Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Jun 22nd, 2010, 12:12 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarક્લાઇસ્ટર્સ અને બાર્ટોલીનો વિજય

Agency, London

Kim_Clijstersબેલ્જિયમની કિમ ક્લાઇસ્ટર્સ અને ફ્રાન્સની મારિયન બાર્ટોલી સહિત ટોચની ક્રમાંકિત ખેલાડીઓએ પોતપોતાનાં પ્રથમ રાઉન્ડ જીતી લઇને ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાતા વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂનૉમેન્ટની સંગીન શરૂઆત કરી હતી. મેન્સ સિંગલ્સમાં પણ ફેલિસિયાનો લોપેઝ તથા માર્ડી ફિશે પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.



આઠમી ક્રમાંકિત ક્લાઇસ્ટર્સે ઇટાલીની મારિયા ઇલેના કેમરિનને આસાનીથી ૬-૦, ૬-૩થી, રશિયાના નાદિયા પેટ્રોવાએ જર્મનીની તાતજાના મલેકને ૬-૪, ૬-૩થી, મારિયા કિરિલેન્કોએ સ્વિડનની સ્ટેફેની વોગુલેને ૨-૬, ૬-૪, ૭-૫થી તથા ફ્રાન્સની ૧૧મી ક્રમાંકિત મારિયન બાર્ટોલીએ જર્મનીની જુલિયા જયોર્જીસને ૬-૪, ૬-૩થી પરાજ્ય આપ્યો હતો.

ક્રોએશિયાની કેરોલિન સ્પ્રેમે અમેરિકાની બેથેની મેર્કેને ૬-૩, ૬-૪થી હરાવીને તેનાં અભિયાન પર પૂર્ણવિરામ મૂક્યુ હતું. પ્રથમ રાઉન્ડ રશિયન ખેલાડીઓના નામે રહ્યું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: