અમરેલી થી શરૂ થયેલી સંકલ્પ યાત્રા મે-૨૦૧૧માં ગાંધીનગરમાં પુરી કરવામાં આવશે ત્યારે ગુજરાત એક નવા ક્ષિતિજે હશે તેવો આત્મ વિશ્વાસ વ્યકત કરી વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટે કહ્યું હતું કે ૫૦ વર્ષના સાક્ષી એવા મહાનુભાવો અહીં ઉપસ્થિત થયાં છે તે ગુજરાતની એકતા અને ભાવના બતાવે છે. ગુજરાતીઓએ માત્ર ભારત જ નહીં વિશ્વના ખૂણામાં એક ગુજરાતની રચના કરી છે. સ્વિર્ણમ સંકલ્પથી ગુજરાતની દિશા ૨૧મી સદીની ટોચે હશે.
વિધાનસભામાં યોજાયેલી પરિષદના આમંત્રિતોનું સ્વાગત કરતાં તેમણે કહ્યું હતું કે સંકલ્પ પરિષદ ભારતમાં એક નવું સોપાન ઉમેરે છે. ૨૦૧૦ની પહેલી તારીખે ગુજરાતમાં ઇતિહાસ લખાયો છે. સ્વિર્ણમ ગુજરાતના પ્રથમ તબક્કામાં અમરેલીથી સંકલ્પ રથની શરૂઆત થઇ હતી.
બીજા તબક્કામાં રાજયભરમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અઘ્યક્ષે કહ્યું હતું કે વિધાનસભામાં પહેલી વખત સ્વર્ગસ્થ મુખ્યમંત્રીઓ અને સ્પીકરની તસવીરોનું અનાવ રણ કરવામાં આવ્યું છે જેના કારણે ભૂતકાળ સામે આવી ગયો છે.