ગુજરાતના ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાનસભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજકીય ક્ષેત્રે આગેવાની લઈ ગુજરાતને સ્વર્ણિમ સ્વરૂપ આપનારા દિગ્ગજ રાજનૈતિકો એકત્ર થયા હતા. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજયના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની ગેરહાજરી નોંધપાત્ર બની હતી.
ગુજરાત વિધાનસભાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ગાંધીનગરમાં એવા પણ સભ્યો ઉત્સાહ સાથે આવ્યા હતા કે ઉંમરના કારણે તેમની શારીરિક સ્થિતિ નબળી પડી હતી. ઘણાં વર્ષો પછી સભાગૃહમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળતાં રાજીના રેડ થઇ ગયેલા ૫૦ વર્ષ જુના ધારાસભ્યો પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા હતા. આ ઐતિહાસિક સમારંભની અલભ્ય તસવીરો અત્રે પ્રસ્તુત છે...
તમામ તસવીરોઃ કલ્પિત ભચેચ