Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Jun 24th, 2010, 11:43 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarએશિયાકપમાં જયસૂર્યાના સૌથી વધુ રન

Agency, Dambulla

Sanath-Jaysuryaઘણાં વર્ષોથી એશિયા કપ ચાલી રહ્યો છે જેમાં ઘણાં નવા નવા રેકોર્ડ જોવા મળે છે. અહિં એશિયા કપના અત્યાર સુધી સૌથી વધારે રન બનાવવાના રેકોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેકોર્ડોમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા, ભૂતપૂર્વ કેપ્ટન રણતૂંગા, શ્રીલંકન કેપ્ટન કુમાર સંગાકારા અને ડિ સિલ્વા જેવા ખેલાડીઓના નામનો સમાવેશ થાય છે.



શ્રીલંકન બેટ્સમેન સનથ જયસૂર્યા 25 મેચમાં એક સદીની મદદથી 1220 રન બનાવીને પ્રથમ સ્થાને છે. જ્યારે માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકર 20 મેચમાં એક સદીની મદદથી 799 રન બનાવીને બીજા સ્થાન પર છે.



ભૂતપૂર્વ શ્રીલંકન કેપ્ટન રણતૂંગા 19 મેચમાં એક સદીની મદદથી 741 રન બનાવીને ત્રીજા સ્થાન પર છે. શ્રીલંકન કેપ્ટન કુમાર સંગાકારા 15 મેચમાં એક સદીની મદદથી 668 રન બનાવીને ચોથા સ્થાન પર છે. જ્યારે શ્રીલંકન બેટ્સમેન ડી સિલ્વા 24 મેચમાં 645 રન બનાવીને પાંચમાં સ્થાન પર છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: