માઓવાદીઓની હિંસા સામે એકલી બંદૂકથી લડવાની વાતનો કોઈ અર્થ નથી. જેના બળે માઓવાદી જનતામાં પોતાનો પ્રભાવ વધારે છે એ જમીનની માલિકી કે ગૌણ વનપેદાશોના સારા વાજબી ભાવ આપવામાં શાસનને કોણે રોકર્યું છે? જરૂર છે મધુ કોડાઓને વીણી વીણીને હાંકી કાઢવાની, નહીં કે હિંસાને આગળ ધરી કરોડો આદિવાસીઓને સામે ધકેલવાની!
જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ તાજેતરમાં પાટા પરથી...
સાચો મહિલા સશક્તિકરણનો રસ્તો માત્ર આરક્ષણ નહીં, દસ કરોડ દીકરીઓના સંહારને રોકવામાં રહેલો છે. મહિલાઓને સંસદ અને વિદ્યાનસભાઓમાં ત્રીસ ટકા અને પંચાયતોમાં ૫૦ ટકા આરક્ષણ આપવાથી ભારતની મહિલાઓનું સશક્તિકરણ થઈ જશે એમ માનનારા રાજનેતાઓ ભ્રૂણહત્યાના નામે જન્મતાં જ કરાતી બેટીઓની હત્યાઓ પહેલા રોકી તો બતાવે!
વચ્ચે એક અઠવાડિયું ભારતની સંસદમાં મહિલા...
ગરીબ, વંચિત- આમ આદમી મોંઘવારી અને ફુગાવાના ઊચા દરથી પીડાય છે. બજેટ ટાણે મોંઘવારી ખૂબ વધી ગઈ અને ફુગાવો ૧૭ ટકાને પાર કરી ગયો ત્યારે સરકારને પેટ્રોલ-ડીઝલ મોંઘા કરવાની ફરજ પડી. હાલની રાજનીતિ ગરીબોની વાતો કરે છે અને વિકાસ, શિક્ષણ, આરોગ્ય કે રોજગારીને લગતી અર્થનીતિ ઘડતી વખતે એમની જ બાદબાકી કરે છે.
ભારતની રાજનીતિ અને અર્થનીતિની કરુણતા એ છે કે ૧૯૭૧...
અલંગના શીપઉધોગમાં નવું જીવન વિશ્વના ઊચે ગયેલા સ્ટીલના ભાવના કારણે આવ્યું છે. બાકી આ ઉધોગને કેન્દ્ર કે રાજ્ય બહુ મદદરૂપ બન્યા નથી- સંકટના કાળમાં પણ નહીં. હવે મોડા મોડા પણ અલંગના ઉધોગને ઇકોફ્રેન્ડલી બનાવવા જાપાન જોડે સહયોગ સધાઈ રહ્યો છે અને આના કારણે અલંગ સૌથી સુરક્ષિત પૈકીનું આધુનિક રિસાઇકિલંગ યાર્ડ બનશે એવી આશા છે.
ત્રણ દાયકા પહેલાંની વાત...