આ મહિલાને સવિતાભાભી બનવું છે
શું ફરી એકવાર સવિતાભાભી પાછા આવી રહ્યા છે? સવિતાભાભી એક ગૃહિણી હોય છે અને આ એક કાર્ટૂન કેરેક્ટર છે. ભારતની આ પ્રથમ પોર્ન કાર્ટૂન હતું અને જેને વેબસાઈટ પર બહુ બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જો કે પછીથી સરકારે આ વેબસાઈટ પર પ્રતિબંધ મુકી દીધો હતો. સરકાર પ્રતિબંધ ઉઠાવી લે તે માટે ઘણી જ સેલિબ્રિટિઝે પ્રયાસ કર્યો હતો.
હવે, અંતે સવિતાભાભીને ચહેરો મળી ગયો છે. સવિતાભાભીને લઈને ઈન્ટનેટ પર એક સીરિયલ બનાવવામાં આવી રહી છે. આ સીરિયલને જય હિન્દ નામ આપવામાં આવ્યું છે. જે યુવતીને સવિતાભાભીની ભૂ્મિકા આપવામાં આવી છે તેનું નામ હજી સુધી ગુપ્ત રાખવામાં આવ્યું છે.
તે યુવતીએ કહ્યું હતું કે, મારા અસલી નામ અંગે રહસ્ય છે. તમે મને રેખાકુમારી કહી શકો છે.
* સવિતાભાભી નવા સ્વરૂપે પરત!!
જો કે રેખા કુમારી માને છે કે સવિતાભાભીની ભૂમિકા ભજવવી બહુ અઘરી નથી અને તેને તેનો નિર્ણય યોગ્ય લાગે છે.
વધુમાં તેણે કહ્યું હતું કે, આ પહેલા પણ ઉમરાવજાનમાં એડલ્ટ સ્ટારની ભૂમિકા ભજવી હતી. બોલિવૂડની ટોચની હિરોઈનો ફિલ્મોમાં અશ્લિલ અને બિભત્સ તથા વાંધાજનક કામ કરતી હોય છે. આ શોમાં રેખા કુમારી બિકીની જેવા કપડાં પહેરવાની નથી. આટલું જ નહિ તેના કોઈ ઉત્કટ દ્રશ્યો પણ નથી.
સીરિયલના ક્રિએટર અને દિગ્દર્શક અભિજ્ઞાન ઝાએ કહ્યું હતું કે, જ્યારે સીરિયલના પહેલા એપિસોડનું એડિટિંગ કરવામાં આવ્યું ત્યારે લાગ્યું હતું કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંગે વાત કરવાનો હક તમામનો છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને લઈને આ સીરિયલમાં બનાવટી ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે. રાહુલ અને વરુણ આ સિરીયલના લેખક છે. તેમણે સવિતાભાભીને લઈને ઈન્ટરવ્યૂ લખ્યા છે.
ઈન્ટરનેટ પર સેન્સરશીપને કારણે સવિતા ભાભી પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ કાર્ટૂનથી કોઈ પણ જાતનું નુકસાન થતું નહોતુ.












