Home >> Abhivyakti >> Management Fundas
 • ટેકનોલોજી કરતા દૃઢ સંકલ્પ વધારે શક્તિશાળી હોય છે
  ટેકનોલોજીકરતા દૃઢ સંકલ્પવધારેશક્તિશાળી હોય છે થોડાક સમય પહેલા તે ઓડિશાના સંબલપુરની સુમસામ ગલીઓમાંથી પસાર થઇ રહ્યા હતા. દરરોજ તેમણે કોઇએવા સરકારી અધિકારી શોધવા પડતા હતા, જે તેમની લૉગબુક પરસીલ લગાવીનેસિગ્નેચર કરી શકે, એટલા માટે એદિવસે અને એ સમયે ત્યાં હતા. કોઇ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે અરજી આપે છે તો આ તેમના નિયમોનો ભાગ છે. સાંજના અંદાજિત સાત વાગ્યા હતા અને અંઘારું થવા લાગ્યું હતું. અચાનક ચહેરાછુપાવીને કેટલાક લોકો તેમની સામે આવ્યા અને આંખ પર પટ્ટી બાંધીને અજાણી જગ્યા પર લઇ ગયા. તેઓ...
  May 18, 03:31 AM
 • ટેક્નોલોજી દ્વારા માળખાગત સમસ્યાના ઉકેલનો સમય
  આ અઠવાડિયે સોમવારે આખો દેશ સ્માર્ટ ફોન યૂઝર રેનસમવેર અટેકવિશે પોતાના ફોન લિસ્ટ મિત્રોને સલાહ આપી રહ્યા હતા જેમ કે,રેનસમ ઇ-મેલને ઓપન ના કરો, પોતાની ઑપરેટિંગ સિસ્ટમને અપડેટ કરો અને કોઇ બહારની ડિવાઇસમાં બેકઅપ ફાઇલ સ્ટૉર કરો. સમજી શકાય છે કે આ વાયરસ અટેકથી શુક્રવાર પછી 2,30,000 કમ્પ્યુટર પ્રભાવિત થયા છે. આવામાં આ વ્યક્તિ હજારો લોકોને ત્રણ કલાકની ટેલી-કોન્ફ્રરન્સમાં પોતાના રાજ્યમાંપાણીનું સ્તરઉચું લાવવાની રીત પર વિચાર-વિમર્શ કરી રહ્યા હતા. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબૂ નાયડૂ...
  May 17, 03:17 AM
 • સચ્ચાઈ, પ્રામાણિકતાથી મોટાં સપનાં જુઓ
  (તસવીર પ્રતિકાત્મક) સ્ટોરી 1: 1946માં તેમનો જન્મ થયો. 16ની ઉંમરે જ કર્ણાટક સંગીતમાં પોતાની માતા પાસેથી તાલીમ લેવા છતાં તેમને ફિલ્મ સંગીત ખૂબ પસંદ હતું. ભલે તે કોઈ પણ ભાષાની ફિલ્મ હોય. તેમણે અનેક ભાષાઓ પણ શીખી અને હાઇસ્કૂલ અને કૉલેજકાળમાં જિંગલ્સ પણ ગાયાં. તેમ છતાંય તેમને હંમેશાં બોલિવૂડ સંગીત પ્રત્યે આકર્ષણ હતું. રેડિયો તેમનો સાથી હતો અને તેમનો પસંદગીનો કાર્યક્રમ હતો, ગીતમાલા. આ ગીતો સાંભળીને તેઓ બોલિવૂડ સિંગર બનવાનાં અને પોતાનાં ગીતો આ કાર્યક્રમમાં વાગે તેનાં સપનાં જોતા. જીવનના 25મા વર્ષે આ...
  May 10, 03:25 AM
 • સ્થાનિક મુદ્દે લડનારા યોદ્ધાઓને મદદ કરો
  (તસવીર પ્રતિકાત્મક) પ્રભાશંકર રાય પોતાની જવાબદારી છોડવા માગે છે. જીવનમાં કંઇક નવું કરવા માગે છે, એટલા માટે રવિવારના દિવસે તેમની આસપાસના તમામ લોકો તેમને મનાવવાનો પ્રયાસ કરતા રહ્યા કે પ્લીઝ ન જશો. રવિવાર સવારે તેમના પૉશ રહેણાકના ઘણા બધા લાકો મળ્યા અને પ્લાન પર વિચાર કર્યો કે કેવી રીતે તેમને અટકાવી શકાય. તો કોણ છે આ પ્રભાશંકર રાય અને તેમણે કર્યું શું છે? 2011માં પ્રભાશંકર રાય બેંગલુરુની ચિન્નાપ્પનાહલ્લી સરોવરની પાછળ એક પૉશ કોલોનીમાં રહેવા આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે જે ફ્લેટ...
  May 9, 03:26 AM
 • હૃદયની વાત સાંભળશો તો ખોટા સાબિત નહીં થાઓ
  વર્ષ 2012માં સારિકા શુકલા ભોપાલના મિસરોદમાં એસડીઓપીમાં નિયુક્ત થયા. મોડી રાત્રે આવેલા એક ફોન કોલમાં તેમને જાણ કરવામાં આવી કે વિદ્યાનગરની કોઇ મોટી બ્લિંડિંગના ત્રીજા ફ્લોરની એક બારીમાં કોઇ વ્યક્તિનું શરીર લટકી રહ્યું છે અને માથું અંદરની તરફ ફસાયેલું છે. તેને બચાવી લેવાયો અને તેની પાસે કુહાડી મળી, જેનાથી તેનો ઇરાદો સમજાઇ ગયો. બીજા દિવસે સારિકાએ ચોરને તેની ઓફિસમાં હાજર કરવાનો હુકમ આપ્યો. તેણે પોલીસ કર્મચારીને બહાર જવાનું કહ્યું અને પછી મનમાં આરોપીનું આકલન શરૂ કર્યું. ભૂરી આંખવાળો અને...
  May 3, 03:33 AM
 • ફોકસ પરથી જ હંમેશાં સફળતા નક્કી થતી હોય છે
  વિતેલા દિવસોની વાર્તા: શ્રીગંગાનગર જિલ્લાના રાયસિંહનગરમાં એક ગામ ભાદુવાંવાલા છે. ભાદુ જાટોનું એક ગોત્ર હોય છે અને આ ગામ તેમના દ્વારા જ વસાવેલું છે. ગામડામાં સામાન્ય રીતે બાળકો અભ્યાસ કરી શકતા નહોતા, જેના કારણે નપાસ થઇ જતા હતા. આ ગામડાના અેક ચૌધરી હરિરામ ભાદ હતા, જે સુધારવાદી નીતિમાં માનતા હતા અને તેઓ ઇચ્છતા હતા કે તેમનાં બાળકો ઘણી સફળતા મેળવે અને આગળ વધે. એટલા માટે તેમણે એક નવી રીત શોધી કાઢી. દર વર્ષે જ્યારે પરીક્ષાનો સમય અાવતો ત્યારે બે મહિના પહેલા વાળ કાપનાર વાણંદને બોલાવતા અને તમામ...
  May 1, 04:30 AM
 • ક્ષમા કરવાથી દુનિયા સુંદર બની જાય છે
  બુધવારે એક સમાચાર વાંચીને મને જૂની ઘટના યાદ આવી ગઈ. જૂની ઘટના: દિવસમાં એકઠા થયેલા સિક્કા ખિસ્સામાંથી કાઢીને ઘરે જતા પહેલાં હું કારની એશ ટ્રેમાં મૂકી દઉં છું. હું ક્યારેય તેની ગણતરી કરતો નથી. અમારી કૉલોનીમાં કાર વૉશ કરવા માટે એક છોકરો હતો, જેને બધા છોટુ કહીને બોલવતા. એ મને કહેતો કે કારમાં કયો સ્ક્રૂ ઢીલો છે અથવા કયો પાર્ટ તૂટી અથવા ઘસાઇ ગયો છે. ઘણીવાર એ જાતે સમારકામ પણ કરી લેતો અને મારી પાસેથી વળતરની આશા રાખતો, હું ભાગ્યે જ તેને આપતો, કેમ કે એશ ટ્રેમાં સિક્કા તો મૂકેલા જ હતા. એક દિવસ એક સોસાયટી...
  April 27, 05:14 AM
 • દેકારો કરીને જશ્ન મનાવવો સ્ટાઇલ નથી
  ઉદાહરણ 1: ન્યૂઝ પેપર માટે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી કવર કરનારા મારા એક સાથીએ સોમવાર રાત્રે મને ફોન કર્યો અને કહ્યું કે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે નક્કી કરવામાં આવેલા નામને સહમતિ આપી દીધી છે. વેટરન સાઉન્ડ ડિઝાઇનર જે પછી નિર્દેશક બનેલા કાશીનાથુની વિશ્વનાથને ભારતીય સિનેમામાં પોતાના ઉત્કૃષ્ટ યોગદાન માટે ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે. તેમણે બોલિવૂડમાં મ્યુઝિકલ રોમાન્સ - સરગમ (1979)ની સાથે પ્રવેશ કર્યો. ત્યાર બાદ...
  April 26, 03:31 AM
 • સંવેદનશીલ વ્યક્તિ ન બોલાયેલું પણ સાંભળી લે છે
  (તસવીર પ્રતિકાત્મક) આ રવિવારે 32 વર્ષની સપના કુલકર્ણી અજગાંવકર પ્રતિષ્ઠિત ડેક્કન ક્વીન રિઝર્વ એસી કમ્પાર્ટમેન્ટમાં પોતાના પતિ અને બાળકોની સાથે પૂણેથી મુંબઈની મુસાફરી કરી રહી હતી. ટ્રેનમાં ખૂબ ભીડ હતી એટલે સપના પોતાના બાળકને બ્રેસ્ટફીડ કરાવવા માટે કોઈ જગ્યા શોધી રહી હતી. નજીકનો કમ્પાર્ટમેન્ટ પાસધારકો માટે રિઝર્વ હતો, એટલે તેમાં રવિવાર હોવાને કારણે ઓછી ભીડ હતી. તે ઝડપથી એક ખાલી સીટ તરફ ગઈ અને પુત્રને સંભાળવા લાગી. ત્યાં જ પાસધારક આવ્યો અને બૂમો પાડવા લાગ્યો કે કમ્પાર્ટમેન્ટ ખાલી કરો...
  April 19, 02:55 AM
 • પર્સનલ કન્સલ્ટન્ટ તરીકે પણ કરિયર બનાવી શકાય
  (તસવીર પ્રતિકાત્મક) આજે 24 કલાકમાં કરવા માટે 1960ની સરખામણીએ 300 ટકાથી પણ વધુ કામ છે, એટલા માટે દરેક વ્યક્તિની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેટલો ડેટા આ મહિનામાં અત્યાર સુધી ઉપયોગ થયો છે ત્યાંથી માંડીને કયો ડ્રેસ લાંબા સમયથી ફેશનેબલ બની રહેશે તેવા સવાલો પર સમસ્યા વધી રહી છે. એટલા માટે જ્યારે પર્સનલ શૉપર લખેલું વિઝિટિંગ કાર્ડ તનુશ્રી રાવ આપે છે, ત્યારે તમામ લોકો વિચારવા માંડે છે કે તેમનું કામ શું છે? લોકો આશ્વર્યચકિત થઇ જાય છે, જ્યારે તેઓ સારા કોઈ મોલમાં પહોંચે છે, ત્યારે તમામ લોકો તેને ઓળખી...
  April 15, 02:54 AM
 • સારું વર્તન હવે શા માટે વધારે જરૂરી છે?
  (રમેશચંદ્ર અગ્રવાલ) ગુરુવાર સવારે દૈનિક ભાસ્કર ગ્રૂપના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલના અંતિમ સંસ્કાર માટે ભોપાલ જવાના રસ્તે હતો. બુધવારે તેમનું હાર્ટ અટેકથી અવસાન થયું હતું. હું જેટ એરવેઝના લાઉન્જમાં બેઠો હતો. લાઉન્જમાં મેં એક સર્વિંગ કર્મચારીના ચહેરા પર દર્દભાવ જોયો. ધ્યાનથી જોવા પર ખ્યાલ આવ્યો કે પલ્લવી નામની આ કર્મચારીના ડાબા પગમાં ઇજા થઇ હતી, તેમ છતાંય તે સવારની ફ્લાઇટની ભીડને સંભાળવા માટે ઝડપથી આમ-તેમ દોડી રહી હતી. તેના સહકર્મચારીઓ પણ તેની વધારેમાં વધારે મદદ કરી રહ્યા હતા, જેના કારણે...
  April 14, 02:34 AM
 • જીવન અને અભ્યાસમાં ડ્રોપ લેવો એ ગુનો નથી
  આજે સવારે 12મા ધોરણના એક વિદ્યાર્થીનો પત્ર મળ્યો. તેને એક વર્ષનો ડ્રોપ લેવા માટે મારી સલાહ માંગી હતી. તે નક્કી કરવા માંગતો હતો કે તેને કયો વિષય લેવો જોઇએ. ઘણા લોકો લાંબો ડ્રોપ લે છે અને કેટલાક એક વર્ષ સુધીનો ડ્રોપ અભ્યાસ માટે લે છે, જેથી નક્કી કરી શકાય કે જીવન અને કરિયરમાં શું કરવું જોઇએ. સ્ટુડન્ટ્સના જીવનમાં ડ્રોપ: ઇગ્નાસિઓ અરબેક્સ 12 વર્ષની સ્કૂલ સ્ટડી બાદ તરત કૉલેજ જવા નહોતા માંગતા. તેઓ ચાર મહિના ચીનમાં કુંગ-ફૂ શીખ્યા. ત્યાર બાદ બે મહિના વિયેતનામ અને થાઇલેન્ડ ચાલ્યા ગયા, જ્યાં તેમણે કિક...
  April 13, 04:14 AM
 • કામમાં પારંગત થયા પછી શ્રેષ્ઠ બનો
  (તસવીર પ્રતિકાત્મક) મોટા ભાગની સારી સ્કૂલો પીટીએમ(પેેરેન્ટ ટીચર્સ મીટિંગ) કરે છે અને નિર્ણય કરવાની પ્રકિયામાં ભાગ લેવા માટે પીટીએ(પેરેન્ટ ટીચર્સ એસોસિએશન)ની પરવાનગી આપે છે. પણ કેરેલાના તિરુવનંતપુરમમાં 8 કિલોમીટર દૂર સ્થિત અટુકલમાં 1932માં સ્થાપિત પ્રાઇમરી અને અપર પ્રાઇમરી સ્કૂલના હેડમાસ્ટર કે.ભુઆરીનું માનવું છે કે આટલું પર્યાપ્ત નથી. ભુઆરીએ એક યોજના શરૂ કરી, જેને મલયાલમમાં કનિવૂ ઓરુ સ્નેહસ્પર્શમ્ કહેવામાં આવે છે. જેનો અર્થ એક મિત્રતાનો અહેસાસ એવો થાય છે. આનો ઉદ્દેશ સંસ્થા અને...
  April 11, 02:20 AM
 • અલગ બનવા માટે ખુદને ઓતપ્રોત થઈ જવું પડે
  (તસવીર પ્રતિકાત્મક) સ્ટોરી-1: જાન્યુઆરી 2017માં યોજાયેલી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઈ મેરેથોનથી 32.93 કરોડ રૂપિયાનુ ફંડ એકત્રિત થયું. જે અગાઉ ભેગા થયેલાં ફંડ કરતાં વધુ હતું. આ વર્ષે 20 હજારથી વધુ દાનવીરોએ તેમાં યોગદાન આપ્યું. જેને લીધે ગયા વર્ષનો 28.14 કરોડ રૂપિયાનો આંકડો પાર થઈ ગયો. દર વર્ષે યોજાતી એશિયાની આ સૌથી મોટી મેરેથોન સ્પર્ધામાં આ વર્ષે 42 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન 281 ગેરસરકારી સંગઠનો, 151 કોર્પોરેટ અને 912 લોકોએ વ્યક્તિગત સ્તરે મેરેથોન દરમિયાન પૈસા ભેગા કર્યાં. આ વિશાળ સમૂહમાં એક...
  April 10, 02:58 AM
 • તમારા પરિવારની સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?
  એક એમએનસીમાં કામ કરનાર મારા 55 વર્ષીય મિત્રએ સોમવારે સાંજે મને વિડિયો કૉલ કર્યો અને એક પણ શબ્દ કહ્યા વગર ગીત ગાવવા લાગ્યો. તેની પત્ની પણ પાછળ દેખાઇ રહી હતી. મેં સવાલ કર્યો કે ક્યાં છો તમે ? તેમણે જવાબ આપ્યો કે તે એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડનમાં છે, જે શનિવારથી સમાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે. અહીં ટ્યૂલિપનાં 15 લાખ ફૂલ છે. શ્રીનગરની જોબરવાન માઉન્ટેન રેન્જની તળેટીમાં 48 પ્રકારનાં આ ફૂલ 30 એકરના ગાર્ડનમાં ફેલાયેલાં છે. પાંચ મિનિટની વાતચીત પછી તેમણે મને શુભેચ્છા પાઠવી અને કહ્યું તમારા કારણે...
  April 6, 02:37 AM
 • ટ્રાફિક સિગ્નલ પર પણ મળે યાદગાર અનુભવ
  રવિવારે સવારે આઠ વાગ્યે હું અમદાવાદ-મુંબઇ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સૌથી મોટા સિગ્નલ પર રાહ જોઇ રહ્યો હતો. જે આ સિગનલ્સ પર ઊભા રહેનાર ભીખારીઓ માટે વરદાનની જેમ છે. તેમનો પ્રથમ ટાર્ગેટ કાર છે. તેઅો જલદી અનુમાન લગાવી લે છે કે તેમનો ટાર્ગેટ કોણ હોઇ શકે છે. મારી જમણી બાજુ લાલ રંગની એક નૉન એસી બેસ્ટ બસ ઊભી હતી અને એક ઑટોરીક્ષા હતી. હું તૈયાર હતો કે વૃદ્ધ મહિલા ભીખ માટે મારી પર હુમલો કરશે, કેમ કે હું ત્યા ઉપસ્થિત બેસ્ટ બસ અને ઓટોરીક્ષામાં સૌથી પૈસાદાર દેખાઇ રહ્યો હતો. એ વૃદ્ધ મહિલા ઝિબ્રા કોસિંગ...
  April 4, 05:04 AM
 • નાની સ્ટાર્ટઅપ કંપનીઓ રોકડ નાણાં ખર્ચતી નથી
  બાળક બીમાર પડે અને તેનાં માતા-પિતા હાંફળા-ફાફળા થઈને મેડિકલ હેલ્પ શોધવા લાગે છે, એવી જ રીતે મહારાષ્ટ્રના જાણીતા હિલ સ્ટેશન મહાબળેશ્વરના કેશવ મ્હાત્રે ત્યારે ચિંતિત થઇ ગયા જ્યારે તેમના સ્ટ્રોબેરીના ખેતરમાંથી કેટલાક ભાગમાં ફળો પર વિચિત્ર પ્રકારના સફેદ ડાઘ જોવા મળ્યા. તેમણે જલદી રાહતનો શ્વાસ લીધો, કેમ કે તેમણે નવી મોબાઇલ એપ આરએમએલ ફાર્મર-કૃષિ મિત્રનું સભ્યપદ લઇ રાખ્યું હતું. તેમણે તરત જ પોતાના એન્ડ્રોઇડ ફોનથી ફોટો ક્લિક કરીને અપલોડ કરી દીધો, એમાં પણ ખાસ એવા ફોટોઝ જે નજીકથી ક્લિક કરવામાં...
  April 3, 04:42 AM
 • ભાડાનાં ઘરોમાં સોફ્ટવેર જાદુ કરી શકે છે!
  કોચ્ચીની આ અઠવાડિયાની યાત્રા મારી પુત્રીની મદદ માટે હતી, જે એક ઇન્ટરનેશનલ એરલાઇન કંપનીમાં કામ કરે છે. 1 એપ્રિલથી 18 લોકોની સાથે તેમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. આ આદેશ એક સરપ્રાઇઝની જેમ હતો, જે ફક્ત સાત દિવસની નાનકડી નોટિસ પર આવ્યો હતો. કોન્ટ્રાક્ટના એગ્રીમેન્ટ અનુસાર કોઇ પણ વ્યક્તિ પોતાના મકાન માલિકને એક મહિનાની નોટિસ પણ નહોતું આપી શક્યું. એટલા માટે તમામ લોકોને એપ્રિલનું ભાડુ આપવાનો પણ ડર હતો, જે મોટી રકમ છે. મારી પાસે બે દિવસનો સમય તમામ કામ પૂરું કરવા માટેનો હતો. જેમાં પેકેજિંગનો...
  April 1, 05:09 AM
 • વ્યવસાયમાં વધારે કમાણી કરવી છે, તો બોલતા શીખો!
  મોટા ભાગના બિઝનેસની જેમ હું એ દૃઢતાથી માનું છું કે તમારું સામાન્ય રીતે આકલન તમે પહેરેલા જૂતા દ્વારા થાય છે. મારો મતલબ એ નથી કે તેની બ્રાન્ડ કઈ છે અને તે કેટલા મોંઘા છે બલ્કે એ છે કે તે કેટલા ચમકદાર અને બેદાગ છે. માટે આજે પણ જ્યારે હું મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ(સીએસટી) પર લોકલ ટ્રેનમાંથી ઉતરું છું ત્યારે જૂતા ચમકાવી લઉં છું, કેમ કે તમે તો જાણો છો કે અમે મુંબઈકર એ ટ્રેનોમાં કઈ રીતે મુસાફરી કરીએ છીએ. પરંતુ ટ્રેનમાંથી ઉતર્યા બાદ હું સામાન્ય રીતે એ ખૂણામાં જવાથી બચુ છું જ્યાં જૂતા ચમકાવનારા...
  March 27, 04:25 AM
 • બાળકોને સદવિચાર આપવા સમાજને કંઈક સારું આપો
  દસ વર્ષના રાજુ માટે આ ક્ષણ મહત્ત્વની છે. માતાએ હમણાં તેનો ચહેરો સાડીના છેડાથી લૂછ્યો છે અને તેને વ્હાલ કર્યું છે કેમ કે તેણે આજે માતાને 30 રૂપિયા આપ્યા છે. આ અચાનક મળેલા રૂપિયા પરિવારને બચાવવા જેવા છે, કેમ કે આજે રાત્રે ખાવા માટે તેમની પાસે કશું જ ન હતું. રાજુની ઊંડી આંખો ભીની થઈ ગઈ અને તે માતાને ભેટીને સૂઈ ગયો. રાજુ જ્યારે સ્કૂલથી આવે છે, ત્યારે પહેલા ક્યારેય આવું નથી થયું, કેમ કે પરિવાર હંમેશાં ભોજન માટે સંઘર્ષની સ્થિતિમાં રહ્યો છે. માએ ધીમેથી તેને પૂછ્યું આ પૈસા તને ક્યાંથી મળ્યા તેણે જવાબ...
  March 24, 04:34 AM