Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Mar 19th, 2010, 12:06 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઆફ્રિદી સુકાની હોવો જોઈએ: હક

Agency, Karachi

inzamam_ul_haq_afridiપાક. બોર્ડે ૧૫ ખેલાડીઓ જાહેર કર્યા પરંતુ સુકાનીની જાહેરાત કરવાનું મોકૂફ રાખ્યું



પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની ઇન્ઝમામ ઉલ હકે જણાવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઇન્ડીઝ ખાતે આગામી મહિને રમાનારા આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટે અનુભવી ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને ટીમનો સુકાની બનાવવો જોઈએ. આફ્રિદી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ માટેનો સૌથી યોગ્ય ખેલાડી છે અને તેને પોતાની ઉપયોગિતા ફરીથી સાબિત કરવાની તક મળવી જોઈએ.



હકે જણાવ્યું હતું કે આફ્રિદીએ એક સારા સુકાની બનવાના તમામ ગુણ દર્શાવ્યા છે, તે ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું સુકાન સંભાળવા માટેનો સૌથી યોગ્ય ખેલાડી છે.



સુકાની તરીકે આફ્રિદીના નામની જાહેરાત નહીં કરીને પીસીબી અનિશ્ચિતતા તથા અટકળોને વેગ આપી રહ્યું છે. પાકિસ્તાનની ટીમ સારી છે તેથી આ વર્લ્ડ કપનું ટાઇટલ જાળવી રાખવાની અમારી પાસે સારી તક છે.

ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપની વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાને ગયા સપ્તાહે વર્લ્ડ કપ માટેના ૧૫ સભ્યની જાહેરાત કરી હતી પરંતુ સુકાનીના નામની જાહેરાત કરાઈ નહોતી. મુખ્ય પસંદગીકાર મોહસિન ખાને જણાવ્યું હતું કે સુકાનીના નામની જાહેરાત પીસીબી પાછળથી કરશે.



પીસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આફ્રિદીના નામની જાહેરાત નહીં કરવા પાછળ બોર્ડને કેટલીક ચિંતા છે અને આ માટે તે કાનૂની સલાહ પણ લઈ રહ્યું છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: