શેઠ શ્રી બાલુભાઈ વાડીભાઈ સ્મૃતિ ઉધાન એવું લાંબુલચક નામ કોણ બોલે! રિક્ષાવાળાને કહો તો એ પણ ભૂલો પડી જાય. ગુજરાતીઓ તો સહેલું નામ શોધી જ કાઢે. એમણે બાલુભાઈ વાડીભાઈનું નામ ટુંકાવી ‘બાવા’ કર્યું અને બાવાનો બગીચો નામ ચોંટી ગયું.નામ ફિટ થઈ ગયું એનું બીજું પણ કારણ છે. બગીચાને કોઈ ગ્લેમર નથી. અનઅધિકૃત ઝૂંપડાંની પેઠે ઝાડ એમની મેળે ઊગ્યાં છે. લીલું ઘાસ...
કોલેજમાંથી રસ્ટિકેટ થયા પછી ઘરમાં કોઇને કહ્યાકારવ્યા વિના રાતોરાત મુંબઇ જવાનું નક્કી કરી લીધું. ઘરે તો ગયા, પણ કોઇને પોતાના મનની વાતનો અણસાર ન આવવા દીધો. તારકભાઇ કહે છે, ‘મારી જિંદગીનો એ સર્વશ્રેષ્ઠ અભિનય હતો.’સ્થળ: પ્રસૂતિગૃહ. દ્રશ્ય: દાખલ થયેલી સગર્ભા યુવતીએ એક નવજાત બાળકને જન્મ આપ્યો છે. મુખ્ય લેડી ડોક્ટર અન્ય ડોક્ટરના પ્રેમમાં છે. તેથી...
બોમ્બધડાકાના અવાજથી હું પરિચિત નથી. ફિલ્મો અને ટી.વી. પ્રોગ્રામોમાં સાંભળવા મળે છે ખરા, પણ તેમાં ધડાકાના સાચા અવાજ કેટલા તે પકડી શકાતું નથી. હું માનું છું કે ધડાકાનું ફુલ રેકોર્ડિંગ થાય તો ટી.વી. સેટ ફાટી પડે અને સિનેમાની છત તૂટી પડે. જિંદગીમાં પહેલી વાર ધડાકો સાંભળ્યો. જમીને હું આદત મુજબ ફલેટમાં આંટા મારતો હતો અને પત્ની ટી.વી. પર સમાચારો જૉતાં...
ટીવી ઉપર ‘ઇન્ડિયા’ ચેનલે શકિત કપૂર અને અમન વર્માનો પર્દાફાશ કરીને શી મોટી દેશ સેવા કરી નાખી હોય તેવી કાગારોળ મચાવી દીધી છે! અમે તો બોફર્સ કૌભાંડથી ઘાસચારા કૌભાંડ અને ત્યાર પછી થયેલા તહેલકાના વિસ્ફોટમાંથી પસાર થયા છીએ. અમારે ત્યાં તો સાધુસંતોની કામલીલાની સીડીઓ સરકયુલર થાય છે, છતાં અમારા પેટનું પાણી હાલ્યું નથી. રાજયો ઉપર ઠોકી બેસાડેલા...