Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Mar 19th, 2010, 7:24 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarમૃત પુત્રીની કિડનીએ પિતાને નવી જિંદગીની ભેટ આપી

Agency, Chennai

વહાલી ટબૂડી જીવનદાતાની લાઇફલાઇન વધારતી ગઇ



બાળકને જન્મ આપવાનું દાયિત્વ એક તો ઇશ્વર નિભાવે છે અને ધરતી પર માતા-પિતા. જે જન્મદાતા હોય એના જીવનદાતા બનવાનું સૌભાગ્ય બહુ ઓછા સંતાનોના નસીબમાં લખાયું હોય છે. પાંચ જ વર્ષની મૃત બાળા તેના પિતા કે જે કિડનીના રોગના દર્દી છે, તેની જીવનદાત્રી બની.



ચેન્નાઇની સરકારી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી અને પાંચ કલાકની જહેમત બાદ પુત્રીની કિડની પિતાના શરીરમાં પ્રત્યાર્પિત કરી દેવાઇ અને સરસ રીતે કામ કરતી પણ થઇ ગઇ.
નેલોરે જિલ્લાની ખાંડ ફેકટરીમાં કામ કરતા ચંદ્રશેખરન કિડનીના ક્રોનિક રોગથી પીડાતા હતા અને છેલ્લા થોડા સમયથી હેમોડાયાલિસિસ પર હતા.



હોસ્પિટલના ડીન જે. મોહનસુંદરમે જણાવ્યું હતું કે, ચંદ્રશેખરનની પુત્રી જનાની માર્ગ અકસ્માતમાં ઘવાઇ. પહેલાં તેને ક્રિસ્ટિયન મેડિકલ કોલેજ હોસ્પિટલ, વેલોરમાં દાખલ કરાઇ અને બાદમાં જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.



નવો કાયદો વધુ અનુકૂળ



અંગ પ્રત્યારોપણના નવા કાયદા મુજબ, લોહીનો સંબંધ ધરાવતા સગા-સંબંધી કે પતિ-પત્ની પોતાના વારાની રાહ જોયા વગર પરિવારજનનું અંગ તાબડતોબ મેળવી શકે.



બાળાનું લિવર પણ કામ લાગશે



જનાનીનું લિવર પણ કાઢી લેવાયું હતું, જે તાબડતોબ હવાઇમાર્ગે દિલ્હીની એપોલો હોસ્પિટલ ખાતે મોકલાયું, જ્યાં એક દર્દીના શરીરમાં લિવરનું પ્રત્યારોપણ કરાશે.

  share

 .

Reader's Feedback
pravin
Friday, 19th Mar 2010, 14:10

medical science is the best for human life it is true from this topic. it is a very very importent for save a life anybody.
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: