Home >> Abhivyakti >> Aas-Pass
 • મશીનોનો ગુલામ બનતો જતો માણસ
  ખલિલ જિબ્રાન જેવા ફિલોસોફરે માનવજાતની ખોટી લકઝરીના મોહ વિશે બહુ વહેલાસર ચેતવણી આપેલી. માનવીને લકઝરીની ચીજોનો મોહ લાગે છે. આ મોહ છૂપી રીતે તમારા ઘરમાં દાખલ થાય છે. આ બધા લકઝરીની ચીજો જેવી કે વૉશિંગ મશીન અને બીજાં મહેનત ઓછી કરવાનાં સાધનો ગુપચુપ શરૂમાં તમારાં સેવક જેવાં લાગે છે. પણ પછી તે યંત્રો તમારા માલિક બની જાય છે. તમે એ યંત્રોના ગુલામ બની જાઓ છો. ગુલામ જ નહીં એ બધા મહેનત બચાવનારાં યંત્રો જીવલેણ પણ બને છે કઈ રીતે? તા. 31-7-2016ના રોજ બનેલો એક સાચો દાખલો જુઓ. એક વૉશિંગ મશીન 3 વર્ષની બાળકી માટે ઘાતક...
  May 20, 05:05 AM
 • ગિલગિટ: ધરતીના સ્વર્ગ કાશ્મીરનું બાળક
  ગિલગિટ: ધરતીના સ્વર્ગ કાશ્મીરનું બાળક વોલ્તેયર જેવા ફ્રેંચ ક્રાંતિકારી ફિલસૂફે કહેલું કે શાસક કે રાજા એક સ્ટ્રોંગ સોલ્જર પણ હોવો જોઈએ. પત્રકાર નલીન સ્વારીસે બુદ્ધ થિયરી ઓફ સ્ટેટ ક્રાફ્ટમાં શાસક માટે સાત ચક્રોના નિયમો નિરધાર્યા છે તેમાં લખ્યુ છે: સૌ પ્રથમ રાજા અગર શાસકની ફરજ છે કે તે તેની રાજ્યની ટેરિટરી અને તેની પ્રજાનું કોઈ પણ હિસાબે રક્ષણ કરે અને પોતાના બળ દ્વારા પોતાની ટેરિટરી વિસ્તૃત બનાવે! માઇકલ વૉન બ્રૂકે સિક્યૉરિટી ઇન હિન્દુઇઝમ એન્ડ બુદ્ધિઝમ નામના ગ્રંથમાં લખ્યું છે કે...
  May 18, 03:02 AM
 • હિંમત અને બહાદુરીનું પ્રતીક: હેલન કેલર
  હેલન કેલર 19 મહિનાની હતી ત્યા જ તેને કોઈ ભેદી બીમારી લાગુ પડી. તેનાથી તેની જોવા-સાંભળવાની શક્તિ ચાલી ગઈ., પણ તે ખૂબ જ બુદ્ધિશાળી હતી. દરેક ચીજને સ્પર્શીને, સૂંઘીને અને ચાખીને કહી આપતી. હેલન કેલરને પ્રેરણા આપનારાં એન સુલિવાન નામની શિક્ષિકા મળી. (1887) ત્યારે હેલન કેલરે કહ્યું કે આ દિવસ એ મારા આત્માનો જન્મ દિવસ હતો એટલા માટે કે મારી આ ટીચરે મને કહ્યું તારી અપૂર્ણતા વિશે ન વિચાર, તારી ખૂબીઓનું ગૌરવ લે તું અસાધારણ બુદ્ધિશાળી છે. હેલન કેલર માટે આ પ્રેરણા વાક્ય યાદગાર બન્યુ. માનવીનું ચરિત્ર એમ ને એમ...
  May 17, 02:47 AM
 • કુટુંબના ઉત્થાનમાં સંતાનોની ભાગીદારી
  દેશ માટે જાન આપનાર માટે બહુ ઉમદા શબ્દ છે. ગુજરાતી કે હિન્દીમાં તે શહીદ કહેવાય છે. અંગ્રેજીમાં માર્ટીયર શબ્દ છે, પણ અનેક યુવાનો કુટુંબ માટે ભાઈઓ માટે, કુળ માટે પણ જીવતે જીવ શહીદ થાય છે. આજે પણ અમુક ભાઈ બીજા ભાઈ માટે જિંદગી ઘસી નાખે છે. ગામડામાં તો ગામની આબરૂ માટે જાન દેનારા યુવાનોના પાળીયા ખોડાતા આવ્યા છે. પણ કુટુંબ માટે ભોગ દેનારાના પાળીયા તો હૃદયમાં જ ચણાઈ જાય છે. અંગ્રેજ લેખક વિલિયમ બટલરે બહુ વાસ્તવિક વાત 1916માં કહેલી. કુટુંબ માટે કે કુળ માટે લાંબો સમય ભોગ આપનારનું હૃદય પથ્થરનું થઈ જાય છે.અનિલ...
  May 13, 02:46 AM
 • કાઠિયાવાડના ‘બિઝનેસ કિંગ’ સાથેની મુલાકાત
  રોમન ફિલસૂફ અને મહાત્મા સિસેરોએ કહેલુ કે ધેર ઈઝ સમથિંગ પ્લેઝરેબલ ઈન કાલ્મ રિમેમ્બરન્સ ઓફ સૉરો ભૂતકાળની ગમગીની ભરેલી કથા કહેવામાં પણ આપણને ઘણાને શાંતિ અને આત્મપીડાનો આનંદ આવતો હોય છે. આજે માટે આવી કથા સંભળાવવી છે. અનિલ અંબાણીના મોઢેથી કહેવાયેલી આ કથા આજે તમને કહેવી છે. અનિલ અંબાણીએ જાહેર કરી દીધેલું કે મને પરણનારી સ્ત્રીએ રિલાયન્સ સાથે પણ લગ્ન કરવા પડશે. આવું કહેનારો પ્રેમી યુવાન ત્યારે હજી પરણ્યો નહોતો. 10મી ફેબ્રુઆરી, 1986ના રોજ રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીને પક્ષઘાતનો હુમલો થયો....
  May 11, 07:04 AM
 • 21મી સદીમાં પણ સ્ત્રી હકીકતે કેટલી સ્વતંત્ર?
  (તસવીર પ્રતિકાત્મક) માર્ક ટ્વેન નામના મશહૂર લેખક અને ફિલોસોફરે જરાક ખેદ અને કટાક્ષ સાથે કહેલું કે તમે બ્રિટનમાં જાઓ તો વિચિત્ર પ્રશ્ન પૂછાશે કે તમે કેટલું જાણો છો? કેટલાં પુસ્તકો વાંચ્યાં છે? તમે ન્યૂયોર્ક જશો તો પૂછાશે તમારી પાસે કેટલા નાણાં છે? કેટલું બૅંકબેલેન્સ છે? (હાઉ મચ આર યૂ વર્થ?) અમેરિકાના ફિલાડેલ્ફિયા નામના શહેરમાં પૂછાશે કે તમારાં માતા-પિતા કોણ છે? તમે ક્યા કુળના છો? અને ભારતમાં? ભારતમાં પૂછાશે કે તમે કઈ જ્ઞાતિના છો? જ્ઞાતિ કહો તો પૂછાશે કે કયા ગોત્રના છો?આ લેખ ભારતમાં આજે અને...
  May 10, 03:03 AM
 • વૈધવ્ય: એક વણકથ્યો વ્યાધિ
  (તસવીર પ્રતિકાત્મક) તુલિલ જિબ્રાન નામના અમર થઈ ગયેલા ફિલોસોફર કહેલું કે આપણા સમાજમાં ઘણા સડેલા દાંત હોય છે. તે દાંત સુંદર ચહેરામાં ઘણાને દેખાતા નથી, પણ એ સડેલા દાંત સમાજને પીડે છે, પણ એ પીડા સમાજને તે દેખાતી જ નથી. ખાસ કરીને ભારતમાં વિધવાઓની એકલતાની પીડા કોઈને નજરે દેખાતી નથી.બનારસ-વારાણસી કે કાશી શહેર વડાપ્રધાનનો મત વિસ્તાર છે, ત્યાં લગભગ 38,000થી વધુ વિધવાઓ બનારસમાં જીવે છે અને એકલતાથી પીડાય છે. તેમનું દુ:ખ કોઈએ હૃદયમા હજી સુધી લીધું નથી. માત્ર જગતભરના પત્રકારોએ પોતાની કટારો આ વિધવાના દુ:ખ...
  May 9, 03:13 AM
 • અહંને કોરાણે મૂકીને જ દુનિયાને પ્રેમ કરી શકાય
  લવ સ્ટાર્ટ્સ વ્હેન વી પુશ એસાઈડ અવર ઈગો એન્ડ મેક રૂમ ફોર સમવન એલ્સ. ડૉ. રુડોલ્ફ સ્ટેઇનર નામના 20મી સદીના ફિલોસોફર, કવિ, વાર્તાકારના ઉદ્્ગાર સમજવા બહુ અઘરા નથી. તમારો કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ (પુરુષ કે સ્ત્રી) ત્યારે જ શરૂ થાય ત્યારે તમે તમારા અહમ્્ને આઘો ઠેલીને બીજી વ્યક્તિ માટે હૃદયમાં જગ્યા કરો. મારી પાસે ઘણા વખતથી એક પુસ્તક આવીને પડ્યું છે તે ફાટીને ચૂંથા થઈ ગયું છે પણ તેમા ભારતીય તેમજ પશ્ચિમી ફિલોસોફરોના વિચારોનંુ દોહન છે. ઍલ્ડસ હકસલે, ઍલન વોટ્સ, જે. કૃષ્ણમૂર્તિ, ગુરુ જેફ, રમણ મહર્ષિ,...
  May 4, 03:59 AM
 • ભૌતિકતાના જમાનામાં પણ ધાર્મિકતાનો દબદબો
  અગ્નિ પરીક્ષા હૈ મન કી/ અનુભવ કમ અનુભૂતિ જ્યાદા/ પ્યાર મેં તુમ બાવરી રાધા-સી/ રામ સી હૈ મેરી મર્યાદા. - કવિ વિઠ્ઠલભાઈ પટેલ ન્યૂયોર્ક ટાઇમ્સમાં તા. 27-11-1960ના એક લેખ છપાયેલો. તેના લેખક જ્યોફી કોરરે ખરખરો કરેલો કે આજે જગતભરમાં ધાર્મિકતા વધતી જાય છે. અનેક સંતોએ પોતાના ધર્મ સ્થાપ્યા છે. તમામે જગતભરમાં ભાઈચારો સ્થપાય અને સૌ શાંતિથી હળીમળીને પોતપોતાનો ધર્મ પાળે તેવી અબળખા રાખેલી, પરંતુ હજી સુધી એવી કોઈ સંસ્થા સ્થાપી શક્યા નથી જે નાસ્તિકો અને ધર્મને ધિક્કારનારાની સંખ્યા શૂન્ય પર લાવે. સિરિલ કોનેલી...
  May 3, 03:45 AM
 • 21મી સદીમાં જગત વધુ ધાર્મિક બની રહ્યું છે
  તુમ દિવાલી બનકર/ જગ કા તમ દૂર કરો/ મેં હોલી બનકર/ બિછુ ડે હૃદય મિલાઉંગા.-કવિ નીરજ ડૉ. થોમસ ફૂલર નામના આધ્યાત્મિક ઉપદેશકે કહેલુ કે આજે કુદરત ભલે તમને કહે કે મિત્રોને ચાહો પણ આપણો ધર્મ કહે છે કે દુશ્મનને પણ ચાહતા શીખો. આટલી હદે હજી 2017માં ભારતનો માનવ પણ હજી ઉદાર થયો નથી. આજે ધાર્મિક હોવું અને ધાર્મિક દેખાવું ખુબ જ ફાયદેમંદ છે. હમણાં હું મોરારિબાપુની ત્રણ દિવસની આધ્યાત્મિક નિષ્ઠાનો લાભ લેવા મહુવા- તલગાજરડા ગયો ત્યારે 24000 શ્રોતામાં ભણેલી ગણેલી અને કેટલીક મોડર્ન યુવતીઓ જે એમ.બી.એ. કે એમ.બી.બી.એસ. કે ડબલ...
  May 2, 03:01 AM
 • જગતના બુદ્ધિમંતોની દંભી દાસ્તાન
  અંગ્રેજીમાં દંભીને હિપોક્રેટ્સ કહે છે. અમેરિકાના વિદેશ સચિવ અડલાઈ સ્ટિવન્સને હિપોક્રેટની રમૂજી વ્યાખ્યા કરતાં કહેલું કે જે માણસ સુખડના વૃક્ષને કાપીને પછી તે વૃક્ષનાં લાકડાંનો મંચ બનાવી, તેના ઉપર ઊભીને વૃક્ષોના રક્ષણનો ઉપદેશ આપે તે દંભી છે, પણ ડોન માર્કવીસે તો ધડાકો કરીને કહ્યું કે આ જગતમાં દંભી કોણ નથી? આપણે બધા જ દંભી છીએ અને ખાસ તો કોઈ પણ દેશના બુદ્ધિમંતો, સાહિત્યકારો, લેખકો કે ઉપદેશકો ખૂબ પંકાયા હોય, તો પણ તેઓ હિપોક્રેટ્સ હોય છે. મારે આજે પૉલ જોન્સન નામના અમેરિકન પત્રકારના પુસ્તક...
  April 27, 05:24 AM
 • સ્કિઝોફ્રેનિયા: લાગણી સાથે ખેલતો મનોરોગ
  આજે એવા રોગ વિશે લખવું છે જે દર્દીને જ નહીં પણ તેનાં સગાંવહાલાને દુ:ખી અને પરેશાન કરી મૂકે છે. નામ સ્કિઝોફ્રેનિયા છે. તે મનનો રોગ છે. ખરી રીતે 21મી સદીમાં આજે આ મલ્ટિપલ માનસિક બોજ વેંઢારનારા આપણે બધા જ થોડા ઘણા સ્કિઝોફ્રેનિક છીએ. મનના ગાંડપણનો રોગ હોય છે. મનની ભ્રમણાનો આ રોગ છે. છેલ્લાં એક દાયકામાં મનના રોગીઓની સંખ્યા જગતમાં કૂદકે ને ભૂસકે ખૂબ વધી છે. ભણતર અને ગણતર, વાંચન, ફિલ્મ-ટીવી, કમ્પ્યૂટરની દોસ્તી વધી છે. સ્ત્રીઓને આજે મનના રોગ વધુ છે. સ્ત્રીઓ કમ્પ્યૂટરનો વધારે ઉપયોગ કરે છે. કેટલાક દાખલા મેં...
  April 26, 03:28 AM
 • કુંજ અને કબૂતર: કુદરતનાં સંદેશાવાહક
  આજે ઘણાને કુંજલડી જેવું વહાલસોયું પક્ષી શું છે, તેની કદાચ ખબર નહીં હોય. તમે વિકિપીડિયા જુઓ કે ગમે તે જુઓ ક્યાંય કુંજલડી નહીં જોવા મળે. દિવાળી પછીની ઋતુમાં કુંજલડીઓ લાઈનબંધ કતારમાં ઉડીને આવતી તે સૌપ્રથમ તો ભાવનગરના બોર તળાવમાં ઊડીને આવતી. તેને લગતો રાસ પણ ઘડાઈ ગયેલો. ક્યાંક તળાવડાં હોય તો કદાચ કુંજલડી ગઈ પછી સૌરાષ્ટ્રમાં હોય. માત્ર બોટાદમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી કુંજલડીનુ લોકગીત ઘડ્યું છે પણ તે કુંજલડી જુદી હતી. અમારા પંથકની કુંજલડી, વાલમા કે પિયુને સંદેશા નહીં મોકલતી. અમારી બહેનની ખાસ...
  April 19, 02:51 AM
 • ભાષા કદાચ લુપ્ત થાય, પણ ગાળ નહીં!
  અમારા સૌરાષ્ટ્રમાં તો હાલતાં-ચાલતાં ગાળો બોલાય છે. ઝવેરચંદ મેઘાણી અને કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે લખેલું કે શેરીમાં છોકરો થોડો મોટો થઈને જાય પછી પ્રથમ ગાળ બોલતા (અપશબ્દ) શીખે છે. હવે તો પીએચ.ડી. છોકરો કે છોકરી રીસ પડે ત્યારે સહેજમાં ગાળ બોલી નાખે છે. સૌરાષ્ટ્રમાં હોળી-ધૂળેટીનો તહેવાર આવે પછી ગામડામાં હોળી પ્રગટાવે પછી નાની વયના કુમારો અને બહેનો હોળીની પૂજા કરીને ચાલ્યા જાય પછી યુવાનીયાઓ અપશબ્દો-ગાળોની બઘડાટી બોલાવે છે. દર વર્ષે નવી નવી ગાળો શોધાય છે. સૌરાષ્ટ્રના કાંઠાના પ્રદેશના લોકો...
  April 18, 01:45 AM
 • રિલિજિયન ગણાતા ક્રિકેટનું વ્યાવસાયિકરણ
  (તસવીર પ્રતિકાત્મક) અંગ્રેજો આપણી રાષ્ટ્રીય બનેલી રમત હોકીને બદલે આપણને ક્રિકેટની રમત ગળામાં પહેરાવી ગયા. માત્ર ક્રિકેટ જ નહીં પણ અંગ્રેજી ભાષા પણ ગળે ભરાવી. ક્રિકેટ ઇઝ અ રિલિજિયન એમ અંગ્રેજીમાં કહીએ તો જ મજા પડે! ધાર્મિક ભાવનાથી ભારતીય ક્રિકેટરો મેદાનમાં જાય છે. પ્રથમ ક્રિકેટ મેદાનને નમસ્કાર કરે છે. ઘણા શ્રીલંકન ક્રિકેટરો ક્રિકેટના મેદાનની ધૂળ માથે ચઢાવે છે! માત્ર ક્રિકેટરો નહીં પણ ટીનેજર પ્રેક્ષક તરીકે અમે સુપર ધાર્મિક ભાવનાથી ક્રિકેટ મેચ જોવા જનારા ટીનેજર પ્રેક્ષકો મહુવામાં હતા,...
  April 15, 02:47 AM
 • માહિતી કઢાવવા એલએસડીનો ઉપયોગ કરાતો
  (કયુબાના બળવાખોર નેતા ફિડેલ કેસ્ટ્રોને પણ એલએસડી અપાયેલું) લગભગ પચાસ વર્ષ પહેલાં અમેરિકાનું જાલીમ જાસૂસી ખાતુ નામે સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સીએ એક ભેદી ડ્રગનો ઉપયોગ તેના લગભગ 40 જેટલા કેદીઓ પર જ નહીં, પણ પોતાના એજન્ટો અને દુશ્મન રાજકારણીઓ ઉપર પણ કરેલો. આ દ્રવ્યનો પાઉડર સૂંઘવાથી કે પીણાંમાં પીવાથી કેદીઓ પોતાની સેન્સ ઓફ જજમેન્ટ ભૂલી જતા અને અત્યાનંદમાં આવીને મનફાવે તે સત્ય કે અર્ધસત્ય બોલી નાખતા. પછી માલૂમ પડ્યું કે કેદીઓ પાસેથી ગુપ્ત બાતમી કઢાવવા કેદીઓને એલએસડી ઉર્ફે લિસર્જિક એસિડ...
  April 14, 02:17 AM
 • મૃત્યુ માણસે પોતાના હાથમાં રાખવું જોઈએ
  વિઝ્ડમ ઓફ ધ હાર્ટ નામના પુસ્તકમાં ડો. હેન્રી મિલરે સુંદર શબ્દોમાં જીવન વિશે લખ્યું છે- માણસે જીવનને કોકટેલ બનાવીને જીવવું. સતત જાગૃત રહીને, આનંદ-પ્રમોદનો નશો કરીને, શાંત બનીને અને સમગ્ર જીવનને દિવ્ય બનાવીને જીવવું. જીવન અને મોતે વિશે લખનારા પશ્ચિમના ફિલોસોફરોએ પુસ્તકોના થોથા લખ્યા છે, પરંતુ ભાગ્યે જ કોઈ પશ્ચિમી લેખક કે વિચારક આ વિધાતાએ હેન્ડલ કરવાનો પ્રશ્ન કે જવાબદારી વિધાતાને સોંપે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા તેમના ગજવામાં હનુમાનની નાનકડી મૂર્તિ રાખતા. એક સભામાં તે વખતે હજી...
  April 13, 04:32 AM
 • ગાંજા અને હથિયારો માટે બાળકોનો ઉપયોગ
  વૉશિંગ્ટનમાં એટલે કે અમેરિકાની રાજધાનીના શહેરમાં લોકો ઘરના વાડામાં ગાંજો કાયદેસર ઉગાડી શકે છે, તે 100 ટકા કાનૂની કૃત્ય છે ઘણા તો પોતે વાપરે નહીં પણ ઉગાડી શકે છે એટલે ઉગાડે છે. એક જણે પોતાની જગ્યા યોગ માટે રિઝર્વ રાખેલી, પણ ત્યાં હવે તે ગાંજો ઉગાડે છે. ચાર મહિને ગાંજાના રીતસર પાક યોગ સાધે છે અને ગાંજાના પેકેટ બનાવે છે અને વેચે છે. હવે ગાંજાને ઉગાડવા માટે ખેતી કેમ કરવી તેના વર્ગો ચાલે છે. તેમાં ગાંજો, ચરસ વગેરે નશીલી ચીજો સાથે સ્વાદિષ્ટ વાનગી કેમ બનાવી તે પણ શીખવાય છે! એક ગાંજાના છોડનું નામ ઓબામા...
  April 12, 02:44 AM
 • માણસને બરબાદ કરી નાખતાં નશીલાં દ્રવ્યો
  (તસવીર પ્રતિકાત્મક) જૂના કવિએ યુવાનો અને અર્ધયુવાની ઓળંગી ગયેલાને શિખામણ આપેલી કે પ્રેમનો નશો બહુ જોખમકારક છે. અત્યારે તું પ્રેમ કરીને સૌંદર્યના ઘૂંટડા પીવે છે પણ પછી આ પ્રેમ કરવા બદલ કોઈ વાર જાન જોખમમાં આવી જશે. જિંદગીમાં માત્ર પ્રેમનો જ નશો નહીં પણ બીજા નશા પણ કુદરતે સજર્યા છે. તેના વિશે અઢળક પુસ્તકો લખાયા છે. સેન્સુઅલ ડ્રગ્ઝથી માંડીને મારી પુત્રીનાં પતિ અને પત્રકાર જીત થેઈલે નર્કોટિક્સ નામનું પુસ્તક પણ લખ્યુ છે અને ઈનામ મેળવ્યું છે. જીત થેઈલે માત્ર પુસ્તક લખ્યું નહોતું. પણ...
  April 11, 02:10 AM
 • તિરુપતિ મંદિરને વાળ વેચવાથી થતી આવક
  કેરળના પદ્મનાભ સ્વામીના મંદિરની આવક સૌથી મોટી છે. તેના સોનાના ભંડાર સૌથી વધુ છે. બીજે નંબરે તિરુમલા-તિરુપતિ મંદિરની આવક છે. તે પણ લગભગ રૂ. 500 કરોડની છે. મેં જોયેલું કે 2013-14નું મંદિરનું તિરુપતિનું બજેટ રૂ. 2248 કરોડ થયેલું એટલે કે આગલા વર્ષ કરતાં રૂ. 258 કરોડ વધુ! મંદિરની સામે ધોતીની જોળીમાં બાંધેલી હુંડી હોય છે તેમાં ભક્તો ભેટ મંદિર ધરે છે તેની આવક રૂ. 800 કરોડ 2014માં થઈ હતી. એક્ઝિક્યુટિવ ઓફિસર એલ.બી. સુબ્રમણ્યમે કહ્યું કે આ ઉપરાંત રૂ. 200 કરોડની આવક વાળ વેચવામાંથી થઈ હતી. લંડનના અંગ્રેજી દૈનિક ધ...
  April 8, 05:08 AM