Home >> Abhivyakti >> Editorial Article
 • સાયબર-જાસાચિઠ્ઠી થકી આંતરરાષ્ટ્રીય અરાજકતા
  વિચાર નવો નથી. પહેલાં વૃક્ષના થડમાં ખૂંપેલા તીરની સાથે જાસાચિઠ્ઠીઓ આવતી હતી કે અમુક સમયમાં, અમુક ઠેકાણે, અમુક રકમ નહીં આપી જાવ તો ઇન્ટરનેટના જમાનામાં આ જ પદ્ધતિથી, આધુનિક ટેક્નોલૉજીની-અથવા ખરું કહો તો, ટેક્નોલૉજીમાં રહેલાં છીંડાંની મદદથી-નાણાં પડાવવામાં આવે છે. તેનો તાજો દાખલો વૉન્નાક્રીપ્ટ/Wannacrypt નામના સાઇબરહુમલા થકી દુનિયાભરમાં ખળભળાટ મચાવી ગયો. કમ્પ્યૂટરની પરિભાષામાં જેમ અનિષ્ટ સૉફ્ટવેર માટે માલવેર/Malware શબ્દ છે, તેમ ખંડણી માગતા સૉફ્ટવેર રેન્સમવેર/ransomware કહેવાય છે. વૉન્નાક્રીપ્ટ એવો જ...
  May 20, 05:08 AM
 • સીબીઆઈના દરોડા, રાજકારણના આરોપ
  સીબીઆઈના દરોડા, રાજકારણના આરોપ કોઈ પૂછી શકેઃ એમાં નવાઈ શાની? ભૂતપૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિની સાથે સંબંધિત કંપનીઓ પર સીબીઆઈના દરોડા પડ્યા. ચિદમ્બરમ-પુત્રની ઉપરના આરોપોમાં એક આરોપ પિતાના હોદ્દાના દુરુપયોગનો પણ થયો. રાબેતા મુજબ, ચિદમ્બરમે સીબીઆઇના આરોપોને રાજકીય હેતુથી પ્રેરિત તથા રાજકીય કિન્નાખોરીના ભાગરૂપ ગણાવ્યા. સીબીઆઈના દુરુપયોગનો આરોપ બહુ જૂનો છે. બાબરીધ્વંસના મુદ્દે સીબીઆઈની રજૂઆત પછી અડવાણી સહિતના કેટલાક જમણેરી નેતાઓ સામે નવેસરથી ગુનાઇત કાવતરાનો આરોપ...
  May 18, 02:59 AM
 • IT ક્ષેત્રે બેરોજગારીનાં ઘેરાતાં વાદળ
  ભારતને ત્રીજા વિશ્વના દેશોમાંથી આગલી હરોળમાં લાવવામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી બદલવામાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો તે ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગનો હતો. ભારતના અનેક ઇજનેરો આ ક્ષેત્રમાં પ્રવીણતા માટે પંકાયા અને અમેરિકામાં તેમની બોલબાલા થઈ. ભારતના પરંપરાગત બજારમાંથી ઊભી થયેલી વિપ્રો જેવી કંપની હોય કે પછી એ વખતના નવા જમાનાની ઇન્ફોસીસ કે પછી ટીસીએસ, આ બધાં નામ ભારતવાસીઓ માટે મહિમાવંતાં બની ગયાં. પરંતુ હવે પરિસ્થિતિ પલટાઈ રહી છે - અને તે પલટો ભારતીય IT ઉદ્યોગ માટે નવા,...
  May 17, 02:51 AM
 • ‘નેશનલ હેરાલ્ડ’: આર્થિક તપાસની અણી
  દિલ્હી હાઇકોર્ટે નેશનલ હેરાલ્ડ અખબારને લગતા કેસમાં સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સામે ઇન્કમટેક્સ તપાસનો માર્ગ મોકળો કરી આપતાં રાજકીય વર્તુળોમાં અપેક્ષિત સનસનાટી ફેલાઈ છે. એક સમયે જવાહરલાલ નેહરુના અને કૉંગ્રેસના મુખપત્રની ગરજ સારતા, માલિકના નહીં પણ તંત્રીના સર્વોપરિપણા માટે જાણીતા લખનૌના અખબાર નેશનલ હેરાલ્ડ પ૨ 2008માં પડદો પડી ગયો. પરંતુ વર્તમાન વિવાદ બંધ થયેલા નેશનલ હેરાલ્ડની મિલકતો અંગેની છે અને તેનો પલિતો ચાંપ્યો હતો સુબ્રમણ્યમ સ્વામીએ. પાંચેક વર્ષ પહેલાં સ્વામીએ સોનિયા...
  May 13, 02:40 AM
 • EVM અને ‘આપ’: અંતહીન આરોપબાજી
  દેશની રાજકીય મુખ્ય ધારામાં નાટકીયતાની બોલબાલા થાય ત્યારે જો ભી કહીએ, સૂર મેં કહીએવાળી બાંકેલાલની મિમિક્રી આઇટેમની માફક, જે સવાલ ઊભા કરવા હોય તે નાટકીય રીતે જ ઉઠાવવા પડે છે. આ બાબતમાં વડાપ્રધાનને ટક્કર આપી શકે એવું કોઈ હોય તો તે અરવિંદ કેજરીવાલ છે. કદાચ એટલે જ, આમઆદમી પક્ષની રાજ્યોમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાર પછી પણ ભાજપને જંપ નથી અને આપ સદંતર ખતમ થઈ જાય એવા બનાવો એક પછી એક બની રહ્યા છે. ચોતરફથી ઘેરાયેલા કેજરીવાલ અને આપ પણ અભિમન્યુ મુદ્રામાં હાથમાં રથના ચક્રને બદલે જાણે EVM લઈને ઝઝૂમી...
  May 11, 07:04 AM
 • બેફામ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટની શિક્ષા
  સામાજિક કોટિક્રમમાં નીચલી ગણાતી જ્ઞાતિ જેમ ગેરલાયકાત ન હોઈ શકે, તેમ તે બેફામ બનવાનો પરવાનો પણ ન જ હોઈ શકે. જ્ઞાતિસૂચક અપમાન અને દુર્વ્યવહાર સામે રક્ષણ આપવા માટે બનાવેલા કાયદાની જ્યાં જરૂર હોય ત્યાં તેનો સરખો અમલ થતો ન હોય, જ્યારે જસ્ટિસ કર્નન જેવા કિસ્સામાં એ જ કાયદાનો બીજી રીતે દુરુપયોગ કરવાનો પ્રયાસ થાય તે ટીકાને પાત્ર છે. કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ કર્નન વિવાદો સાથે જૂનો નાતો ધરાવે છે. કાયમ ફરિયાદીની અને અન્યાયનો ભોગ બનેલા માણસની ભૂમિકામાં પોતાની જાતને જોતા જસ્ટિસ કર્નન મદ્રાસ...
  May 10, 02:47 AM
 • ફ્રાન્સમાં આત્યંતિક વિચારધારાનો પરાજય
  આખરે, કમ સે કમ એક વાર, લોકોની ખરાબ કલ્પના કે અમંગળ આશંકા ખોટી પડીઃ ફ્રાન્સના પ્રમુખપદની ચૂંટણીમાં જમણેરી, આત્યંતિક વિચારધારા ધરાવતાં ઉમેદવાર લાય પૅનની નિર્ણાયક હાર થઈ અને ડાબેરી ઝુકાવ ધરાવતા-રાજકીય દૃષ્ટિએ બિનઅનુભવી, 39 વર્ષના મૅક્રોનની ભવ્ય જીત. પૅનને મળેલા 33.94 ટકા મતની સરખામણીમાં મૅક્રોનને 66.06 ટકા એટલે કે લગભગ બમણા મત મળ્યા. તેનાથી ફ્રાન્સમાં એકાદ દાયકાથી ચાલતા જમણેરી પ્રભુત્વનો પણ અંત આવ્યો. ભવિષ્યમાં લોકો અંતિમવાદ તરફ ન ઢળે એ માટે તેમણે યથાયોગ્ય કામગીરી કરવાનું પણ વચન આપ્યું છે....
  May 9, 03:04 AM
 • ‘આપ’: શતમુખ વિનિપાતનો સિલસિલો
  કુમાર વિશ્વાસને હોદ્દો આપીને મનાવી લેવાતાં કામચલાઉ ધોરણે આપના ભાગલા અટક્યા છે, પણ આપમાં શાંતિ અને સ્થિરતા કરતાં વિખવાદ અને કાવતરાંબાજીની સંભાવનાઓ ઘણી વધારે છે. ભ્રષ્ટાચારવિરોધી આંદોલન પછી આમઆદમી પક્ષની શરૂઆત થઈ ત્યારે તેની ઉપર સૌથી મોટી આશા એ હતી કે તે લોકલક્ષી રાજકારણ અપનાવશે. મધ્યમ વર્ગનો એક માણસ, સુધારા માટે નાગરિકભૂમિકાએ લડતાં લડતાં અેક દિવસ મુખ્યમંત્રી બની જાય, એવું તો નાયક જેવી મસાલા ફિલ્મોમાં બને. કેજરીવાલના કિસ્સામાં ફિલ્મી લાગતી હકીકત વાસ્તવિકતા પુરવાર થઈ. ભાગ્યે જ કોઈ...
  May 4, 04:01 AM
 • પાશવી હુમલાનો પ્રત્યાઘાત અને પ્રતિકાર
  સૈનિકોનાં મૃત્યુ રાજકીય મહેણાં મારવાનો અને રાજકારણ ખેલવાનો વિષય ન હોઈ શકે એ વાત, એ જ ધંધા કરીને અહીં સુધી પહોંચેલી અત્યારની સરકારના મોઢેથી શોભતી નથી, પણ છે બિલકુલ સાચી. પાકિસ્તાની સૈનિકો ભારતીય હદમાં ઘૂસી આવે, ઘાતકી હુમલો કરે અને બે જવાનોની હત્યા કરીને તેમનાં શરીરને વિકૃત બનાવે, એ સમાચાર પહેલી નજરે અરેરાટી અને રોષ પેદા કરે એવા છે. એ વિશે વધુ વિચારતાં તેમાં ચિંતાનો પણ ઉમેરો થાય છે. કેમ કે, આ કોઈ એકલદોકલ કે હવે કોઈ ચોક્કસ સરકારના રાજમાં બનતી ઘટના રહી નથી. પાકિસ્તાન સાથે અથવા પાકિસ્તાનનું શું...
  May 3, 03:51 AM
 • તુર્કીના આપખુદ પ્રમુખનું કાશ્મીર-ડહાપણ
  કાશ્મીરનો મુદ્દો એવો છે, જેમાં ગમે તે દેશ ડહાપણ ડહોળીને ભારતને ઉપદેશ આપી શકે છે. જેમ કે, ભારતની મુલાકાતે આવેલા તુર્કીના પ્રમુખ એર્ડૉઅન. બન્ને દેશોના વડા વચ્ચે વાત આર્થિક સહયોગ અને ધંધાદારી ગઠબંધન મજબૂત બનાવવાની થઈ, પણ ભારત આવતાં પહેલાં તુર્કીના પ્રમુખે એવું સૂચન કર્યું કે કાશ્મીર મુદ્દે બહુપક્ષીય સંવાદ થઈ શકે અને તેમાં તુર્કી ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી પણ કરી શકે છે. બે દિવસની ભારતની મુલાકાતે આવતાં પહેલાં તુર્કીના પ્રમુખે માનવતાવાદી અભિગમનું પ્રદર્શન કરતાં કહ્યું કે કાશ્મીરમાં...
  May 2, 03:08 AM
 • ‘આપ’ની (અપેક્ષિત) કારમી પછડાટ
  ઍક્ઝિટ પોલમાં કહેવાયું હતું ને છતાં તે મોટા ભાગના લોકોને શ્રદ્ધેય લાગ્યું હતું-- કે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં આમઆદમી પક્ષનો પરાજય અને ભાજપની ભવ્ય જીત થશે. ઍક્ઝિટ પોલ સાચા પડ્યા અને પરિણામો એ પ્રમાણે જ આવ્યાં છેઃ ભાજપ સૌથી આગળ છે, આપ બીજા નહીં, છેક બીજા નંબરે લાગે એટલું પાછળ છે અને કોંગ્રેસ છેક નહીં, સાવ ત્રીજા નંબરે છે. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી જાણે રાષ્ટ્રીય કક્ષાની પક્ષીય સ્પર્ધા હોય એવી રીતે લડાઈ. આપ માટે તે અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ હતી, તો ભાજપ માટે તે...
  April 27, 05:27 AM
 • માઓવાદી આતંકનો ઘાતકી ઊથલો
  કાશ્મીર ખીણપ્રદેશમાં ભારત માટે છેલ્લા થોડા સમયનો સૌથી મોટો લાગે એવો પડકાર ઊભો થયો છે અને ત્યાંની સ્થિતિ કાબૂ બહાર છે ત્યારે વધુ એક જૂનો ને દૂઝતો જખમ તાજો થયો છેઃ છત્તીસગઢમાં માઓવાદીઓએ કરેલા હુમલામાં કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF)ના 25 જવાન માર્યા ગયા અને 6 ઘાયલ થયા. માઓવાદી આતંક માટે કુખ્યાત બસ્તર વિસ્તારના સુકમા જિલ્લામાં CRPFની 74મી બટાલિયન પર હુમલો થયો. તેમાં મોટા પાયે જાનહાનિ થઈ અને માઓવાદીઓએ તેમનાં શસ્ત્રો પણ લૂંટ્યાં. એક અંદાજ પ્રમાણે, હુમલાખોર માઓવાદીઓ આશરે 300 હતા. વર્ષોથી કેન્દ્ર સરકાર...
  April 26, 03:33 AM
 • ભાગેડુ વિજય માલ્યાની સંભવિત ‘ઘરવાપસી’
  (વિજય માલ્યા) સહારાશ્રી સુબ્રતો રોયની નાણાં ભરી શકવાની અશક્તિ પછી અદાલતે પૂણે નજીક આવેલી તેમની વિશાળ અને વૈભવી ટાઉનશિપ એમ્બી વેલી ટાંચમાં લેવાનો આદેશ આપ્યો, ત્યારે ફરી એક વાર કિંગફિશરના વિજય માલ્યા સાંભર્યા હતા. ભારતીય બૅંકોને ચૂનો લગાવીને, તમામ પક્ષોના રાજનેતાઓ સાથે સારાસારી ધરાવતા માલ્યા બિનધાસ્ત અને બેરોકટોક બ્રિટન જતા રહ્યા હતા. માલ્યાના ચહેરા પર કે તેમના નિવેદનમાં અત્યાર સુધી ક્યાંય અફસોસ કે શરમ દેખાયાં નથી. પિતાની શરાબની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝ વારસામાં મેળવ્યા પછી માલ્યાએ...
  April 19, 02:35 AM
 • ટ્રિપલ તલાકઃ સમાજકારણ, રાજકારણ
  વર્ષો સુધી ભાજપ-સંઘ પરિવારના પ્રચારમાં કાશ્મીર અને રામમંદિર ઉપરાંત સમાન નાગરિક ધારો મહત્ત્વનો મુદ્દો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી તે વધારે સંકોચાઈને અથવા વધારે કેન્દ્રિત બનીને ટ્રિપલ તલાકના વિરોધ તરીકે વ્યક્ત થઈ રહ્યો છે. સમાન નાગરિક ધારાની તરફેણમાં ઘણું કહી શકાય-અને એવું જ ટ્રિપલ તલાકના વાજબી અને આકરા વિરોધમાં પણ કહી શકાય. આ જગ્યાએ ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના જો અને તો વિના ટ્રિપલ તલાકનો સ્પષ્ટ અને ખોંખારીને વિરોધ થયેલો છે. કેમ કે, તેને તર્કસંગત કે સમાજવ્યવસ્થા સાથે સુસંગત સમર્થન આપી...
  April 18, 01:53 AM
 • કુલભૂષણ જાધવની મુક્તિ માટે રાજદ્વારી ખેંચતાણ
  (કુલભૂષણ જાધવ) ભારતના જાસૂસ હોવાના આરોપસર પાકિસ્તાનમાંથી પકડાયેલા કુલભૂષણ જાધવને પાકિસ્તાની લશ્કરી અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભૂતપૂર્વ પત્રકાર અને વિદેશી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી એમ.જે.અકબરે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે,જાધવ સાથે અન્યાય થયો છે. ફારસીયા અદાલતે તેમની પર આરોપ ઘડી કાઢ્યા હતા. અમે તેમને ન્યાય અપાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારની સ્થિતિ એવી છે કે 46 વર્ષના જાધવને પાકિસ્તાનમાં ક્યાં રાખવામાં આવ્યા છે, તેનો પણ ભારતને અંદાજ નથી....
  April 15, 02:40 AM
 • વોટિંગ મશીનની છેડછાડઃ શંકા, આરોપ અને ઉપાયો
  ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતાનો વિવાદ ઠરવાનું નામ લેતો નથી. વિધાનસભાની પેટાચૂંટણીઓનાં પરિણામમાં કર્ણાટકમાં જીતેલી કોંગ્રેસ રાજસ્થાનમાં હારીને EVMમાં ચેડાંનાં રોદણાં રડે, તો તેને કોણ ગંભીરતાથી લે? બીજી તરફ ચૂંટણીપંચે એકદમ આવી જાવ મેદાનમાં પ્રકારનો લલકાર ફેંકીને, EVMમાં ચેડાં કરી બતાવવા લોકોને આમંત્રણ આપ્યું છે. EVMની વિશ્વસનીયતા સામે આંગળીચીંધામણ થાય તે ચૂંટણીપંચ માટે શરમજનક છે. કારણ કે પંચ ભારતની ભૌગોલિક સહિતની અનેક આંટીઘૂંટીઓ છતાં સફળતાપૂર્વક, લોકશાહી ઢબે ચૂંટણી કરાવવા...
  April 14, 03:20 AM
 • ઓબીસી કમિશન અને રાજકીય દાવપેચ
  નિર્ણય ગમે તે હોય, કાગળ પર તો સરકારના ઇરાદા હંમેશાં નેક લાગે છે. પરંતુ વાસ્તવિક અમલમાં એ ગુજરાતી નેકમાંથી ક્યારે અને કોના અંગ્રેજી નેક (neck)- ગળા સુધી પહોંચી જાય તેનો ખ્યાલ આવતો નથી. વર્તમાન સરકારે અત્યારે કાર્યરત નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (NCBC)ના સ્થાને નવું માળખું ઊભું કરવાનું નક્કી કર્યું છે. તેનું સૂચિત નામ છેઃ નેશનલ કમિશન ફોર ધ સોશ્યલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ (NCSEBC). NCBC માત્ર કાનૂની સંસ્થા હતી, જ્યારેનવું અસ્તિત્ત્વમાં આવનારું NCSEBC બંધારણીય સંસ્થાનો દરજ્જો ધરાવતું હશે. હાલની...
  April 13, 04:39 AM
 • જાધવને મૃત્યુદંડઃ પાકિસ્તાનની આડોડાઈ
  ગત વર્ષના ડિસેમ્બરમાં પાકિસ્તાની વિદેશમંત્રી સરતાજ અઝીઝે સંસદમાં જીભ કચરી હતી કે ભારતીય જાસૂસી સંસ્થા રિસર્ચ ઍન્ડ એનાલિસીસ વિંગ (રૉ)ના જાસૂસ તરીકે પકડાયેલા કુલભૂષણ જાધવ સામે જે ગંભીર આરોપ મુકાયા છે, તેને પુષ્ટિ આપતા નક્કર પુરાવા મળી રહ્યા નથી. અલબત્ત, આમ કહ્યા પછી સર્જાયેલા વિવાદના પગલે મંત્રીના નિવેદનથી સાવ વિપરીત અર્થ ધરાવતું નિવેદન જારી કરવામાં આવ્યું. એ રીતે વાતને વાળી લેવાની કોશિશ થયા પછી હવે પાકિસ્તાનની લશ્કરી અદાલતે કાનૂની કાર્યવાહીનું નાટક કરીને જાધવને મૃત્યુદંડની સજા...
  April 12, 01:44 AM
 • તિસ્તા જળસમજૂતીઃ બેધારી તલવાર
  (તસવીર પ્રતિકાત્મક) વડાપ્રધાન મોદી બાંગલાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાના સ્વાગત માટે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર ગયા, તે સૂચવે છે કે ભારત માટે બાંગલાદેશ કેટલું મહત્ત્વનું છે. રાજકારણની આંતરરાષ્ટ્રીય શતરંજમાં ચીન ભારતના બધા પાડોશી દેશોને પાંખમાં લઈને ભારતને ચોતરફથી ઘેરી રહ્યું છે. તિબેટ તો ચીનનું જ છે. નેપાળ, શ્રીલંકા જેવા દેશોમાં નાણાંકોથળી ખુલ્લી મૂકીને, તેમને સરકારી કે ખાનગી રોકાણો દ્વારા માળખાકીય અને બીજી મદદ કરીને ચીને ત્યાં પોતાના અડિંગા જમાવી દીધા છે. પાકિસ્તાન વિશે તો કશું...
  April 11, 02:04 AM
 • જાહેર અને અંગત ખર્ચ વચ્ચેની ભેદરેખા
  વાત અરવિંદ કેજરીવાલે બદનક્ષીનો કેસ લડવા માટે કરેલા વકીલની ફીની છે. કેજરીવાલે દિલ્હીના ક્રિકેટ એસોસિએશનના વડા તરીકે અરુણ જેટલી સામે (તેમની આક્રમક શૈલીમાં) કેટલાક આરોપ મૂક્યા હતા. ખુદ સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ એવા જેટલીએ કેજરીવાલ સામે બદનક્ષીનો દાવો કર્યો. કેજરીવાલે વકીલ તરીકે આક્રમકતા માટે ખ્યાતનામ જૂના જોગી અને ભાજપથી દુઃખી એવા રામ જેઠમલાણીને રોક્યા. કાર્યવાહી ચાલી. જેઠમલાણીએ જેટલીને સવાલો પૂછી પૂછીને ખાસ્સા તંગ કર્યાના સમાચાર આવ્યા. પછી સવાલ આવ્યો જેઠમલાણીની ફીનો. તેમણે એક કરોડ...
  April 8, 05:11 AM