Home >> Ajab-Gajab >> Interesting
 • જ્યારે છોકરા પર કરાયો લેબર પેઈનનો ટેસ્ટ, થયા આવા હાલ
  અજબ-ગજબઃઅમેરિકાના ટેનેસીમાં એક અનોખો અખતરો કરવામાં આવ્યો. અહીં ડિલિવરી દરમિયાન મહિલાઓને થતાં લેબર પેઈનનો ટેસ્ટ પુરુષો પર કરવામાં આવ્યો. Jonny Wade નામના એક સ્ટુડન્ટ પર જ્યારે આ ટેસ્ટ કરવામાં આવ્યો તો તે આ દર્દને સહન કરી શક્યો અને માત્ર 20 સેકન્ડમાં જ બુમાબુમ કરવા લાગ્યો. જેને જોઈને તેની સાથે રહેલા તેના ફ્રેન્ડ્સ જોર જોરથી હસવા લાગ્યા.
  43 mins ago
 • બંઝી જમ્પિંગની લેવા ગયા મજા અને થઈ ગઈ દુર્ઘટના, જુઓ વીડિયો
  અજબગજબ ડેસ્કઃપ્રવાસની ક્ષણો અને યાદો ક્યારેક દુઃસ્વપ્ન બની જાય છે. મજા કરવા જતા મોત સાથે પનારો પડે તો ? જુઓ અહીં એક મહિલા બંઝી જંમ્પિગ કરવા માટે એક પુલ પર ઊભી છે. બંઝી જમ્પીગ માટે તે તૈયાર છે. ટ્રાવેલ કંપનીનો કર્મચારી તેને ધક્કો મારીને નીચે ફેંકે છે અને મહિલા અધ્ધવચ્ચે લટકવાને બદલે સીધી જ નદીમાં નીચે પડે છે. નદીમાં પાણી ઓછું હોવાને કારણે તે સીધી જમીન સાથે અથડાય છે. ઘટના બોલિવિયાના એક ગામની છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિલાનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું.
  11:23 AM
 • આકાશમાં 300 ફૂટ ઊંચે શખ્સે આ રીતે કરી ઊંઘ, વીડિયો વાયરલ
  અજબગજબ ડેસ્કઃ જો તમને આકાશમાં 500 ફૂટ ઊંચે આરામ ફરમાવવાનું મળે તો? કેવી મજા પડે ? બસ આવો જ આઈડિયા આ શખ્સે અજમાવ્યો. અહીં તેણે એક મોટું ડ્રોન લઈ તેની નીચે એક ઝૂલો લટકાવ્યો. ડ્રોનનું રિમોટ કન્ટ્રોલ પોતાના હાથમાં લઈને તેણે ડ્રોન ઊડાડ્યું. બસ ડ્રોન ઊડ્યા બાદ તો મહાશય પહોંચી ગયા હવામાં અને લહેરાવા લાગ્યા. નીચે ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈને અચંબામાં પડી ગયા. આ વીડિયો પણ એક કારમાં જઈ રહેલા શખ્સે જ બનાવ્યો હતો.
  11:23 AM
 • લુંગીમાં સાપ ભરીને શખ્સે ચાલતી પકડી, લોકો જોતાં રહી ગયા, જુઓ વીડિયો
  અજબગજબ ડેસ્કઃ મોટા ભાગે સાપને જોઈને જ લોકો ભાગવા લાગે છે. બહુ ઓછા લોકો હોય છે જે સાપને પકડી શકે. પરંતુ આ જુઓ અહીં આ શખ્સે સાપને પકડ્યો છે અને તે જાણે રમકડાંની જેમ સાપને રમાડી રહ્યો છે. સાપ તેના હાથમાં જ છે પરંતુ જાણે તેને જરા પણ ડર નથી. લોકો સાપથી ડરીને દૂર ઊભા છે. ત્યાં અચાનક જ આ શખ્સ સાપને પોતાની લૂંગીમાં નાખી દે છે. સામે ઊભેલા લોકો જોતાં જ રહી જાય છે અને સાપને લૂંગીમાં નાખીને શખ્સ જતો રહે છે. વીડિયો દક્ષિણ ભારતના એક ગામનો છે.
  11:23 AM
 • કરોળિયાને પકડવા ગયો યુવક પણ બાદમાં જે થયું તે જોઈને તમારા હોંશ ઉડી જશે
  અજબ-ગજબઃ એક અમેરિકી યુવક જીવતા કરોળિયાને પકડીને ઘરની બહાર ફેંકવાની કોશિશ કરી રહ્યો છે. તે તેને મારવા નથી ઈચ્છતો. અને એટલે જ તે એક બાઉલમાં પકડવા જાય છે. તે છત પર ચોંટેલા કરોળિયાને પકડવા સીડી પર ચડે છે, તે કરોળિયાને બાઉલમાં પકડી પણ લે છે. પરંતુ નીચે આવીને જુએ છે તો કરોળિયો બાઉલમાં નથી હોતો. અને તેના માથા પર ચિપકી જાય છે.
  April 25, 04:36 PM
 • આ ગામમાં દર પચાસ છોકરીએ એક છોકરી કિશોરાવસ્થામાં બની જાય છે છોકરો
  અજબ-ગજબઃઉત્તરી અમેરિકાના કેરેબિયન વિસ્તારમાં આવેલુ આ છે સેલિનાસ ગામ. આ ગામની એક વિચિત્ર માન્યતા છે. કહેવાય છે કે આ ગામમાં દર પચાસ બાળકોએ એક બાળક એવુ જન્મે છે. જે જન્મ સમયે છોકરી હોય છે પરંતુ કિશોરાવસ્થામાં આવતા-આવતા છોકરો બની જાય છે. જોકે આ એક મેડિકલ કંડિશન છે.જેને સ્યુડો હારમોફ્રોડાઈટ કહે છે. આ કંડિશનમાં જે બાળક જન્મે છે. જન્મ સમયે તેનો પ્રાઈવેટ પાર્ટ છોકરી જેવો જ હોય છે. પરંતુ જેમ-જેમ તેની ઉંમર વધે છે તેમ તેમ તેની બોડી છોકરા જેવી બનતી જાય છે.
  April 25, 03:31 PM
 • બિલ્ડિંગ પરથી કુદકો મારવા જતી જ હતી કે શખ્સે માર્યો ધક્કો!
  સ્યુસાઈડ કરવા બિલ્ડિંગની પારી પર ચડેલી આ યુવતીને જોઈને સૌ કોઈ ડઘાઈ ગયા.વીડિયો જાપાનના કોઈ સીટીનો છે. જ્યાં એક યુવતી મરવા માટે બિલ્ડિંગની ટોચ પર ચડી ગઈ,લાસ્ટ ટાઈમ સુધી એવુ લાગતુ હતુ કે તે હમણા કુદી જશે, પરંતુ સદનસીબે અજાણી રીતે ફાયર ફાયટરના માણસે તેને બચાવી લેતા તેનો જીવ બચી ગયો હતો.
  April 25, 11:58 AM
 • હવે એકલા ઉડવાનું સપનું થશે પુરૂ, જોઈ લો આ ફ્લાઈંગ કારને
  અજબ-ગજબઃએકલા ઉડવાનું મન થયુ છે ક્યારેય. તો તમારૂ આ સપનુ હવે પુરુ થશે. કેલિફોર્નિયાની સિલિકોન વેલી કંપનીના એક એરોસ્પેસ એન્જીનીયર કિટી હોકે એક વ્યક્તિગત ફ્લાઈંગ મશીન બનાવ્યુ છે. જે હવામાં ઉડે છે. આ મશીનને કંપની 2017ના એન્ડ સુધીમાં માર્કેટમાં મુકી દેશે, આઠ રોટર્સથી ચાલતુ આ વિમાન રોડ પર ચાલીને નહીં પણ હેલિકોપ્ટરની જેમ સીધી ઉડાન ભરે છે. તેનો વજન 220 પાઉન્ડ એટલે કે 100 કિલો છે. અને 15 ફૂ઼ટની ઉંચાઈ પર 25 માઈલ પ્રતિકલાકની ઝડપથી દોડી શકે છે.
  April 25, 11:18 AM
 • આ કાર ડ્રાઈવર વગર ચાલે છે, જુઓ એક્સિડેન્ટથી કેવી રીતે બચે છે
  અજબ-ગજબઃકારમાં ડ્રાઈવર ન હોય છતાં પણ તમને ડેસ્ટીનેશન સુધી પહોંચાડે તો કેવુ. EZ10 નામની દુબઈની આ કાર ડ્રાઈવરલેસ છે..જે વગર ડ્રાઈવરે તમને મુસાફરી કરાવે છે. દુબઈનો ટાર્ગેટ છે કે તે 2030 સુધીમાં 25 ટકા ડ્રાઈવરલેસ ટ્રાન્સપોર્ટેશન અચીવ કરશે, અને તેની ખાસિયત એ પણ છે કે તેમાં 360 સેન્સર હોવાને લીધે તેની આજુ બાજુની દૂરી પર કોઈ પણ આવતા તે ઉભી રહી જાય છે.જેના કારણે એક્સિડેન્ટ થવાની શક્યતા નહીવત રહે છે.
  April 24, 03:59 PM
 • આ 8 ચીજ જે માત્ર દુબઈમાં જ છે, દુનિયામાં બીજે ક્યાંય નથી
  અજબ-ગજબઃદુબઈ દુનિયાના એવા શહેરોમાંનું એક છે જ્યાં વધુમાં વધુ ટુરિસ્ટ આવે છે. સંયુક્ત અરબ અમિરાતમાં એવી ઘણી વસ્તુઓ છે બીજે ક્યાંય જોવા નથી મળતી. 1.જેમાં સૌથી પહેલુ નામ આવે પોલીસની સૌથી મોંઘી કાર્સ.જીં હાં અહીં પેટ્રોલિંગ માટે પોલીસને વિદેશી કાર આપવામાં આવી છે. તેમાં ફરારી,લમ્બોર્ગિની અને બીએમડબલ્યુ જેવી કારનો પણ કાફલો છે. 2.બીજા નંબર પર છે ગોલ્ડ એટીએમ. એવા એટીએમ જેમાંથી સોનુ નીકળે છે. તેને મોલમાં એક જર્મન કંપનીએ લગાવ્યુ છે. સોનાના બિસ્કીટની સાથે જ અહીં 300 આઈટમ્સ નીકળે છે, કસ્ટમર્સ તેનુ...
  April 24, 03:43 PM
 • પહાડોની વચ્ચે દોરડા પર ચલાવી બાઈક, હજારો ફૂટની ઊંચાઈએ દિલધડક સ્ટંટ
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીયે છીએ. અમારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  April 24, 03:40 PM
 • અહીં છોકરીઓને મળે છે વધારે પૈસા, આવા છે Porn ઇન્ડસ્ટ્રીના 10 સીક્રેટસ
  અજબ-ગજબ ડેસ્ક : કોઈ પસંદ કરે કે ના કરે પણ પોર્ન ઇન્ડસ્ટ્રીનો પગ પેસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ પ્રોફેશનમાં પૈસો બહુ છે પણ trending-buzzz.com નામની વેબસાઈટે એના સીક્રેટ બહાર લાવવાનું કામ કર્યું છે. ડિગ્રી હોલ્ડર હોય છે મોટાભાગના પોર્ન સ્ટાર્સ... માન્યામાં નથી આવતુને પણ આ સત્ય છે. આ ઇન્ડસ્ટ્રીનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પોર્ન સ્ટાર્સ હોય છે. પરંતુ એવું નથી કે આ લોકો કોઈ મજબુરીમાં આ પ્રોફેશનમાં આવે છે. મોટાભાગના પોર્નસ્ટાર ગ્રેજ્યુએટ નહીં પણ માસ્ટર ડિગ્રી હોલ્ડર હોય છે. પોર્નસ્ટાર જોએના એન્જલ...
  April 24, 01:03 PM
 • આવી હોય છે મોડલ્સની રિયલ Life, ફોટોગ્રાફરે ક્લિક કરી એમની રૂટીન લાઈફ
  અજબ-ગજબ ડેસ્ક: એક પબ્લિકેશને હાલમાં જ મોડલ્સના રિયલ લાઈફ સાથે જોડાયેલા ફોટો પ્રકાશિત કર્યાં છે. આ ફોટોઝ દ્વારા પબ્લિશરે મોડલિંગ કરતી છોકરીઓની પર્સનલ લાઈફ બતાવી છે. આમાંથી કોઈ ફોટોમાં કોઈ મોડલ ફ્રી ટાઈમમાં રેસ્ટોરન્ટમાં સ્નેક્સની મજા માણી રહી છે, તો કોઈ બારી પાસે ઉભી રહીને સિરગેટની કશ લેતી દેખાય છે. ગ્લેમરથી એકદમ અલગ હોય છે રિયલ લાઈફ... આ ફોટો સીરિઝ દ્વારા ગ્લેમરસ લાઈફ જીવતી મોડલ્સની રિયલ લાઈફ બતાવાઈ છે. The Soupનામના પબ્લિકેશને મુંબઈમાં રહેતી 6 મોડલ્સના માધ્યમથી બતાવવાનો ટ્રાય કર્યો છે કે...
  April 22, 05:17 PM
 • ઝેરી મધમાખીઓથી ન્હાય છે, મુઠ્ઠો ભરીને પહેરેલા કપડામાં ભરે છે આ શખ્સ
  અજબ-ગજબઃમધમાખીનું નામ સાંભળતા જ આપણને મધપૂડો અને તેના પર બેઠેલું ઝુંડ નજર સામે દેખાય. અને આ મધપુડામાંથી મધ કાઢવુ એ દરેકના બસની વાત નથી. ભલભલા પણ આ ઝેરી જીવથી ડરી જતા હોય છે. મધમાખી કરડવાથી મોત પણ થાય એટલી ઝેરી હોય છે આ નાનકડી માંખી. પરંતુ આ શખ્સ મધમાખીઓની પરવાહ કર્યા વગર મધને ઉતારે છે. મધપુડામાંથી મધ કાઢતા-કાઢતા તે મધમાખીઓને ક્યારેક પોતાના માથા પર મુકે છે. તો ક્યારેક ખમીઝમાં મુઠ્ઠો ભરીને છુપાવે છે. પરંતુ એક પણ મધમાખી તેને કરડતી નથી. કે કોઈ નુક્સાન પહોંચાડતી નથી.
  April 22, 02:20 PM
 • જુગાડનો ઉપયોગ કોઇ આમનાથી શીખો, ઇન્ટરનેટ પર વાયરલ થયા Photos
  અજબ-ગજબ ડેસ્ક : જુગાડનો ઉપયોગ કરતાં લોકોના ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. જો કે આ ફોટો ક્યાંના છે એની માહિતી કોઈએ લખેલી નથી. કારણ કે આવા ફોટો ઇન્ટરનેટ યૂઝર્સ અલગ અલગ સોશિયલ સાઈટ પર શેર કરતાં હોય છે. આમાં કોઈ વેલ્ડિંગ મશીનથી ખાવાનું બનાવે છે તો કોઈ બીયરની બોટલથી રોટલી વણતા દેખાય છે.   ઉંઘ ના આવે એ માટેનો જુગાડ બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાના આ ફોટોને જ જુઓ. 1948માં ક્લિક થયેલો આ ફોટો એ વખતે મદ્રાસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ આ રીતે ભણતો હતો. ઉંઘ ના આવી જાય એ માટે એણે દીવાલની ખીલી સાથે પોતાની ચોટી...
  April 22, 11:05 AM
 • આવી જીંદગી જીવે છે વિધવા સ્ત્રીઓ, ફોટોગ્રાફરે બતાવી દેશ-દુનિયામાં Life
  અજબ-ગજબ ડેસ્ક: દુનિયાના વિવિધ દેશમાં વિધવાઓની હાલત કેવી હોય છે એ વિશે આપણે ઘણીવાર સાંભળ્યું અને વાંચ્યુ હશે. તાજેતરમાં Nat Geoના ફોટોગ્રાફર્સે ભારતના અલગ-અલગ શહેરો ઉપરાંત બોસ્નિયામાં જઈને એમની સ્ટ્રગલભરી લાઈફને કેમેરામાં કેદ કરી છે. ફોટોઝ દ્વારા એમણે એમની રહન-સહન અને ખાણીપીણીની રીત બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આવી છે વિધવાઓની Life... Nat Geoનું કહેવું છે ભારતમાં વૃંદાવન, વારાણસી અને વેસ્ટ બંગાળમાં સૌથી વધારે વિધવાઓ રહે છે. એમના માટે સામાજિક રીતે કેટલાક નિયમો પણ બનાવાયા છે. - જેમ કે વિધવાઓ હોળી...
  April 22, 12:10 AM
 • શહેર પાસે તરતો દેખાયો બરફનો પહાડ, ફોટો પાડવામાં મશગુલ બન્યાં લોકો
  અજબ-ગજબ ડેસ્ક : કેનેડાના ફેરિલેન્ડ પાસે દરિયામાં આશરે 150 ફૂટ ઉંચો બરફનો પહાડ દેખાવા લાગ્યો તો એને જોવા નાનકડા શહેરમાં ટૂરિસ્ટની ભીડ જામવા લાગી. લોકો ધડાધડ એના ફોટો પાડવા લાગ્યાં તો કોઈ એની સામે ઉભા રહીને ફોટો પડાવવા લાગ્યાં. ધીમેધીમે એટલી ભીડ થઇ કે ટ્રાફિક જામ થવા લાગ્યો. આ આઇસબર્ગ ટાઈટેનિકને ભરખી જનારા આઈસબર્ગ કરતાં પણ ઉંચો હતો. જાણો શું છે આખો કિસ્સો - કેનાડાના પૂર્વીતટ પર ન્યૂફાઉન્ડલેન્ડથી લેબ્રાડોર પ્રાંતની વચ્ચેના આ વિસ્તારને આઇસબર્ગ એલી કહેવામાં આવે છે. આની પાસે દર વર્ષે 600થી...
  April 21, 04:16 PM
 • હાઉસકીપર સાથે લિફ્ટમાં 2 કલાક સુધી ફસાઈ દીપિકા પાદુકોણ
  બોલિવૂડની ડિમ્પી ગર્લ દીપિકા પાદુકોણ હાલમાં જ કોકા-કોલાની એક ન્યૂ એડમાં અલગ જ અંદાજમાં જોવા મળી.સિરીયસ રોલ કરનારી દીપિકા એડમાં ફંકી લૂકમાં જોવા મળી. અહીં દીપિકા કેમેરામેન્સ અને મીડિયાથી બચીને હોટેલની લિફ્ટમાં જતી રહે છે. આ લિફ્ટમાં હોટેલનો હાઉસસ્કીપર કોકા-કોલાની બોટલ્સ લઈને જતો હોય છે. લિફ્ટમાં લાઈટ જતી રહેતા દીપિકા બે કલાક સુધી ફસાઈ જાય છે. અને હાઉસસ્કીપર સાથે કોકા-કોલાની મજા માણે છે.
  April 21, 04:03 PM
 • સોનુ,અઝાન અને લાઉડ સ્પીકરની સત્યતા, ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  છેલ્લાં કેટલાંક દિવસથી સિંગર સોનુ નિગમ ચર્ચાનું કારણ બન્યો છે. તેણે વ્હેલી સવારની મસ્જીદની અઝાનના લાઉડસ્પીકર પર વાંધો ઉઠાવ્યો છે. આ બબાલ બાદ બોલિવૂડ પર બે વિભાગમાં વહેંચાઈ ગયુ. કોઈ તેની તરફેણમાં તો કોઈ તેના વિરોધમાં આ બધા વચ્ચે ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ લેવલ પર જઈને સત્ય ઘટનાને ચકાસવાનો પ્રયત્ન કરતા કેટલીક વાસ્તવિકતા સામે આવી છે. સુત્રો મુજબ હાલ સોનુ મુંબઈના મિલ્લત નગરમાં આવેલા સમર્થ સિદ્ધિ બિલ્ડિંગમાં રહે છેઅને તેની બિલ્ડિંગથી અડધા કિલોમીટરની દૂરી પર મિલ્લતનગરની મસ્જીદ આવેલી છે. જ્યાં...
  April 21, 01:27 PM
 • 8 વર્ષનો વરરાજો ને 61 વર્ષની દુલ્હન, આ મજબૂરીએ કરાવ્યા લગ્ન
  અજબ-ગજબઃઆ છે 61 વર્ષની હેલેન શાબાનગુ અને આ છે 8 વર્ષનો તેનો ગ્રુમ સાનેલે મૈસિલેલા. આ અનોખા લગ્ન થયા દક્ષિણ આફ્રિકાના શ્વાનમાં 8 વર્ષના સાનેલે પાંચ બાળકોની માતા હેલેન શાબાનગૂને 100 ગેસ્ટની હાજરીમાં વેડિંગ રિંગ પહેરાવી. સાનેલની માતાની ઉંમર પણ હજુ 46 વર્ષ છે એવામાં તેની પુત્રવધુ 61 વર્ષની હોય આ લગ્ન કંઈક અનોખા હતા. તેમના કહેવા મુજબ સાનેલના દાદાની અંતિમ ઈચ્છા હતી કે તે પોતાના મૃત્યુ પહેલા પૌત્રને વરરાજો જોવા માગતા હતા. અને એટલે જ તાત્કાલિક આ લગ્ન કરવાનો નિર્ણય થયો. આ લગ્ન માત્ર પરંપરાના આધારે કરવામાં...
  April 21, 11:05 AM