયા: અહીં પ્રવેશ માટે BITSAT (BITS એડમિશન ટેસ્ટ) ૧૦ મે થી ૧૦ જૂન, ૨૦૧૦ દરમિયાન વિવિધ કેન્દ્રો પર યોજાશે. પરીક્ષાની અને તેના કેન્દ્રો અંગેની માહિતી માટે ઇન્સ્ટિટયૂટની વેબસાઇટ જોવી. આ પરીક્ષા જે વિદ્યાર્થીઓએ ૨૦૦૯માં ધોરણ ૧૨ પાસ કરેલ છે તે અથવા ૨૦૧૦માં જે ધોરણ ૧૨ પાસ કરવાના છે તેઓ જ આપી શકશે.

પ્રવેશપત્ર: માહિતી-પ્રવેશપત્ર ઘેરબેઠા પોસ્ટથી મેળવવા રૂ|.૧૧૦૦/-(અગિયારસો) નો ક્રોસ્ડ ડિમાન્ડ ડ્રાફ્ટ ‘Birla Institute of Technology and Science’ના નામનો ફઇક SBI Pilani (Code 11309) અથવા સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર (કોડ ૧૦૩૯૮) અથવા યુકો બેન્ક, વિદ્યાવિહાર, પિલાની (કોડ 0150) અથવા ICICI બેન્ક, જુનજુનુ (કોડ 0799) ખાતે ચૂકવાય તેવો પ્રવેશપત્ર મંગાવતી અરજી સાથે મોકલવો.

મહિલા ઉમેદવારોએ પ્રવેશપત્ર ઘેરબેઠા મંગાવવા રૂ|.૬૦૦/-નો ડિમાન્ડ ડ્રાફટ ઉપર મુજબની સુચના અનુસાર મોકલવો. Admissions Officer, BITS, Pilani (Rajashtan) - 333031
Website : www.bitsadmission.com/
પ્રવેશની અંતિમ તા.૩૦ જાન્યુઆરી, ૨૦૧૦ છે.

 
 
 

Your Opinion
 
 
Code:
7 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment