Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Swarnim Gujarat
 

સ્વર્ણિમ ગુજરાત માટે આજે સુરત દોડશે

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 2:53 AM [IST](31/01/2010)
 
 
 
 
 
એસવીએનઆઇટી સર્કલથી એસ.કે. નગર સર્કલ સુધીનો રસ્તો ચાર કલાક બંધ રહેશે

મહાનગરપાલિકાએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરમાં પ્રથમ વખત રવિવારે સવારે ૭. ૩૦ વાગ્યે મહાદોડ, સિટી રન, રન ફોર સુરતના સુરત- ડુમસ રોડ પર કરેલા આયોજનમાં ૧૦, ૨૦૦થી વધુ એન્ટ્રી નોંધાઈ છે. પાલિકા કમિશનર કુ. એસ. અપર્ણાએ યુવાધન, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટિઝન્સ સહિત તમામ સ્તરના શહેરીજનોને મેરેથોન દોડમાં હાજર રહેવા અપીલ કરી છે.

એસવીએનઆઇટી કોલેજથી યુવાનોની જ્યારે પિપલોદ કારગિલ ચોકથી મહિલાઓ, સિનિયર સિટિઝન્સ માટે શરૂ થનારી ત્રણથી સાડા ચાર કિ.મી. સુધીની આ મેરેથોન દોડ સવારે ૮ વાગ્યે ડુમસ રોડ પરના વાય જંકશન પછીના ભાવિ દર્શન સંકુલ પાસે સમાપન થશે.

રન ફોર સિટી દોડને મેયર રણજિત ગિલીટવાલા મુખ્ય મહેમાન, બારડોલીના સાંસદ તથા કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના આદિવાસી કલ્યાણમંત્રી ડો. તુષાર ચૌધરી, રાજ્યના પંચાયત-પુરવઠા મંત્રી નરોત્તમ પટેલ, વન મંત્રી મંગુભાઇ પટેલની હાજરીમાં લીલી ઝંડી આપશે.

આ દોડના સમારંભમાં કલેક્ટર એ.જે. શાહ, પોલીસ કમિશનર શિવાનંદ ઝા સહિતના વહીવટી વડાઓ, સુરતના સાંસદ દર્શના જરદોશ, નવસારીના સાંસદ સી આર પાટીલ, ધારાસભ્યો, પાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપના નવા પ્રમુખ, કોર્પોરેટરો, કોર્પોરેટ ક્ષેત્ર, હીરા , ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગ ગૃહો, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તથા વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહેશે.

પાલિકાના ૪૦૦ કર્મચારીનો કાફલો દોડના રસ્તાને કોર્ડન કરશે : દોડના બંને રસ્તાને કોર્ડન કરી લેવાશે, આ દોડમાં ભાગ લેનારાં સ્પધર્કોઅંદર- બહાર નહીં જાય તે માટે પ્રત્યેક ૫૦ મીટરના અંતરે દોડના સમગ્ર માર્ગ પર ત્રણના જૂથમાં પાલિકાના તમામ સ્તરના ૪૦૦ અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહેશે. ઊભા કરાયેલાં ૬૦ સ્ટોલો પરથી સત્તાવાર એન્ટ્રી કરાવનારાં ૧૦, ૨૦૦ સ્પર્ધકોને ટી શર્ટ આપવામાં આવશે.

તાત્કાલિક સારવાર માટે તબીબી ટીમો સ્ટેન્ડ ટુ રહેશે : આ દોડમાં વિશાળ સંખ્યામાં સ્પર્ધકો ઉપરાંત મહિલાઓ, સિનિયર સિટિઝન્સ હાજર રહેવાના હોવાથી તેમના આરોગ્યની સલામતિ માટે તબીબી ટીમો સાથેનો તાકીદની સારવારનો કાફલો સ્ટેન્ડ ટુ કરાયો છે.

૬થી ૧૦ સુધી ચાર કલાક માટે આ રસ્તા બંધ રહેશે

એસવીએનઆઇટીથી આગળ નહીં જવાય, વૈકિલ્પક વ્યવસ્થા

સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત તા. ૩૧-૧-‘૧૦ના રોજ સવારે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી સિટી રનનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન એસવીએનઆઇટી સર્કલથી એસ.કે. નગર સર્કલ સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે તેવું જાહેરનામું પોલીસ કમિશનરે પ્રગટ કર્યું છે.

પોલીસ કમિશનરે જારી કરેલા જાહેરનામા મુજબ તા. ૩૧મીએ સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી એસવીએનઆઇટી સર્કલથી એસ.કે.નગર સર્કલ સુધીનો રસ્તો સુરત-ડુમસ આવતો જતો બન્ને બાજુનો મેઇન રોડ તમામ પ્રકારનાં વાહનો માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે તે મુજબ સુરતથી ડુમસ તરફ જતાં વાહનો જાની ફરસાણથી સિટી લાઇટ રોડ, અલથાણ ગામ, ખજોદ ચોકડીથી એસ.કે.નગર સર્કલ થઈ ડુમસ જશે. તો ડુમસથી સુરત તરફ આવનારાં તમામ વાહનો એસ.કે. નગર સર્કલથી ખજોદ ચોકડી થઈ મગદલ્લા બ્રિજ, ઓએનજીસી ચાર રસ્તા થઈને સુરત પહોંચશે.

સિટી રન માટે પાર્કિંગ વ્યવસ્થા

એસ.વી.એન.આઇ.ટી. કેમ્પસ

૧૫થી ૩૫ વર્ષ તથા ૩૬થી ૬૦ વર્ષની ઉંમરના પુરુષ સ્પર્ધક માટે

(૧) ઉધના-મગદલ્લા રોડ તરફથી આવતાં તમામ વાહનો માટે યુનિવર્સિટીની સામે આવેલા એસવીએનઆઇટી કોલેજના ગેટમાં થઈ કેમ્પસમાં આવેલા પાર્કિંગ પ્લોટ નં-૧.

(૨) સરગમ શોપિંગ સેન્ટર તરફથી આવતાં તમામ વાહનો માટે એસવીએનઆઇટીની સામે ઉમરા ગામ જવા રસ્તા ઉપર હોટલ વૂડલેન્ડ પાસેના પાર્કિંગ પ્લોટ નં.-૨ તથા પ્લોટ નં.-૩.

કારગિલ ચોક

સિનિયર સિટિઝન, સ્ત્રી સ્પર્ધક તથા ૭થી ૧૪ વર્ષના બાળસ્પર્ધક માટે

(૧) એસવીએનઆઇટી કોલેજથી ઉમરા ગામ તથા વચ્ચે આવતા રોડ પર થઈ શારદાયતન સ્કૂલના કમ્પાઉન્ડમાં પાર્કિંગ પ્લોટ નં.-૫.

(૨) ઉધના-મગદલ્લા રોડ પરથી આવતાં વાહનો માટે લેકવ્યૂ ગાર્ડનની પાછળના ભાગમાં આવેલા પાર્કિંગ પ્લોટ નં-૪.

એસવીએનઆઇટીના મુખ્ય દરવાજેથી કોઈપણ વાહનને પ્રવેશ મળશે નહીં.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.