ગાંધી: કલ, આજ ઔર કલ!
યુરોપ-અમેરિકાનું કથળેલું અર્થતંત્ર, નવી પેઢીની આર્થિક મૂંઝવણો, લોકપાલ બિલ માટે ચાલી રહેલી લડત... આ બધા મામલે ગાંધીજી કેવા ઇલાજો સૂચવે?
‘બાપુજી તો બોલ્યા કરે...’ એવા મણિલાલ ગાંધીના અભિગમને બાપ-દીકરાના અંગત મામલા તરીકે અવગણી શકાય, પરંતુ ‘બાપુ તો બોલે...’ એવું કહીને ગાંધીવાણીને અવગણવાનું આપણને પોસાય એવું નથી.
પુત્ર મણિલાલને એક...
અણ્ણાની ક્ષમતા અને મર્યાદા
અણ્ણા લોકનાયક છે, પણ જેપી નથી. એ સરદાર છે, પણ વલ્લભભાઈ નથી. એ મહાત્મા છે, પણ ગાંધી નથી. ભ્રષ્ટાચાર સામેના જંગમાં એમની એક મર્યાદિત ભૂમિકા છે.
મૂળભૂત રીતે અણ્ણા એક પ્રામાણિક અને ભોળા માનવી છે. એમની સૌથી મોટી લાયકાત એ છે કે એમને માટે બે જોડી કપડાં, થોડાં વાસણ, એક ખાટલો ને એક ઓરડી પૂરતાં છે અને એ લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકે...
ધંધામાં અડચણો અપરંપાર
એવું માનવામાં તો આવે છે કે આપણે ત્યાં લાઈસન્સ રાજ દૂર થયું છે, ઉદારીકરણ આવ્યું છે, પણ વાસ્તવમાં ભારતમાં ધંધો કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.
વીજળીનું જોડાણ મેળવવા જેવું સાદું કામ પણ ભારત કરતાં વિશ્વના અન્ય ૯૭ દેશોમાં વધુ સહેલું છે. ભારતનો નંબર ૯૮મો છે અને કોન્ટ્રેકટનો અમલ કરાવવામાં તો ભારતનો નંબર ૧૮૩ દેશમાં છેક...
કરિયાણાના વેપારીની નિયતિ
નાના વેપારીને સાવ નાનો સમજવા જેવો નથી. ભારતનો વેપારી વર્ગ હજારો વર્ષથી ‘વિદેશી આક્રમણો’ છતાં પોતાનો રસ્તો કાઢતો રહ્યો છે.
આપણો વેપારી માયકાંગલો નથી, ગરીબડી ગાય નથી. ગુજરાતી બચ્ચો જગતના કોઈ પણ ખૂણે (વોલમાર્ટના દેશ અમેરિકામાં પણ) હાટડી માંડીને પથરામાંથી પાણી કાઢી દેખાડે છે.
દીપક સોલિયા, લેખક જાણીતા કોલમિસ્ટ છે....