સ્વામી માધવાચાર્યજીએ વૃંદાવનમાં રહીને ગાયત્રી સાધના શરૂ કરી. સ્વામીજી અત્યંત મનોયોગ અને વિશુદ્ધ ભાવથી સાધના કરતા હતા. ૧૩ વર્ષ સુધી તેમની ગાયત્રી સાધના ચાલતી રહી. જોકે આટલો લાંબો સમય પસાર થવા છતાં કોઈ ચમત્કાર દેખાયો નહીં. સ્વામીજી નિરાશ થઈ ગયા. પછી કોઈની સલાહ લીધી અને વારાણસી ગયા. ત્યાં એક અઘોરીને પોતાની સમસ્યા જણાવી. અઘોરીએ કહ્યું કે હું તમને...
સૌના મનમાં એ સવાલ પેદા થતો હોય છે કે આપણે જ્યારે ભગવાન સાથે સંબંધ બાંધીએ ત્યારે તેની પાસે કશું માગવું જોઈએ કે નહીં. કેટલાક ભકતો કહે છે કે, ભગવાન જ્યારે ભકતોના મનની વાત જાણે છે તો પછી માગવાનો શો અર્થ? પરંતુ કેટલાકનું માનવું છે કે, આ બાબત આપણો અધિકાર છે. હકીકતમાં પરમાત્માને જોવાની આપણી દ્રષ્ટિ શુદ્ધ ન હોવાને કારણે આપણે એવી રીતે જોઈએ છીએ જેવો આપણે...
પૂજા-પાઠ, સાધના-તપસ્યા પછી પણ એક દુર્ગુણ એવો હોય છે જેનાથી બચવાની સંભાવના રહે છે, તે છે અહંકાર. અહંકાર ટકી રહે છે અને તેના કારણે સંસાર પણ ટકી રહે છે. પૂજા પછી પણ સંસાર ટકેલો છે તેમાં કોઈ બેમત નથી. સંસાર છોડવાની જરૂર નથી, પણ મુશ્કેલી એ છે કે પૂજા કરવાના સમયે પણ સંસાર સાથે ચાલે છે. તેના મૂળમાં પણ અહંકાર હોય છે. અહંકાર એટલો સૂક્ષ્મ હોય છે કે તે ત્યાગમાં...