વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણામંત્રી પ્રણવ મુખર્જીએ ઉચિત સમયે હસ્તક્ષેપ કરીને એક સાકારાત્મક પહેલ કરી છે. કૌભાંડો અને વહીવટી નિષ્ફળતાથી ખરાબ થયેલી છબી પર અરીસામાં જોવાને બદલે વિવિધ મંત્રીઓ પોતાની મુશ્કેલીઓ માટે ન્યાયતંત્ર અને બંધારણીય સંસ્થાઓને માથે જવાબદારી નાખી રહ્યા હતા. એવા સમયે આ હસ્તક્ષેપ જવાબદારી અને લોક-લાગણીઓના સન્માનની દિશામાં...
‘કોંગ્રેસ પક્ષના વર્તમાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક પણ પક્ષ પ્રજાનો વિશ્વાસ જીતી શકે એમ નથી. જો તેમના ખુદમાં પણ એવી જ નબળાઈઓ હોય’ - લાલકૃષ્ણ અડવાણીના આ નિવેદન સાથે કોણ અસહમત હશે? ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનચેતના યાત્રા પર નીકળેલા અડવાણીને જ્યારે ડગલે ને પગલે પોતાના જ પક્ષના નેતાઓ પર લાગેલા આરોપો અંગે જવાબ આપવો પડી રહ્યો છે ત્યારે તેમને આ વાતનો અહેસાસ...
ઉત્તર(હરિયાણા), દક્ષિણ (આંધ્રપ્રદેશ), પૂર્વ (બિહાર) અને પશ્ચિમ (મહારાષ્ટ્ર) એમ દરેક જગ્યાએથી લગભગ એક જેવા જ સંકેત મળી રહ્યા છે. વિચારધારામાં સ્પષ્ટ દિશાનો અભાવ તથા અનેક કૌભાંડોના ઘટસ્ફોટ બાદ ખરાબ થયેલી છબી કોંગ્રેસને ભારે પડી શકે છે. લોકસભાની એક અને વિધાનસભાની ત્રણ બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં હાર અંગે કોંગ્રેસ એટલી દલીલ રજુ કરી શકે છે કે...
ચૂંટણી લડવાનો ખર્ચ સરકારી ખજાનામાંથી મળે એ ઘણી જુની માગ છે, જેને હવે વ્યવહારિક સ્વરૂપ મળે એવી સંભાવના છે. પ્રણવ મુખર્જીની અધ્યક્ષતાવાળા મંત્રીઓના એક જુથે કાયદા મંત્રાલયને આ અંગે બંધારણીય અને કાયદાકીય સંશોધન સાથે એક ‘નક્કર પ્રસ્તાવ’ તૈયાર કરવા જણાવ્યું છે. મંત્રીઓનું સંબંધિત જુથ ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે બનેલું છે. યુપીએ સરકાર આજે આ...