Home >> Abhivyakti >> Editorial Article
 • માઓવાદી આતંકનો ઘાતકી ઊથલો
  કાશ્મીર ખીણપ્રદેશમાં ભારત માટે છેલ્લા થોડા સમયનો સૌથી મોટો લાગે એવો પડકાર ઊભો થયો છે અને ત્યાંની સ્થિતિ કાબૂ બહાર છે ત્યારે વધુ એક જૂનો ને દૂઝતો જખમ તાજો થયો છેઃ છત્તીસગઢમાં માઓવાદીઓએ કરેલા હુમલામાં કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF)ના 25 જવાન માર્યા ગયા અને 6 ઘાયલ થયા. માઓવાદી આતંક માટે કુખ્યાત બસ્તર વિસ્તારના સુકમા જિલ્લામાં CRPFની 74મી બટાલિયન પર હુમલો થયો. તેમાં મોટા પાયે જાનહાનિ થઈ અને માઓવાદીઓએ તેમનાં શસ્ત્રો પણ લૂંટ્યાં. એક અંદાજ પ્રમાણે, હુમલાખોર માઓવાદીઓ આશરે 300 હતા. વર્ષોથી કેન્દ્ર સરકાર...
  April 26, 03:33 AM
 • ભાગેડુ વિજય માલ્યાની સંભવિત ‘ઘરવાપસી’
  (વિજય માલ્યા) સહારાશ્રી સુબ્રતો રોયની નાણાં ભરી શકવાની અશક્તિ પછી અદાલતે પૂણે નજીક આવેલી તેમની વિશાળ અને વૈભવી ટાઉનશિપ એમ્બી વેલી ટાંચમાં લેવાનો આદેશ આપ્યો, ત્યારે ફરી એક વાર કિંગફિશરના વિજય માલ્યા સાંભર્યા હતા. ભારતીય બૅંકોને ચૂનો લગાવીને, તમામ પક્ષોના રાજનેતાઓ સાથે સારાસારી ધરાવતા માલ્યા બિનધાસ્ત અને બેરોકટોક બ્રિટન જતા રહ્યા હતા. માલ્યાના ચહેરા પર કે તેમના નિવેદનમાં અત્યાર સુધી ક્યાંય અફસોસ કે શરમ દેખાયાં નથી. પિતાની શરાબની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝ વારસામાં મેળવ્યા પછી માલ્યાએ...
  April 19, 02:35 AM
 • ટ્રિપલ તલાકઃ સમાજકારણ, રાજકારણ
  વર્ષો સુધી ભાજપ-સંઘ પરિવારના પ્રચારમાં કાશ્મીર અને રામમંદિર ઉપરાંત સમાન નાગરિક ધારો મહત્ત્વનો મુદ્દો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી તે વધારે સંકોચાઈને અથવા વધારે કેન્દ્રિત બનીને ટ્રિપલ તલાકના વિરોધ તરીકે વ્યક્ત થઈ રહ્યો છે. સમાન નાગરિક ધારાની તરફેણમાં ઘણું કહી શકાય-અને એવું જ ટ્રિપલ તલાકના વાજબી અને આકરા વિરોધમાં પણ કહી શકાય. આ જગ્યાએ ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના જો અને તો વિના ટ્રિપલ તલાકનો સ્પષ્ટ અને ખોંખારીને વિરોધ થયેલો છે. કેમ કે, તેને તર્કસંગત કે સમાજવ્યવસ્થા સાથે સુસંગત સમર્થન આપી...
  April 18, 01:53 AM
 • કુલભૂષણ જાધવની મુક્તિ માટે રાજદ્વારી ખેંચતાણ
  (કુલભૂષણ જાધવ) ભારતના જાસૂસ હોવાના આરોપસર પાકિસ્તાનમાંથી પકડાયેલા કુલભૂષણ જાધવને પાકિસ્તાની લશ્કરી અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભૂતપૂર્વ પત્રકાર અને વિદેશી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી એમ.જે.અકબરે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે,જાધવ સાથે અન્યાય થયો છે. ફારસીયા અદાલતે તેમની પર આરોપ ઘડી કાઢ્યા હતા. અમે તેમને ન્યાય અપાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારની સ્થિતિ એવી છે કે 46 વર્ષના જાધવને પાકિસ્તાનમાં ક્યાં રાખવામાં આવ્યા છે, તેનો પણ ભારતને અંદાજ નથી....
  April 15, 02:40 AM
 • વોટિંગ મશીનની છેડછાડઃ શંકા, આરોપ અને ઉપાયો
  ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતાનો વિવાદ ઠરવાનું નામ લેતો નથી. વિધાનસભાની પેટાચૂંટણીઓનાં પરિણામમાં કર્ણાટકમાં જીતેલી કોંગ્રેસ રાજસ્થાનમાં હારીને EVMમાં ચેડાંનાં રોદણાં રડે, તો તેને કોણ ગંભીરતાથી લે? બીજી તરફ ચૂંટણીપંચે એકદમ આવી જાવ મેદાનમાં પ્રકારનો લલકાર ફેંકીને, EVMમાં ચેડાં કરી બતાવવા લોકોને આમંત્રણ આપ્યું છે. EVMની વિશ્વસનીયતા સામે આંગળીચીંધામણ થાય તે ચૂંટણીપંચ માટે શરમજનક છે. કારણ કે પંચ ભારતની ભૌગોલિક સહિતની અનેક આંટીઘૂંટીઓ છતાં સફળતાપૂર્વક, લોકશાહી ઢબે ચૂંટણી કરાવવા...
  April 14, 03:20 AM
 • ઓબીસી કમિશન અને રાજકીય દાવપેચ
  નિર્ણય ગમે તે હોય, કાગળ પર તો સરકારના ઇરાદા હંમેશાં નેક લાગે છે. પરંતુ વાસ્તવિક અમલમાં એ ગુજરાતી નેકમાંથી ક્યારે અને કોના અંગ્રેજી નેક (neck)- ગળા સુધી પહોંચી જાય તેનો ખ્યાલ આવતો નથી. વર્તમાન સરકારે અત્યારે કાર્યરત નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (NCBC)ના સ્થાને નવું માળખું ઊભું કરવાનું નક્કી કર્યું છે. તેનું સૂચિત નામ છેઃ નેશનલ કમિશન ફોર ધ સોશ્યલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ (NCSEBC). NCBC માત્ર કાનૂની સંસ્થા હતી, જ્યારેનવું અસ્તિત્ત્વમાં આવનારું NCSEBC બંધારણીય સંસ્થાનો દરજ્જો ધરાવતું હશે. હાલની...
  April 13, 04:39 AM
 • જાધવને મૃત્યુદંડઃ પાકિસ્તાનની આડોડાઈ
  ગત વર્ષના ડિસેમ્બરમાં પાકિસ્તાની વિદેશમંત્રી સરતાજ અઝીઝે સંસદમાં જીભ કચરી હતી કે ભારતીય જાસૂસી સંસ્થા રિસર્ચ ઍન્ડ એનાલિસીસ વિંગ (રૉ)ના જાસૂસ તરીકે પકડાયેલા કુલભૂષણ જાધવ સામે જે ગંભીર આરોપ મુકાયા છે, તેને પુષ્ટિ આપતા નક્કર પુરાવા મળી રહ્યા નથી. અલબત્ત, આમ કહ્યા પછી સર્જાયેલા વિવાદના પગલે મંત્રીના નિવેદનથી સાવ વિપરીત અર્થ ધરાવતું નિવેદન જારી કરવામાં આવ્યું. એ રીતે વાતને વાળી લેવાની કોશિશ થયા પછી હવે પાકિસ્તાનની લશ્કરી અદાલતે કાનૂની કાર્યવાહીનું નાટક કરીને જાધવને મૃત્યુદંડની સજા...
  April 12, 01:44 AM
 • તિસ્તા જળસમજૂતીઃ બેધારી તલવાર
  (તસવીર પ્રતિકાત્મક) વડાપ્રધાન મોદી બાંગલાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાના સ્વાગત માટે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર ગયા, તે સૂચવે છે કે ભારત માટે બાંગલાદેશ કેટલું મહત્ત્વનું છે. રાજકારણની આંતરરાષ્ટ્રીય શતરંજમાં ચીન ભારતના બધા પાડોશી દેશોને પાંખમાં લઈને ભારતને ચોતરફથી ઘેરી રહ્યું છે. તિબેટ તો ચીનનું જ છે. નેપાળ, શ્રીલંકા જેવા દેશોમાં નાણાંકોથળી ખુલ્લી મૂકીને, તેમને સરકારી કે ખાનગી રોકાણો દ્વારા માળખાકીય અને બીજી મદદ કરીને ચીને ત્યાં પોતાના અડિંગા જમાવી દીધા છે. પાકિસ્તાન વિશે તો કશું...
  April 11, 02:04 AM
 • જાહેર અને અંગત ખર્ચ વચ્ચેની ભેદરેખા
  વાત અરવિંદ કેજરીવાલે બદનક્ષીનો કેસ લડવા માટે કરેલા વકીલની ફીની છે. કેજરીવાલે દિલ્હીના ક્રિકેટ એસોસિએશનના વડા તરીકે અરુણ જેટલી સામે (તેમની આક્રમક શૈલીમાં) કેટલાક આરોપ મૂક્યા હતા. ખુદ સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ એવા જેટલીએ કેજરીવાલ સામે બદનક્ષીનો દાવો કર્યો. કેજરીવાલે વકીલ તરીકે આક્રમકતા માટે ખ્યાતનામ જૂના જોગી અને ભાજપથી દુઃખી એવા રામ જેઠમલાણીને રોક્યા. કાર્યવાહી ચાલી. જેઠમલાણીએ જેટલીને સવાલો પૂછી પૂછીને ખાસ્સા તંગ કર્યાના સમાચાર આવ્યા. પછી સવાલ આવ્યો જેઠમલાણીની ફીનો. તેમણે એક કરોડ...
  April 8, 05:11 AM
 • દલાઈ લામાની મુલાકાત અને ચીનની આડોડાઈ
  (દલાઈ લામા) તિબેટી બૌદ્ધોના ધર્મગુરુ 14મા દલાઈ લામા અરુણાચલ પ્રદેશના તવાંગમાં આવેલા બૌદ્ધ મઠની મુલાકાતે આવ્યા અને અરુણાચલમાં વાજતેગાજતે દસ દિવસ રોકાવાના છે. આ સમાચારથી ચીનને પેટમાં બરાબર ચૂંક આવી છે. કારણ કે એક સાથે તેની બબ્બે દુઃખતી નસો દબાઈ છે અને ભારત સરકારે તે ઇરાદાપૂર્વક દબાવી છે. કહેવા ખાતર તો કહેવાય છે કે દલાઈ લામાની મુલાકાત ધાર્મિક છે. પરંતુ તેમનો દરજ્જો ફક્ત ધાર્મિક ગુરુનો જ નહીં, રાજકીય પ્રકારનો પણ છે. કારણ કે તે ભારતમાં રહીને તિબેટની ગવર્ન્મેન્ટ-ઇન-એક્ઝાઇલ એટલે કે દેશવટો...
  April 6, 01:43 AM
 • વોટિંગ મશીનમાં ગોટાળાઃ વાંધાવચકા અને વિવાદ
  ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની હાર પછી માયાવતીએ દોષનો ટોપલો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) પર ઢોળ્યો અને ધીમે રહીને મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ એ ગાનમાં જોડાયા ત્યારે તેમના આરોપમાં તથ્ય કરતાં રાજકીય બખાળાબાજી વધારે લાગી હતી. કારણ પહેલુંઃ રાજકારણનો નિયમ છેઃ હાર થાય તો તેનું માટલું જેના માથે ફોડી શકાય એવું કોઇ કારણ શોધી કાઢવાનું. ઇવીએમ એ રીતે સૌથી હાથવગું છે. કારણ બીજુંઃ ઇવીએમ વર્ષોથી તેમની ચોક્સાઈભરી, બેદાગ કામગીરી માટે જાણીતાં છે. કારણ ત્રીજુંઃ ચૂંટણી પંચે અગાઉ આપેલા...
  April 5, 05:23 AM
 • ઉચ્ચ શિક્ષણસંસ્થાઓનું પરિણામ અને અર્થઘટન
  ગયા વર્ષથી ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે દેશની શિક્ષણસંસ્થાઓનું વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરીને તેમને ક્રમ આપવાનો સિલસિલો શરૂ કર્યો છે. નેશનલ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIFR) અંતર્ગત ગયા વર્ષે 3,563 શિક્ષણસંસ્થાઓએ ભાગ લીધો હતો. આ વર્ષે 2,735 સંસ્થાઓએ ભાગ લીધો. ગઈ વખતે સામેલ થયેલી આશરે 800 સંસ્થાઓની ગેરહાજરીની સામે આ વખતે સરકારે તબીબી અને કાયદાની શાખાઓ ઉમેર્યા પછી, એ શાખાઓની 816 કોલેજો ઉમેરાઈ છે. ગયા વખતના માપદંડોમાં ફેરફાર કરીને સરકારે આ વર્ષે દાખલ કરેલા નવા માપદંડમાં ફુલ...
  April 4, 05:06 AM
 • માત્ર મુસ્લિમ મહિલાઓ માટે જ નહીં, માનવતા વિરુદ્ધ પણ ગુનો છે તલાક-તલાક-તલાક
  આપણે મક્કમ કેમ રહીએ છીએ જ્યારે સ્પષ્ટદેખાઇ રહ્યુંછે કે એકશબ્દને માત્ર ત્રણ વાર બોલવાથી બરબાદી થઇ જાય છે. પણ પ્રથા. એટલે અનુસરવાની જ છે. શાયરા બાનોની હિમ્મતથી આજે સમગ્ર ભારતમાં ટ્રિપલ તલાકનીખૂબ જ વાતો થઇ રહી છે. તે પહેલાંએવા મહિલા બન્યાં છે જેમણે અત્યાચાર ચૂપચાપ ના સહ્યો બલકેસીધીઅદાલત પહોંચી ગઇ હતી. આંચકો આપ્યો તે નિર્જિવ રીત-રિવાજોને જે ડરાવતા હતા કે જે પતિએ કહી નાખ્યું તે જ હકીકત છે. અંતિમ હકીકત. પતિના શાસનને માથું નમાવીને માનો. લગ્નમાં. પછી પરિણીત જીવનમાં.પછી બાળકો પેદા કરવામાં. એટલે...
  April 1, 11:19 PM
 • વાહન-પ્રદૂષણ નાથવાની કડવી અદાલતી દવા
  ભારતમાં અત્યાર લગી વાહનો પ્રદૂષણનિયંત્રણ માટે ભારત સ્ટેજ-3 તરીકે ઓળખાતાં ધોરણ ધરાવતાં હતાં. છેક ફેબ્રુઆરી, 2016થી એ નક્કી હતું કે આવતા વર્ષે વાહનનિર્માતાઓએ ભારત સ્ટેજ-3 (BS-III) છોડીને ભારત સ્ટેજ-4 (BS-IV)નું ધોરણ અપનાવવું પડશે. પરંતુ રાહુલ બજાજે એક મુલાકાતમાં કહ્યું તેમ, આ જાહેરાત પછી વાહનનિર્માતાઓએ સ્ટેજ-3નાં વાહનોનું ઉત્પાદન વધારી દીધું--કેમ જાણે, માર્ચ 31,2017 સુધીમાં મહત્તમ ધંધો થઈ જાય. તેનું પરિણામ એ આવ્યું કે સર્વોચ્ચ અદાલતે એપ્રિલ 1, 2017થી સ્ટેજ-3નાં વાહનોના ઉત્પાદન જ નહીં, વેચાણ અને રજિસ્ટ્રેશન પર...
  April 1, 05:12 AM
 • ફાઇનાન્સ બિલમાં 40 ફેરફારની ચાલબાજી
  લોકસભામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સને લગતા ખરડા પસાર થવાની ચર્ચા અને તેના અમલીકરણના માહોલ વચ્ચે ફાઇનાન્સ બિલમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા 40 ફેરફાર ભૂલવા જેવા નથી. કેમ કે, એક તો તેના પ્રતાપે કેટલાક કાયદાની મૂળભૂત જોગવાઈઓ બદલાઈ જાય છે. અને બીજો, વધારે મહત્ત્વનો મુદ્દો સરકારની આપખુદશાહીનો છે. સંસદીય લોકશાહીમાં વિશ્વાસની હવાબારીને કુટિલતાથી મસમોટાં ગાબડાંમાં ફેરવી દેવી અને તેના જોરે પોતાનું ધાર્યું કરવું, એ ચિંતાજનક પદ્ધતિ છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં સરકારની આ આવડત પ્રગટ થઈ રહી...
  March 31, 04:37 AM
 • કાશ્મીરમાં અસંતોષ અને અલગતાવાદની આગ
  કાશ્મીરનો ઉકળાટ ટાઢો પડવાનું નામ લેતો નથી. કારણ કે ત્યાં અનેક મુદ્દાની અટપટી ગૂંચ પડી છે. તેના બધા પક્ષકારો ઓછાવત્તા વાંકમાં છે અને મુત્સદ્દીગીરી ધરાવતી રાજકીય નેતાગીરીનો વર્ષોજૂનો અભાવ પરિસ્થિતિને સતત વણસાવતો રહ્યો છે. ગયા વર્ષે ત્રાસવાદી બુરહાન વાનીને ભારતીય લશ્કરી દળોએ ઠાર કર્યા પછી કાશ્મીરમાં ભડકા ઉઠ્યા હતા. એ સ્તરની તો નહીં, છતાં આ વર્ષે સૌથી નોંધપાત્ર કહેવાય એવી ઘટના બનીઃ એક ત્રાસવાદીના ઠેકાણા વિશે બાતમી મળ્યા પછી સલામતી દળોએ તેનું ઘર ઘેરી લીધું. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક...
  March 30, 04:23 AM
 • લોકપાલની નિમણૂકમાં વિલંબના કાનૂની દાવપેચ
  હવે એ દૂરના ભૂતકાળની વાત લાગી શકે, પણ અન્ના હઝારેની આગેવાની હેઠળ થયેલા ભ્રષ્ટાચારવિરોધી આંદોલને દેશ માથે લીધો હતો. યુપીએ સરકારનાં કૌભાંડો બહાર આવી રહ્યાં હતાં ત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકોને આંદોલિત કરી ગયો. દિલ્હીથી શરૂ થયેલા આ આંદોલનના પડઘા બીજાં શહેરોમાં પણ પડ્યા. ત્યાં સ્થાનિક ધોરણે લોકો બહાર આવ્યા. વિપક્ષો માટે આ મનગમતી તક હતી. કારણ કે લોકોના અસંતોષનો તેમને સીધેસીધો રાજકીય ફાયદો મળી રહ્યો હતો. પણ કરોડો રૂપિયાનો સવાલ હતોઃ ભ્રષ્ટાચાર તો માણસની પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. તેને દૂર...
  March 29, 05:40 AM
 • ફરજિયાત આધાર કાર્ડ આવશ્યકતા અને અતિરેક
  ભારતીય નાગરિકત્વનો સાર્વત્રિક રીતે સ્વીકૃત પુરાવો કયો? પાસપોર્ટ કઢાવવાનું સામાન્ય ન હતું, ત્યારે રેશન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ નાગરિકત્વના પૂરતા પુરાવા ગણાતાં હતાં. ત્યાર પછી ઇન્કમટેક્સના પરમેનન્ટ અકાઉન્ટ નંબર (PAN) સાથેનાં કાર્ડ આવ્યાં. યુપીએ સરકારના જમાનામાં ઇન્ફોસીસ છોડીને આવેલા નંદન નીલેકણીની આગેવાની હેઠળ આધાર કાર્ડનો પ્રોજેક્ટ શરૂ થયો, ત્યારે ભારત ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યું હતું. આધાર કાર્ડમાં વ્યક્તિની સંપૂર્ણ અને પર્યાપ્ત ઓળખ બની રહે તથા તેમાં રહેલી વિગતો સરકારને...
  March 28, 05:13 AM
 • રામને રડાવ્યા, અલ્લાહને ઠેસ પહોંચાડી - શૈતાનના અટ્ટહાસ્યથી તો જાગો હવે
  (કલ્પેશ યાગ્નિક) આક્રમણ-અહંકાર-સ્વાર્થ-છળનો ક્રૂર અધ્યાય છે મંદિર-બાબરી મસ્જિદ વિવાદ હે ઇશ્વર, એમને માફ કરજો - તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. - પ્રભુ ઇશુ (બાળપણથી સમગ્ર વિશ્વ આ પંક્તિને વાંચી રહ્યું છે પરંતુ કોઇ પાલન કરતું નથી.) શૈતાન ખડખડાટ હસી રહ્યો હશે. ભગવાનને આપણે દુ:ખી કરી દીધા. અલ્લાહને ઠેસ પહોંચાડી. આપણે પુરવાર કરવા માગીએ છીએ કે રામ અમારા. તેમની જન્મભૂમિ અહીં. આથી મંદિર ત્યાં જ બનાવીશું. આપણે આ હોડમાં અડીખમ છીએ કે રહમાન પર અમારો હક. ઇબાદત અહીં જ થતી હતી. આથી મસ્જિદ તો ત્યાં જ હશે....
  March 25, 12:26 AM
 • ત્રાસવાદી હુમલાના આઘાત-પ્રત્યાઘાતની રીત
  જમાનો સોશ્યલ નેટવર્કનો છે, એટલે લંડન ત્રાસવાદી હુમલાના પ્રત્યાઘાતની વાત તેનાથી આરંભીએ. તો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ એટલે કે બહુ ચલણી બનેલો હૅશટેગ (વિષય) હતોઃ #wearenotafraid. લંડનવાસીઓએ ઇન્ટરનેટના માધ્યમથી જાહેર કર્યું કે અમે ગભરાતા નથી. ત્રાસવાદનો સૌથી મોટો આશય જાનહાનિનો નહીં, પણ તેના પગલે ત્રાસ કે આતંક ફેલાવવાનો હોય છે. જેટલા લોકો મૃત્યુ પામે તેના કરતાં અનેક હજાર-લાખ ગણા લોકો ભયભીત બને અને તેમના રોજિંદા જીવનમાંથી મોકળાશ જતી રહે, તે ત્રાસવાદની સૌથી મોટી જીત. માટે, ત્રાસવાદને અપાતી...
  March 24, 04:31 AM