Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Jun 24th, 2010, 2:00 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarગરીબ બાળકોને રમકડાં આપવા ઝોળી છલકાવી દેતા દાતાઓ

Bhaskar News, Rajkot

મનપાના પદાધિકારીઓ-અધિકારીઓની અપીલને અભૂતપૂર્વ પ્રતિસાદ : ધીરૂભાઇ રામાણી દ્વારા રૂ. ૧૧ લાખનું માતબર દાન



રાજકોટ મનપા સંચાલિત આંગણવાડી અને પ્રાથમિક શાળાઓના ભૂલકાંઓ રમકડાં સાથે બાળપણને મનભરીને માણી શકે એવા એક ઉમદા આશયથી પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનરે કરેલી અપીલને દાતાઓએ વધારવી રમકડાંનો ઢગલો કરી દીધો છે. જાણીતા ગૌ પ્રેમી અને સ્વાતિ ઇન્ફ્રાસ્ટ્રકચરવાળા ધીરુભાઇ રામાણીએ રૂ. ૧૧ લાખની કિંમતના રમકડાં મનપાને આપ્યા છે.



રમકડાં એકત્ર કરવાના સેવાયજ્ઞને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અંગે આજે મેયર સંધ્યાબેન, પૂર્વ મેયર ધનસુખ ભંડેરી, સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભારદ્વાજ અને મ્યુનિ. કમિશનર ડો. બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમા રમકડાંના આ સેવાયજ્ઞમાં હોંશેહોંશે રૂ. ૧૧ લાખનું માતબર દાન આપનાર કોઠારિયાના અગ્રણી અને સ્વાતિ ઇન્ફ્રાસ્ટ્રકચરવાળા ધીરુભાઇ રામાણીની ભાવનાને બિરદાવવામાં આવી હતી.



આ તકે શિક્ષણ સમિતિના ચેરમેન માવજીભાઇ ડોડિયાએ કહ્યું હતું કે, દાનની આ રકમમાંથી ૨૩૨ આંગણવાડીના બાળકો માટે વિવિધ રમકડાં આજે શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કુલ ૩પ૦૦ જેટલા દફતર અપાશે. ૧૦૦ પંખા અને શાળા તથા આંગણવાડીમાં ૩૧૭ પીવાનું શુધ્ધ પાણી મળે



એ માટે આર.ઓ. સિસ્ટમ મૂકવામાં આવશે. મુખ્ય દાતા ધીરુભાઇએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગામડાંઓની શાળામાં મધ્યાહન ભોજનના વાસણો, પંખા અને ફલ્ટિર પ્લાન્ટ માટે દાન આપવાનું પણ આયોજન છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: