વેશ્યાવૃત્તિ કરતાં સેક્સ પાર્ટનર બદલવા વધુ જોખમી
તાજેતરમાં કરવામાં આવેલા સંશોધન પરથી જાણવા મળ્યું છે કે જે લોકો પાર્ટીઓમાં તેમના સેક્સ પાર્ટનરોની અદલા બદલી કરતા હોય તેવા કપલોને સેક્સ વર્કર કરતા પણ વધારે જાતીય રોગોની સંભાવના રહે છે.
બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત થયેલા પોતાના સંશોધન અહેવાલમાં ડચ રિસર્ચરે જણાવ્યું છે કે જે વ્યક્તિની ઉંમર 45 વર્ષથી વધારે ઉંમર ધરાવતા અને સેક્સ પાર્ટનરની અદલાબદલી કરતા લોકો મોટા ભાગે તેમની આરોગ્ય સંસ્થાઓ દ્વારા અવગણના થતી જોવા મળે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે સેક્સ પાર્ટનરોની અદલાબદલી કરતા લોકોની સંખ્યા વિશ્વમાં લાખોના આંકડાને પાર કરી દીધી છે. આ લોકોને લાગેલો ચેપ સમગ્ર દુનિયાના લોકોને પોતાના ભરડામાં લઇ શકવાની તાકાત ધરાવે છે.
માસ્ટ્રિક યુનિવર્સિટીના એન્ન મારી નિકેમ્પે જણાવ્યું હતું કે સેક્સ પાર્ટનરોની અદલાબદલી કરતા લોકોની ચોક્કસ સંખ્યા હજુ પ્રાપ્ત નથી પરંતુ તેમની સંખ્યા ધાર્યા કરતા ખુબ જ વધારે હોઇ શકે છે.
હાથ ધરાયેલા અભ્યાસમાં સેક્સ પાર્ટનરોની 2007થી અદલાબદલી કરતા લોકોનો એક ખાસ યાદી તૈયાર કરવામાં આવી હતી.
9 હજાર જેટલા ડોક્ટરોના ત્યાં આવતા દર્દીઓના પરથી કાઢેલા તારણ ઉપરથી જાણવા મળ્યું હતું કે જાતીય રોગો ધરાવતા લોકોમાં 43 ટકા દર્દીઓ એવા છે, જે તેમના સેક્સ પાર્ટનરોની નિયમિત અદલા બદલી કરે છે.
કુલ અભ્યાસ હેઠળ લેવામાં આવેલા દર્દીઓમાં 10 ટકા સામાન્ય લોકોનો, 14 ટકા સજાતીય લોકોનો, 5 ટકા વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓને જ્યારે 10.4 ટકા લોકો સેક્સ પાર્ટનરની અદલાબદલી કરતા લોકોનો સમાવેશ થતો હતો.
Related Articles:
* શિક્ષિકાને સેક્સ પોઝિશન શીખવાડવી ભારે પડી
* સેક્સ દરમિયાન અવાજ કરવાની ના પાડતા ચાકૂ માર્યુ
* સેક્સ સ્કેન્ડલઃ ઇન્ડોનેશિયાના પોપસ્ટારની ધરપકડ
* 11 પૌત્રોની દાદી પ્રેમી સાથે સેક્સ કરતાં પકડાઇ
* મારી સાથે સેક્સ કરો, તમારી સજા માફ !!!
* સેક્સ સ્કેન્ડલમાં 12 વર્ષની સજા ?
* પુત્રી સાથે સેક્સ કરનાર પિતાને કેદ












