સ્પોટ ફિક્સિંગના કેસમાં પાકિસ્તાની ક્રિકેટરો સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર વિરુદ્ધ ઇંગ્લેન્ડની કોર્ટેમાં ચાલી રહેલો કેસ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે પરંતુ આ ઘટનાક્રમે વિશ્વ ક્રિકેટના વહીવટીતંત્ર સામે સવાલ પેદા કર્યા છે. પાક ક્રિકેટ ટીમના તત્કાલીન સુકાની સલમાન બટ્ટે ગયા વર્ષે એક સટોડિયા પાસેથી નાણાં લઈને એ નક્કી કર્યું કે...
પેલેસ્ટાઈનને યુનેસ્કોમાં એક સંપૂર્ણ સભ્યપદ મળી જવું તેના સ્વતંત્ર રાષ્ટ્ર બનવાની દિશામાં એક નાનકડી પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાની દ્રષ્ટિએ મોટી ઘટના છે. અમેરિકાના જોરદાર વિરોધ છતાં પેલેસ્ટાઈનને ૧૦૭ દેશોનું સમર્થન મળ્યું અને ફક્ત ૧૪ દેશોએ જ તેનો વિરોધ કર્યો હતો, જ્યારે બાવન દેશ મતદાનથી દૂર રહ્યા હતા. આ પરાજયથી અમેરિકા હચમચી ગયું છે. જેના...
ભ્રષ્ટાચાર રોકવા અંગે જે સહમતિ બની રહી છે તેના પર ધ્યાન આપવા જેવું છે. એક જ દિવસે આપવામાં આવેલા ત્રણ જુદાં-જુદાં નિવેદનો પર ધ્યાન આપો. વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું કે, ઝડપી પ્રગતિ અને વિકાસના આપણા પ્રયાસો ત્યારે જ સફળ થશે જ્યારે આપણે જાહેર જીવનમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરી શકીશું અને વહીવટી પ્રક્રિયામાં સુધારો લાવી શકીશું. ભાજપના વરિષ્ઠ નેતા...
આજે દુનિયામાં સાત અબજમા બાળકનો જન્મ થશે. કોઈ ઘરમાં નવા બાળકનું આગમન ખુશીની વાત હોય છે પરંતુ તેની સાથે જ નવી જવાબદારીઓ અને પડકારો પણ આવે છે.
ઈતિહાસની માહિતી પ્રમાણે આ પ્રથમ વખત માત્ર ૧૩ વર્ષમાં વિશ્વની વસતીમાં એક અબજનો વધારો થયો છે, જેનું કારણ અનેક ક્ષેત્રોમાં મનુષ્યએ મેળવેલી સફળતાઓ છે. આરોગ્ય પ્રત્યે વધુ ધ્યાન, જીવનજરૂરી ચીજ-વસ્તુઓ સરળતાથી...