પાકે. ફરીથી કાશ્મીરનું ભૂત ધુણાવ્યું
ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિદેશ સચિવ સ્તરે થયેલી વાતચિત ખતમ થઇ ગઇ છે. ભારતના વિદેશ સચિવ નિરૂપમા રાવે રાજધાની ઇસ્લામાબાદમાં પોતાના સમકક્ષ પાકિસ્તાનના વિદેશ સચિવ સલમાન બશીર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એક કલાકથી પણ વધારે સમય ચાલી હતી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિવ સ્તરની વાતચિતમાં પાકિસ્તાને વિશ્વાસ મેળવવા માટે ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાન ઇચ્છે છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાંથી સેનાની સંખ્યા ઓછી કરે. જ્યારે ભારતે વાતચિત દરમિયાન સીમા પારથી ચાલી રહેલી આતંકવાદી પ્રવૃતિને બંધ કરવા પર જોર આપ્યું હતું. નિરૂપમા રાવ હવે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને મળશે. નિરૂપમા રાવની સાથે ગૃહ સચિવ જી કે પિલ્લાઇ પણ ગયા છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે આ વાતચિતથી નક્કર પરિણામો આવવાની સંભાવના ખુબ જ ઓછી છે. અગાઉ વિદેશમંત્રી એસ.એમ.કૃષ્ણાએ જણાવ્યું હતું કે મને આ વાતચિતથી નક્કર પરિણામો મળવાની આશા નથી. તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના સબંધો એટલા બધા પેચિદા બની ગયા છે કે વાતચિતથી કોઇ મોટા પરિણામો આવવાની આશા ખુબ જ ઓછી છે. કૃષ્ણાએ જણાવ્યું હતું કે નિરૂપમા રાવે કરેલી પાકિસ્તાનની મુલાકાત આગામી મહિને મારી યાત્રા માટેનો આધાર નક્કી કરશે. બન્ને દેશોના વિદેશમંત્રીઓની બેઠક આગામી મહિનાની 15મી જુલાઇ નક્કી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2008ના મુંબઇ હુમલા બાદ ભારતના કોઇ ઉચ્ચ અધિકારીની પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત છે.
Related Articles:
* કાશ્મીર પ્રશ્ને ચર્ચા કરવાનો યોગ્ય સમય નથી
* કાશ્મીર નીતિમાં કોઇ ફેરફાર નહિઃ US
* કાશ્મીર મુદ્દે વાતચીત કરવા સરકાર તૈયાર
Related Articles:
* ભારત-પાક. વિદેશ સચિવ સ્તરની વાતચિત શરૂ
* ભારત-પાક.ના વિદેશ સચિવોની બેઠક આજે
* પાક. વડાપ્રધાનના દૌહિત્રને વિદેશ જવા પર કોર્ટનો પ્રતબિંધ












