Home >> Abhivyakti >> Our Columnists >> Vishnu Pandya
 • સ્મારકો પણ છે ગૌરવનું પર્યાવરણ!
  નજર અંદાજ ન કરવા જેવી એક વાત એ પણ છે કે, ગુજરાત રાજ્ય-સ્થાપના દિવસના ઉત્સવો આપણે ત્યાં ઊજવાઈ રહ્યા હશે ત્યારે જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એવી પૂછપરછ- છેક પૂણેમાં બેસીને- કરવાની છે કે સરદાર વલ્લભભાઈની નર્મદા બંધ પાસેની સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા પ્રતિમા)નું નિર્માણ અટકાવવું જોઈએ કે નહીં? મુદ્દો એવો ઊઠાવાયો છે કે, આ પ્રતિમાને લીધે પર્યાવરણને ભારે નુકસાન થશે તેની દરકાર રાખવામાં આવી નથી અને વેટલેંડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ રૂલ, 2010 તેમજ નેશનલ વેટલેન્ડ્સ ઈન્વેન્ટરી મિનિસ્ટ્રી ઓફ...
  April 21, 02:29 AM
 • યુનિવર્સિટીમાં વિદ્યાકીય નિસબત?
  -ડો. આંબેડકર ઓપન યુનિ.માં કળાથી કમ્પ્યૂટર, અર્થશાસ્ત્રથી જીવનરક્ષા સુધીના ઓનલાઈન અભ્યાસક્રમોનો આરંભ ડૉ.બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ અનેક રીતે થઈ શકે. તેમાંનો એક, તેમનો સતત રહેલો વિદ્યા-પ્રેમ હતો. ગઈકાલે તેવા પ્રયાસ સાથે જોડવાનો એક પ્રયાસ શરૂ થયો તે નોંધવા જેવી ઘટના છે. વિશ્વ વિદ્યાલયો, કુલપતિઓ, અભ્યાસક્રમો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, સેનેટ અને સિંડિકેટો તેમજ વિદ્યાર્થી-સંગઠનો. આ બધાંનું વિદ્યા-કાર્ય સાથે કેટલું અને કેવુંક સંધાન છે એ વિષય હવે તો કાયમ માટે ચર્ચાતો રહ્યો છે. મોટા ભાગે તો...
  April 14, 02:15 AM
 • એક વધુ નવો પક્ષ : ‘જો’ અને ‘તો’ની બલિહારી
  21મી સદીની ભારતીય રાજનીતિમાંથી નીતિ શબ્દનો છેદ ઊડી ગયો, બાકી કારણોનું કારણ રાજ-કારણ રહ્યું છે! સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ(યુ), જનતા દળ (એસ) ઈન્ડિયન નેશનલ લોકદળ (આઈએનઅલડી) અને સમાજવાદી જનતા પાર્ટી- આટલા પક્ષો કાં તો મોરચો રચશે અથવા વિલય કરીને એક જ પક્ષ બનાવશે: આ રાજકીય ઘટનાને ગણનાપાત્ર ગણી શકાય? હા. જો ખરેખર તેઓ એક બીજામાં ભળી જાય. ખરેખર વધુ સમય સુધી એક રહે અને ખરેખર આંદોલનાત્મક અસ્તિત્વ બતાવે તેમજ આગામી વિધાનસભા ચૂંટણીમાં અસરકારક પરિણામ લાવી શકે. આજે તો આ બધું જો અને તો ની છત્રી...
  April 8, 01:45 AM
 • દેશની રાજનીતિ : વિકલ્પની વિડંબના, વોહી રફતાર...
  (આમ આદમી પક્ષની વિજ્ય સમયની ફાઇલ તસવીર) -જૂનીપુરાણી, ચીલાચાલુ પરિભાષાઓ અને માન્યતાથી વિકલ્પનો રસ્તો સંકલ્પ સુધી પહોંચી શકે નહીં આપ (આમ આદમી પક્ષ)ની રોજબરોજની રાજકીય ગમ્મત કે કરુણાંતિકાથી બે-ત્રણ પ્રકારના અભિપ્રાયો સાંભળવા મળે છે. એક વર્ગ તો કહે છે કે યે તો હોના હી થા! ભારતીય રાજકારણ પરનો અનુભવજન્ય ભરોસો તેને આમ કહેવા માટે પ્રેરતો હશે. બીજો વર્ગ લગભગ તેના સંધાને વિચારે છે કે રાજકીય પક્ષોની જેમ આપથી નાગરિકોનાં મનમાં એક આશા જન્મી હતી, પણ પછી તે આશા-ભંગમાં બદલાઈ ગઈ છે! દિલ્હીના ખાબોચિયામાં...
  March 31, 02:05 AM
 • ભગતસિંહ : એક ખોજ વિચારની અગ્નિશિખાની...
  પિસ્તોલ અને બોમ્બ ઈન્કલાબ નથી લાવતા, તેની તલવાર તો વિચારોના તેજથી ધારદાર બને છે ગઈકાલે તમને કોઈ વિશેષ સ્મરણ થયું હતું? કઈ ઘટનાનું? લોકશાહી ભારતની 23 માર્ચ પ્રસંગોની ભીડમાં ખોવાઈ ગઈ તેને ય કલાકો વીતી ગયા. 75 વર્ષ પૂર્વેના પાકિસ્તાન- પ્રસ્તાવને કારણે આજનું પાકિસ્તાન અસ્તિત્વમાં છે, એટલે કરાચી- ઈસ્લામાબાદ- લાહોરમાં પાકિસ્તાન દિવસ ઊજવાયો તેની સાથે જ એક નાનકડો અહેવાલ ફેસબુક પર દેખાયો તે લાહોરમાં કેટલાક યુવક-યુવતીઓએ આઠ દશક પૂર્વેની એક બલિદાની ઘટનાને યાદી કરી હતી! પાકિસ્તાનમાં યે ભગતસિંહનું...
  March 24, 12:04 AM
 • એક ‘યશવંત’, બે ‘નારાયણ’: સ્મૃતિ ત્રિવેણી!
  -વિદાય |અલગ-અલગ ક્ષેત્રોના જુદા-જુદા મહાનુભાવોની, પણ દરેકની નિસબત માત્ર એક, પ્રજાકીય... નારાયણ દેસાઈ, યશવંત શુકલ અને નારાયણરાવ ભાંડારી: આમ તો ત્રણેયની પોતપોતાની અોળખ હતી. વીતેલા સપ્તાહે યશવંત શુકલની જન્મશતાબ્દિનો દિવસ ઉજવાયો, જે દિવસે લંડનના પાર્લમેન્ટ પરિસરમાં ગાંધી-પ્રતિમા સ્થાપિત થઈ તે સમયે અહીં વેડછીમાં એક ગાંધીજન-સર્વોદય નેતા નારાયણ દેસાઈએ આંખો મીચી લીધી અને 9મી માર્ચે અમદાવાદમાં નિષ્ઠાવાન અધ્યાપક અને વિદ્યાર્થી પરિષદના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ નારાયણરાવે વિદાય લીધી. એકબીજાના...
  March 17, 03:26 AM
 • વિદ્યાકારણમાં ઈલાબહેન ભટ્ટનો પ્રવેશ
  (ફાઇલ તસવીર:ઈલાબહેન ભટ્ટ) -મહિલા તેજનક્ષત્રો |ગુજરાતમાં વહીવટ, ન્યાયતંત્ર, આધ્યાત્મિક, શિક્ષણ, ઉદ્યોગના ક્ષેત્રે નવા-જૂના મહિલા હસ્તાક્ષરો ઝળકતા રહ્યા છે મહિલા દિવસે જ ઈલા ભટ્ટ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યાં એ તો સાવ યોગાનુયોગ ગણાય. ગમે તે દિવસે તેમને આવી જવાબદારી સોંપવામાં આવી હોય તો યે ઉચિત જ હોત. તેઓ ગુજરાત વિદ્યાપીઠના અગિયારમાં કુલપતિ બન્યા છે. બ્યાંસી વર્ષનાં ઈલાબહેન એટલે મહાનગરના એલિસબ્રિજના છેવાડે આવેલી સેવા પ્રવૃત્તિના સૂત્રધાર. 1972માં તેમણે મહિલા સ્વાવલંબન અને સ્વાભિમાન...
  March 10, 02:29 AM
 • દેવશંકર મહેતા : હળ અને કલમની જુગલબંદી!
  એકસોમા વર્ષે યાદ કરવા જેવા એક કાઠિયાવાડી ધરતીપુત્ર દેવશંકર મહેતા પણ છે. જો પરંપરા, સંસ્કૃતિ, સાહસ અને જીવનશૈલીથી દેશની ઓળખ થતી હોય તો આ સૌરાષ્ટ્ર અને કચ્છ પણ આગવા-અનોખા દેશ જ છે; તેનો અતીત પોતાનો છે- સુખદુ:ખ, ઉતારચડાવ, ધૂપછાંવ સાથેની સફરનો. એટલે તો ત્યાં દરેક ગામના પાદરે પાળિયા છે, દરેક પર્વત અને નદીની કહાણી છે, આક્રમણો છે તો તેને ખાળનારા યુદ્ઘો પણ છે, ખમીર, ખુમારી, ખેલદિલીના ઉદાહરણો ઠેરઠેર જોવા મળે અને રક્તપિતિયાંની સારવારથી માંડીને અલખ નિરંજનના ધૂણા સુધીની મનુષ્યભક્તિના અધ્યાત્મ વિસ્તરેલો...
  March 3, 01:57 AM
 • રાજભવન બને છે હવે સંવાદ ભવન!
  (ફાઇલ તસવીર:ઓમ પ્રકાશ કોહલી) -પ્રયોગકર્મી રાજ્યપાલ |મહેંદીનવાઝ જંગથી ઓમપ્રકાશ કોહલીનાં ગુણાત્મક પ્રયોગ... ઉદ્યોગથી સાહિત્ય સુધીનાં મહાનુભાવોને ચર્ચાનું આમંત્રણ રાજ્યપાલનું કામ અને જવાબદારી શું? સવાલ કંઈ આજકાલનો નથી. બંધારણ પ્રસ્તુત થયા પહેલાં પણ ચર્ચાયો હતો અને છેવટે આપણા સમવાયીતંત્રને નજરમાં રાખીને, રાજ્ય તેમજ કેન્દ્રની સરકારો વચ્ચેનાં વિવેકપૂર્વકનાં સંતુલનને માટે આ પદ ઊભું કરવામાં આવ્યું. બંધારણ-નિર્માતાઓને ભરોસો અને અપેક્ષા હતાં કે નિયુક્ત રાજ્યપાલો આ કામ સફળતાપૂર્વક...
  February 24, 03:20 AM
 • રાષ્ટ્રીય વિલ્કપ: ત્રણ રાજકીય વિધાનના એક સરખા ઈરાદા?
  ચીલાને ચાતરીને પક્ષો પોતાના વિચાર-આચરણમાં વૈકલ્પિકતા લાવે એ પણ તંદુરસ્ત લોકશાહીનો જન-માર્ગ બની શકે! દિલ્હી પ્રદેશ સરકારની ચૂંટણીને ગંભીરતાથી લેનારા માટે હમણાના બીજાં ત્રણ વિધાનો જરૂર નજરમાં આવ્યાં હશે. એક તો, શપથવિધિ પછી કેજરીવાલે કહ્યું કે અમે કોંગ્રેસના માકન અને ચૂંટણી દરમિયાન ભાજપમાં ગયેલા કિરણ બેદીની પણ શાસન સારું ચાલે તે માટે સલાહ લેશું. નરેન્દ્ર મોદીને દેશ ચલાવવા માટે લોકોએ મત આપ્યા, અમને દિલ્હી ચલાવવા, એટલે આ કામ અમને કરવા દે એવું ઈચ્છીએ છીએ. બીજું વિધાન વડાપ્રધાનનું બારામતી...
  February 17, 05:54 AM
 • દિલ્હી દૂ...ર છે! દિલ્હી દૂર નથી!
  -રાજ...ધાની |ભારતીય સત્તાનીતિનું આ સાચા અર્થમાં દેહલીજ છે, દરવાજો છે, પછી તે ઈન્દ્રપ્રસ્થ હોય કે હસ્તિનાપુર કે નવી દિલ્હી! દિલ્હી પ્રદેશ સરકારમાં સત્તાનાં રાજકારણનો એક વળાંક આજે મતગણતરી દરમિયાન રચાઈ રહ્યો હશે. મુદ્દો એ નથી કે આપ જીતે છે, ભાજપ જીતે છે કે વળી પાછી ત્રિશંકુ સ્થિતિ સરજાય છે. પુખ્ત મતદારે પોતાનો ફેસલો આપ્યો તેનું મહત્ત્વ તેની ઈચ્છા અને પીડામાં પડ્યું છે જે દરેક પક્ષને- સત્તામાં આવનાર કે વિરોધ પક્ષે રહેનાર- માટે એક સરખું લાગુ પડે છે. નવતર દિલ્હી ગઈકાલે હતું તેવું આવતીકાલે નહીં...
  February 10, 04:14 AM
 • પ્રતિમા હો કે પડછાયો, આપણે માટે તો વંદનયોગ્ય
  (ફાઇલ તસતવીર:ગાંધીજી) -ગાંધી અને ઉત્સવ|હમણાંથી ગુજરાતમાં એકબીજામાં અલગઅલગ રીતે ભળી ગયા હોય તેવું અનુભવાય છે મોસમ જ ઉત્સવની છે. ઘરમાં અને ઘર બહાર મેદાનોમાં અને સભાખંડોમાં, રંગમંચ પર કે રાજકારણમાં તેનો મેઘધનુષી રંગ છવાયેલો હોય તો ગુજરાત કેમ બાકાત રહે ? કયાંક શબ્દ સ્વીકૃતિ, કયાંક માનસકથા, કયાંક પુસ્તકમેળો... નવરાત્રિ અને પતંગ મહોત્સવને સરકારે પોતાના એજન્ડામાં સમાવ્યો ત્યારે કેટલાકે ભ્રમર ઊંચી કરીને સવાલ કર્યો હતો કે, સરકારનું કામ તો વહીવટનું. વળી તેને આવા ઉજવણાંનું શું કામ ? પણ, થોડાંક જ...
  February 3, 04:56 AM
 • દાસ્તાને દિલ્હીનો નવો રાજકીય નકશો !
  - પ્રજાસત્તાક દિવસ અને પછી ચૂંટણી....દિલ્હીની આ વખતની ચૂંટણી એકલી રસપ્રદ નથી, ધ્યાનપાત્ર પણ બનશે શિયાળુ ધુમ્મસમાં રાજધાની દિલ્હી બે ઉત્સવોનો ઇંતેજાર કરી રહ્યું છે, એક છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસનો અને બીજો વારંવાર જેને લોકશાહીનું પર્વ ગણવામાં આવે છે તે ચૂંટણીનો ! ફેબ્રુઆરીમાં નવી પ્રદેશ સરકાર માટેનું મતદાન થાય તે પહેલાં 26 જાન્યુઆરીએ નગરજનોને બે રોમાંચકારી ઘટના પણ અનુભવવા મળશે. એક તો વડાપ્રધાન માટે પહેલીવારની આ પ્રજાસત્તાક પેરેડ હોવાની અને વળી, તેમાં બિગ બ્રધર અમેરિકાના...
  January 20, 03:10 AM
 • મધ્યાંતરે જાન્યુઆરી : ગાંધીનગર અને પેરિસ!
  (તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ) -અર્થકારણથી આતંકવાદ|વૈશ્વિક અવાજ પડઘાય છે. જાગૃતિ વિના સમાજ કેવો, સ્વદેશ કેવો, વિશ્વ કેવું... લોકતંત્ર કેવું? ઇસુ વર્ષ 2012નો જાન્યુઆરી પણ લગભગ મધ્યાંતરે આવી પહોંચ્યો છે. વર્તમાનનાં અજંપાભર્યાં ધુમ્મસની વચ્ચે ય એકલા ભારતના નહીં, વિશ્વના ભવિષ્યવેત્તાઓ ગણિત માંડીને બેઠા છે અને ભવિષ્યવાણી કરી રહ્યા છે. પ્રલયને હજુ વાર છે પણ કર્કમાં પ્રવેશેલો ગુરૂ કે તુલાયુક્ત શનિ અને આખું વર્ષ કન્યા સાથે રાહુ... આનાથી અશાન્તિ અને કષ્ટ ડોકિયા કરશે એમ તેઓ કહે છે. ભારતીય સમયચક્ર...
  January 13, 02:29 AM
 • “ગાંધીનું ભારત’’ અને “ભારતમાં ગાંધી’’
  ( - ગાંધીનું ભારત અને ભારતમાં ગાંધી - શતાબ્દી વર્ષનું ચિંતન|મહાપુરુષોની નિયતિ એવી છે કે તેના અનુગામી પૂજા કરી કરીને મારી નાખે છે અને વિરોધીઓ મારીને જીવાડે છે અમદાવાદમાં સાબરમતીના કિનારે આપણા એનઆરઆઈ પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે એક ઈતિહાસ-પુરુષ એનઆરજીને રૂબરૂ મળશે એ ઘટના પોતે જ કેવી રોમાંચક છે? નવમી જાન્યુઆરીએ એકસો વર્ષ પહેલાં 1915માં, બરાબર વિશ્વયુદ્ઘના ઓછાયા હેઠળ ભારત આવવા 19 ડિસેમ્બરે નીકળ્યા અને આ દિવસે મુંબઈ પહોંચ્યા તે દિવસથી 1948ની 30 જાન્યુઆરીની સાંજ સુધીનાં વર્ષોની સ્મૃતિને...
  January 6, 04:28 AM
 • પ્રજાકીય ચેતનાનાં દેવાલય એવાં સ્મારકો
  - પ્રજાકીય ચેતનાનાં દેવાલય એવાં સ્મારકો - ઈતિહાસબોધ|કીર્તિ મંદિર, મહાત્મા મંદિર, ક્રાંતિતીર્થ અને બીજાં ઘણાં...સ્મારકોનો યે પોતાનો કેવો રણકારભર્યો અવાજ હોય છે! સ્મારકો સમાજની ચેતનાનાં દેવાલયો છે, હોવાં જોઈએ. જાન્યુઆરીમાં મહાત્મા મંદિરનું સોલ્ટ માઉન્ટ એવું સ્થાન બનશે, જ્યાં નવી પેઢી (અને અર્ધદગ્ધ બાકીના લોકોનેય) સ-દેહે ગાંધી-જીવનીનો અનુભવ થશે. 41 મીટરના નમકનાં ડુંગરમાં આધુનિક દૃશ્યશ્રાવ્ય ઈતિહાસ તૈયાર થઈ રહ્યો છે. તેના પૂર્વાભ્યાસ માટેની મુલાકાત દરમિયાન અનુભવ થયો કે સાચે જ, આ એક અદભૂત...
  December 16, 03:27 AM
 • ઘટના છે નાની, વાત મુકત વિદ્યા-પ્રીતિની!
  (તસવીર ફાઇલ) - ઘટના છે નાની, વાત મુકત વિદ્યા-પ્રીતિની! - વિદ્યામિત્રના વિદ્યાશત્રુઓ | પુસ્તકાલયના દરવાજે પહેરો ભરવાની આ તે કેવી માનસિકતા આમ તો સાવ નાનકડી ઘટના લાગે પણ થોડોક વધુ વિચાર કરીએ તો તેની આસપાસના વલણ અને વહેણનો પરિચય થઇ જશે.સાક્ષીરૂપ પત્રકારે સાતમી ડિસેમ્બર, રવિવારની એ ઘટનાને આ રીતે શબ્દસ્થ કરી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું ગ્રંથાલય અને વાંચનાલય. મહિલા કોલેજની એક બસ તેના પ્રાંગણમાં આવીને ઊભી રહે છે. સવારના સાડા આઠ વાગ્યા છે. પહેલા આઠ વિદ્યાર્થિનીઓ, પછી તેમાં ઉમેરાઇ. પહેલી જ...
  December 9, 03:34 AM
 • પૂર્વોત્તરનાં રાજ્યોની ઉપેક્ષા ક્યાં સુધી કરાશે?
  - સમસ્યા પ્રદેશોના પડકારો... |રાજકારણીઓ વોટ બેન્કને નામે અહીંની પ્રજાની મૂળભૂત સમસ્યાઓને નજરઅંદાજ કરતા આવ્યા છે આસામ અને પૂર્વોત્તર ભારત (જેમાં મણિપુર-ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ અને આસામ, એમ સાત પ્રદેશો આવી જાય છે) ઘણા સમયથી સમસ્યા ભૂત તરીકે સ્વીકારાયેલાં છે. સ્વતંત્રતા પછી આ સરહદી રાજ્યો પરત્વે સમાજે અને શાસને ઉપેક્ષા બતાવી તેનાં પરિણામો ત્યાંના રાજકારણ-અર્થકારણ-સમાજકારણ પર ગંભીર સ્વરૂપે આવ્યા. અસમ-આંદોલનનું મૂળ કારણ ત્યાંની પ્રજાની ભાષા, સંસ્કૃતિ, જમીન ખૂંચવાઈ જાય...
  December 2, 12:02 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery