ભૂતકાળ અને વર્તમાનની તુલના કરતી વખતે લાગે છે કે નવા યુગનો મંત્ર છે- ઝડપ, ગતિ. વિકાસની સાઇકલમાં પરિવર્તન માટે જવાબદાર અને ભવિષ્યમાં અન્ય ફેરફાર લાવનારાં બદલાતાં રહેતાં પરિમાણો અને પરિબળોને આપણે સમજવા પડશે.
આ પરિમાણોમાં તીવ્ર ગતિએ વધતો સાક્ષરતાનો દર, રાત-દિવસ ચાલતી તકનીકી નવીનીકરણની પ્રક્રિયા, સૌથી ઝડપી અને સોંઘી સંદેશાવ્યવહાર સેવાઓ, વિપુલ માહિતીની સરળતમ ઉપલબ્ધતા અને ખાસ કરીને વૈશ્વિક બજારનું ખુલવું વગેરે સમાવી શકાય.
આ પરિબળો એ જ વિકાસને મેન્યુફેકચરિંગથી સર્વિસ સેકટર તરફ અને મૂડીનાં સંસાધનોથી માનવીય અને જ્ઞાન સંસાધનો તરફ વાળ્યો છે.
ગુજરાતીઓ પહેલેથી જ વિશ્વભરમાં એક ઉધોગસાહસિક અને ઉધમી પ્રજા તરીકે વિખ્યાત છે. જોખમ ઉઠાવવાની ક્ષમતા અને સાથે સાથે પરિપકવ વ્યાપારિક બુદ્ધિને કારણે ગુજરાત રાજય નવા ઉધોગ માટે સ્વર્ગભૂમિ સમાન છે.
બાયો-ટેકનોલોજી
ગુજરાત જૈવિક સંસાધનોની બાબતમાં સમૃદ્ધ છે. અહીં ઔષધીઓનો પરંપરાગત પાયો મજબૂત છે તથા બોયટેકનોલોજીની ભરપૂર માગ ધરાવતા ઉધોગોની પણ કમી નથી. વળી, આ બધાને શૈક્ષણિક માળખા અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન થકી સરકારી મદદનું મજબૂત પીઠબળ ઉપલબ્ધ છે.
બાયોટેક ઇન્ડસ્ટ્રીના કાર્યક્ષેત્રમાં હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, એગિ્રકલ્ચર બાયોટેકનોલોજી, ઈડસ્ટ્રીયલ એન્ઝાઇમેશ, બોયઇન્ફર્મેટિકસ, ડાયગ્નોસ્ટિક્સ, વેકિસન્સ, સ્ટેમ સેલ, કોન્ટ્રાકટ રિસર્ચ, મરિન અને પર્યાવરણીય બાયોટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે.
કૃષિ ક્ષેત્ર પણ તેમાં જોડાય, જે બાયો-ફયુઅલ, બાયો-ફટિર્લાઇઝર્સ, ડાયગ્નોસ્ટિકસ અને ટેસ્ટિંગ સુવિધાઓ વગેરે બાબતોમાં મજબૂત છે. આ એક મોટું વ્યાપારિક ક્ષેત્ર છે, જે હજું વણખેડયું છે.
આઈટી અને તેને સંબંધિત ઉધોગો
અન્ય આઈટી-બીપીઓ હબ કરતાં ગુજરાતમાં રિયલ એસ્ટેટના નીચા દર અને વેતનના ધોરણો સરખામણીએ નીચા હોવાને લીધે ૩૦ ટકા કરતાં પણ ઓછા ખર્ચે સેવા ઉપલબ્ધ છે. આંતરમાળખાકીય સુવિધા અને સરકારની અનુકૂળ નીતિને કારણે ગુજરાતમાં આઈટીનું ભાવિ ઉજળું છે.
ગુજરાત દેશનું એક સૌથી મોટું ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક ધરાવે છે, આમ, આ પાસું મજબૂત હોવાથી ગુજરાતમાં આ ઉધોગ સરળતાથી ફૂલી-ફાલી શકશે. ગુજરાતમાં બીપીઓ અને કેપીઓ એકમને વિકસવા માટે ખાસ્સો અવકાશ છે. કા"લ સેન્ટર, ડેટા એન્ટ્રી, ટ્રાન્સક્રિપ્શન, એન્જિનિયરિંગ, હેલ્થ કેર, ફાઇનાન્સિયલ અને રિસર્ચ જેવાં ક્ષેત્રે રોજગારી અને વિકાસની મોટી સંભાવના છે.
ગુજરાત પાસે કૌશલ્યવાન અને લાયકાત ધરાવતા લોકો, વેપાર માટેનું યોગ્ય માહોલ, ઓછો ખર્ચ અને માળખાકીય સુવિધા હોવાથી આઈટી અને તેને સંબંધિત ઉધોગોપતિઓ ગુજરાત તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે. એનઆરઆઈ લોકો પણ મોટી સંખ્યામાં આ ક્ષેત્રે રોકાણ કરવા ઉત્સુક છે.
પ્રવાસન
ગુજરાતમાં પ્રવાસીઓ માટે જુદા જુદા પ્રકારનાં સ્થળો ઉપલબ્ધ છે. જેમકે, વન્યજીવન, પૌરાણિક સ્થાપત્યો, કુદરતી સૌંદર્ય, ધાર્મિક સ્થળો, શિલ્પ વગેરે પરંપરાગત કલાકેન્દ્રો, દરિયાકિનારો અને જુદા જુદા પ્રદેશની આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓ. ગુજરાતનું પ્રવાસન મંત્રાલય પણ આ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
મેડિકલ ટૂરિઝમ
વિશ્વ કક્ષાની આરોગ્ય સુવિધાઓ, તાત્કાલિક ઉપલબ્ધતા અને સૌથી અગત્યનું યુકે અને અમેરિકા કરતાં દશ ગણી સસ્તી સેવાઓને કારણે ગુજરાત આજે મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે વિખ્યાત બન્યું છે. હેલ્થકેર અને મેડિકલ ઇન્ડસ્ટ્રીને વિકસવા માટે અહીં ઘણો મોટો અવકાશ છે.
ગુજરાતે આ ક્ષેત્રે વધુ વિકસવા માટે કર્મચારીઓને યોગ્ય કૌશલ્ય-તાલીમ, કર્મચારીની ગુણવત્તાસુધારના કાર્યક્રમોનું આયોજન, પર્યાવરણમિત્ર તકનીકનો સ્વીકાર તથા સંશોધન અને નવીનીકરણના ક્ષેત્રે વધુ ઘ્યાન આપવા જેવી પાયાની બાબતોનું ખાસ ઘ્યાનમાં રાખવું જરૂરી છે.
શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ
પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ અભ્યાસ, હાઇટેક સાયન્સ અને ટેકનોલોજી સાથે સાથે પરંપરાગત અને આધુનિક વ્યવસાયો માટેની વ્યાવસાયિક તાલીમ સુધી દરેક સ્તરે શિક્ષણનું સ્તર સુધારવા માટે પગલાં લેવા જોઈએ. મને લાગે છે કે કષિની ઉત્પાદકતા વધારવા અને ઔધોગિક ઉત્પાદનની ગુણવત્તાનું સ્તર ઊચું લાવવા માટે ખૂબ સારી તક ઉપલબ્ધ છે.
આઈટી અને બાયોટેકનોલોજી જેવા ઊગતા ક્ષેત્રોમાં ગુજરાત ધારે તો ઘણો વિકાસ સાધી શકે એમ છે. જોકે, આ બધા માટે સ્થાનિક સ્તરે શાંતિ-સ્થિરતા અને સુશાસનની આવશ્યકતા રહે છે. ૨૦૧૦નું સ્વિર્ણમ ગુજરાત ઊર્જાવાન, ઉધોગસાહસિકતામાં અવ્વલ અને ઉધોગ ક્ષેત્રે વિખ્યાત બની ઊભરશે.
મને લાગે છે કે ઇતિહાસમાં કયારેય નહોતું એટલું સો ટકા સાક્ષર, આરોગ્યમય અને વધુ સમૃદ્ધ બનવા તરફ ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે.