Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Jun 24th, 2010, 1:49 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarભારત-પાક. વિદેશ સચિવ સ્તરની વાતચિત શરૂ

Agency, Islamabad

પાકિસ્તાનમાં ભારત-પાક. વિદેશ સચિવ સ્તરની વાતચિત શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ સચિવ નિરૂપમા રાવ, પાકિસ્તાની વિદેશ સચિવ સલમાન બશીર જુદા જુદા મુદ્દાઓ પર વાતચિત કરશે.



ઉલ્લેખનીય છે કે મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ પહેલી સચિવ સ્તરની વાતચિત છે. બન્ને દેશો વચ્ચે મંત્રી સ્તરની વાતચિત 15મી જુલાઇએ થવાની છે ત્યારે પાયની ભૂમિકા તૈયાર કરવા માટે સચિવ સ્તરની વાતચિતનું આયોજન કરવામાં આવ્યું છે.



સરકારે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે આતંકવાદ અને મુંબઇ હુમલાના સંદર્ભમાં હાફિઝ સઇદ અને અન્ય આતંકવાદીઓની સામે કાર્યવાહી આ બેઠકોમાં મુખ્ય મુદ્દો હશે.



ચિદમ્બરમ-મલિક 26મીએ મળશે



વિદેશ સચિવ સ્તરની વાતચિતના બે દિવસ બાદ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પાક.ના ગૃહમંત્રી રહેમાન મલિકને મળશે. તે સાર્ક બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જઇ રહ્યા છે.



નિરૂપમાને લેવા માટે ફેસ રીડર પહોંચ્યા



વિદેશ સચિવ નિરૂપમાના દિમાગમાં શુ ચાલી રહ્યુ છે તેની જાણકારી પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાન સરકારે જે અધિકારીઓને મોકલ્યા છે તે વ્યક્તિઓના ચહેરાને વાંચવામાં નિષ્ણાત છે.



પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાવને લેવા માટે દક્ષિણ એશિયાના મહાનિર્દેશક અફ્રાસિયાબ મેહદી હાશમી પહોંચ્યા હતા, જે જન્મથી જ વ્યક્તિના ચહેરો વાંચવામાં માહિર છે.





Related Articles:

* ભારત-પાક.ના વિદેશ સચિવોની બેઠક આજે
* પાક. વડાપ્રધાનના દૌહિત્રને વિદેશ જવા પર કોર્ટનો પ્રતબિંધ

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: