ટાઈગર વુડ્સ વિશે ઓબામા આ શું બોલ્યા?
સેક્સ રેકેટમાં સંડોવાયેલા ગોલ્ફર ટાઈગર વુડ્સ બાબતે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, અનેક વિવાદો છતાં પણ વુડ્સ સારો ગોલ્ફર બની રહેશે.
બરાક ઓબામાએ સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ટાઈગરે પોતાના પરિવાર સાથે ચોક્કસ દગો કર્યો છે. પરંતુ તેના કારણે તેની ગોલ્ફર તરીકેની મહત્તામાં કોઈ ઘટાડો નહીં થાય.
ઓબામાએ એક ટીવી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ટાઈગર હજું પણ એક ભયંકર ગોલ્ફર બની રહેશે. ટાઈગર વુડ્સ એપ્રિલ માસથી ગોલ્ફની રમતમાં પાછો ફરી રહ્યો છે.
નોંધનીય છે કે અમેરિકાના ખ્તાનામ ગોલ્ફર ટાઈગરનું નામ સેક્સ રેકેટમાં સંડોવાયા બાદ તેની સામે અનેક આફતો આવી પડી હતી. ત્યાં સુધી કે તેની પત્નીએ પણ તેને છૂટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો હતો. હવે સમય જતાં બધુ થાડે પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે.












