લાગે છે, ભાજપમાં ઘરવાપસીની મોસમ છલકું છલકું છે. પાછા ફરનારાઓ અને એમને આવકારનારાઓ વિચાર અને માળખાની મોકળાશનો પથ પ્રશસ્ત કરી શકશે? આ ઘાટ ધારો કે ‘ઘીના ઠામમાં ઘી’ પડ્યા સરખો હોય તોપણ આવનજાવન સાથે ઊભા થતા રહેલા વિચારમુદ્દાઓ પ્રજા અને પક્ષ બેઉ છેડે મુક્ત ચર્ચા માગી લે છે.
અચ્છા તો વાત આમ છે: વાનપ્રસ્થ અવસ્થાને ક્યાંય વટી ગયેલા રામ જેઠમલાની પાછા...
૧૯૭૫ની બારમી જૂન ગુજરાત અને દેશને માટે બે ઐતિહાસિક ચુકાદાઓને કારણે સ્વર્ણિમ સંભાવનાઓ લઈને આવી હતી. અલાહાબાદના અદાલતી ચુકાદાએ ઇન્દિરાજીને ઘેર બેસાડ્યાં હતાં તો અમદાવાદના ચૂંટણી ચુકાદાએ જનતા મોરચા વાટે વિકલ્પની નવી ભોં ભાંગતી ગુંજાશ પ્રગટ કરી હતી. એ વિકલ્પની વિશેષતા એની પાછળ લોકઆંદોલનના બળમાં હતી.
ભોપાલ ચુકાદાનો ચિત્કાર સર્વત્ર સંભળાય છે,...
કાશ, સ્વર્ણિમ ગુજરાતને એનું નવનિર્માણી સીમાપર્વ યાદ હોય! ન્યાયી સમાજનું એ સપનું હતું. પણ વૈશ્વિકીકરણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની આર્થિક-રાજકીય-સામાજિક પ્રક્રિયામાં એક પછી એક કેટકેટલા સમુદાય હાંસિયામાં મુકાતા જાય છે, કોણ જાણે. જોતે છતે નહીં જોતા, જાણતે છતે નહીં જાણતા એવા અભિશપ્ત તો નથી ને આપણે?
મામલો બાકી બિલકુલ છે તો સંસ્કૃત સાહિત્યની પેલી...
ગુજરાતી નવલકથા સો વર્ષ પૂરાં કરવામાં હતી અને ચરોતરી ગોવર્ધનરામ ત્રિપાઠીની પરંપરામાં ચરોતરી જોસેફ મેકવાન આવી મળ્યા : વાલકેશ્વરના અઘ્ધર સઘ્ધર લોક, સુંદરગિરિની ઊચાઈ અને કલ્યાણ ગ્રામના સ્વપ્ન સાથે તમાકુની ખળીઓમાં શોષાતાં જીવતરનો એ મંથન મુકાબલો હતો... નાના પડદાની નહીં પણ પ્રત્યક્ષ જીવનની ‘બિગ ફાઇટ!’
એમનું અમૃતપર્વ ઊજવી શકીએ, રૂડી પેરે ને...