એક વખત એક ભેંસ અને ઘોડા વચ્ચે વિવાદ થયો. બંને એક જ વનમાં રહેતાં હતાં અને ચારો ચરવા તથા પાણી પીવા પણ સાથે જ જતાં હતાં. વિવાદ એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ.ભેંસે ઘોડાને શિંગડા મારી મારીને અધમૂઓ કરી દીધો. જ્યારે ઘોડો તેનો સામનો ના કરી શક્યો તો ત્યાંથી ગમેતેમ કરીને નાસી છુટ્યો. ત્યાંથી ભાગીને તે એક મનુષ્ય પાસે ગયો અને તેને મદદ કરવાની...
એક દિવસ એક ઊંટ પોતાનો ગાળિયો છોડાવીને ભાગી ગયું. તે સતત ભાગતું જ રહ્યું અને ક્યાં સુધી રોકાયું નહીં. એક નદી આવી અને આગળ રસ્તો ન રહેતા તે ત્યાં રોકાયું.
ઊંટ ફરીથી પકડાવાના ભયે હરિયાળાં ખેતરો અને વનરાજી છોડીને દોડ્યું હતું, કે જ્યાં રોકાઈને તે પેટ ભરીને ખાઈ શક્યું હોત. હવે તેની સામે માત્ર નદીનું પાણી હતું. બંને તરફ દૂર દૂર સુધી માત્ર રેતી હતી. તે...
એક પારધી જાળ ફેલાવીને પક્ષીઓને પકડતો અને બજારમાં વેચી દેતો. આ જ તેનો વ્યવસાય હતો. એક દિવસ તે જાળ નાખીને પક્ષીઓ ફસાવાની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં એક ટિટોડી ત્યાં આવી અને પારધીએ નાખેલી જાળમાં છુપાવાનો પ્રયાસ કરવા લાગી. કોઈ ટિટોડી પાળતું નથી તેમ માનીને તેણે ટિટોડીને ઉડાવવાનો પ્રયાસ કર્યો પણ એક બાજ તેને મારવા આવતું જોઈને તે અટકી ગયો.
તેણે પથ્થર...
દક્ષિણ ભારતના એક પ્રાંતમાં વિશાળ મંદિર હતું. તે મંદિરના મુખ્ય પૂજારીનું મૃત્યુ થતાં મંદિરના અન્ય મહંતે બીજા પૂજારીની નિમણુંક કરવાની ઘોષણા કરાવી. તેણે જણાવ્યું કે કાલે સવારે જે પ્રથમ પહોરમાં આવીને પૂજા વિશેના જ્ઞાનમાં સિદ્ધ સાબિત થશે તેને પૂજારી જાહેર કરાશે. આ ઘોષણા સાંભળીને અનેક બ્રાહ્નણો સવારે મંદિરમાં આવી ગયા. મંદિર પહાડ પર હતું અને...