જેમની ગુનેગારોને સજા આપવાની જવાબદારી છે તે સમગ્ર તંત્ર લાખો પીડિતોનાં આંસુ લૂછવાને બદલે એક વિદેશી અધિકારીને બચાવવામાં લાગી ગયું તેનાથી વધુ દુભૉગ્યપૂર્ણ બીજું શું હોઈ શકે? જેમના મતથી સરકારો ચૂંટાય છે તે અને તેમના કરવેરામાંથી તેમના પગાર થાય છે તે બધાં જ તંત્રોએ મળીને લાખો પીડિતોનો દ્રોહ કર્યો છે ત્યારે થાય છે કે દેશમાં રાષ્ટ્રીય ચારિત્રયની...
આપણે ત્યાં નેતાઓ પદ પર હોય ત્યારે અને પદત્યાગ પછી પણ એટલી બધી સુખસુવિધા, સગવડો ભોગવતા હોય છે કે તેમને પુન:પ્રવૃત્ત થવાની જરૂર જ પડતી નથી. ભારતીય રાજનીતિમાં કમાણીની એટલી ઊજળી તકો છે કે કોઈ નેતાને નિવૃત્તિમાં કમાવાની ભાગ્યે જ જરૂર પડે. અમેરિકામાં ઓબામા કે બ્રિટનમાં કેમરૂન નાની ઉંમરે ઉચ્ચપદે પહોંચે છે જ્યારે ભારતમાં ગમે તે ઉંમરે યેનકેન પ્રકારેણ...
ગુજરાતમાં જિલ્લે-જિલ્લે વિકસેલી દૂધ સહકારી પ્રવૃત્તિ થકી રાજ્યના સામાજિક, આર્થિક અને રાજકીય જીવનમાં અનેક સકારાત્મક પરિણામો આજે જોવા મળે છે. દૂધની સહકારી પ્રવૃત્તિમાં સૌથી વધુ મહિલા સભ્યો છે અને માત્ર મહિલાઓ થકી સંચાલિત દૂધમંડળીઓની સંખ્યા પણ વધતી જાય છે. ડેરીઉધોગ ગ્રામીણ વિકાસના કલ્પવૃક્ષ સમાન છે અને ગરીબી નાબૂદીની દિશામાં સબળ હથિયાર...
મહિલા અનામતથી સ્ત્રીઓ રાજનીતિ તરફ વધુ લલચાશે અને રાજકીય પક્ષો પણ પોતાના સ્વાર્થ માટે તેમને વધુ લોભાવશે, લલચાવશે, પ્રેરશે કે પ્રોત્સાહિત કરશે. જેમાં બહેનોના શોષણની પ્રક્રિયા વધશે નહીં તેમ કહેવું કપરું છે. રાજકારણમાં પરિવારવાદમાં ભાઈ,પુત્ર,જમાઈની બોલબાલા હતી હવે પત્ની, પુત્રી અને પુત્રવધૂવાદ વધશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતો...