બહુ મોડું થાય તે પહેલાં ભારતે ખીણ વિસ્તારની વાસ્તવિકતા બરાબર સમજી લેવી રહી. અહીં છેલ્લા બે દાયકાઓ ઉપરાંત સમયથી જે આગ ભભૂકતી રહી છે તે ૧૯૪૦થી ૧૯૪૭ના ગાળા દરમિયાન અવિભક્ત ભારતમાં મહંમદઅલી ઝીણાના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગે જે આગ લગાડી હતી તેની નવી આવૃત્તિ છે. આગામી દિવસોમાં અલગતાવાદીઓ પૂરા ઝનૂન સાથે ખીણ વિસ્તારમાં હિંસાખોરીનું તાંડવ આગળ વધારતા...
છેલ્લાં સાત-આઠ અઠવાડિયાં દરમિયાન ખીણ વિસ્તારની જનતાએ રાજ્ય સરકાર તથા ભારત સામે જે અભૂતપૂર્વ આક્રોશની અભિવ્યક્તિ કરી તેને પગલે પછી ઇસ્લામાબાદ તથા ખીણ વિસ્તારના તેના સમર્થકોમાં એવો વિશ્વાસ જાગી રહ્યો છે કે હવે ભારત લાંબો સમય આ રાજ્ય પર હકૂમત કરી શકવાનું નથી.
પોલીસ ચોકીઓ, સરકારી ઇમારતો, રેલવે સ્ટેશન તથા રેલવેલાઇનો સહિત કરોડોની સરકારી તથા...
અમેરિકાના લશ્કરી દસ્તાવેજો આઈએસઆઈની ત્રાસવાદી છબી બહાર લાવી રહ્યા છે ત્યારે ભારતનો કેસ મજબૂત થાય છે. પરંતુ ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો જ્યારે વા‹શિંગ્ટનના દબાણ હેઠળ નક્કી થતા રહ્યા છે ત્યારે પાકિસ્તાન કે આઈએસઆઈને ત્રાસવાદી ઘોષિત કરવાનો આગ્રહ ભારત ભાગ્યે જ કરી શકવાનું છે. પરંતુ આ દસ્તાવેજો પ્રગટ થયા પછી અમેરિકી સંસદમાં પાક સામે અવાજ...
મોંઘવારી, નક્સલ સમસ્યા, કાશ્મીર, વિદેશનીતિ વગેરે તમામ મોરચે મનમોહનસિંહની સરકાર નિષ્ફળ રહી છે. ગયા વર્ષે મે મહિનામાં તેમણે ફરીથી કાર્યભાર સંભાળ્યો ત્યારે ૧૦૦ દિવસમાં મોંઘવારી અંકુશમાં લાવવાની ઘોષણા કરી હતી પણ આજે ૪૫૦ ઉપરાંત દિવસો વિત્યા પછી પણ મોંઘવારી ઘટવાને બદલે વધતી રહી છે. મનમોહનસિંહસત્તા પર છે પણ શાસન કરી શકતા નથી.
મોંઘવારી, નક્સલ...