૯/૧૧ મોસ્કનો સવાલ જો એક છેડેથી મુસ્લિમ હક્કનો હોઈ શકે છે, તો બીજે છેડેથી સર્વસમાવેશી હોઈ શકતી અમેરિકી ઓળખને સારુ અંત: સત્વ અને અર્કનો છે. કબીર અને ગાંધીના મુલકમાં આ મુદ્દે કદરબૂજની ઇન્દ્રિય હોવી ઘટે છે. અયોધ્યાઉત્તર માહોલમાં આટલું સમજાશે? ન જાને.
૯/૧૧ મોસ્ક (ખરું જોતાં જોકે ગ્રાઉન્ડ ઝીરોથી બે બ્લોક છેટે સૂચિત સેન્ટર, જેનું નામ કોર્ડોબા હાઉસ...
ઓગસ્ટ ક્રાંતિ દિવસે પેટાવેલી મશાલના ઉજાસમાં આઝાદીની બાકી લડાઈનો એજન્ડા તરત જ દેખાવો જોઈએ : સરકાર જળ-જમીન-જંગલનો સુવાંગ ભોગવટા પટો ધરાવતી માલિક નથી, પણ ટ્રસ્ટી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો જ્યાં સુધી સામ્રાજ્યશાહી અને સાંસ્થાનિક માનસ એના ખરા અને પૂરા અર્થમાં છાંડી નહીં શકે ત્યાં સુધી આ આઝાદી અધૂરી હોવાની છે.
ગુજરાતનો સવૉગ્ર ધ્વજવંદન સમારોહ...
ગૌરવી ઠેકાઠેકની પૂંઠે ખંડણીમુજરા પ્રાઇવેટ લિમિટેડની જે રૌરવી વાસ્તવિકતા ખૂલતી આવે છે એમાં રહેલું ‘જોણું’ જાણતે સમજતે છતે, ખરેખર તો, ઓગસ્ટના આ ઐતિહાસિક દિવસો સ્વરાજના લડવૈયાઓએ અને બંધારણના ઘડવૈયાઓએ આઝાદીની બાકી લડાઈનાં જે સ્વપ્ન, સંકેત અને સંકલ્પ ભળાવ્યાં છે એનાથીયે આગળનું જોવાનો પડકાર લઈને આવે છે.
બસ, આડા બે દિવસ- અને સન બેતાલીસના ઉગ્ર...